Abtak Media Google News

શ્રદ્ધાળુ દ્વારા અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી દરગાહ ખાતે ચઢાવેલા ગુલાબ થી હવે જૈવીક ખાતરનુ ઉત્પાદન  કરવામાં આવશે. દરગાહમા આવનાર ભક્તો ખવાજા ને પ્રથા તરીકે ફક્ત લાલ ગુલાબ ચઢાવે  છે. હાલમાં બે ટન જેવા ગુલાબ દરગાહ ખાતે પ્રતિદિન ચઢવામાં આવે છે તેનો અંત કચરા તરીકે થાયે છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના મંદિર વેસ્ટ મેનેજમેન્ટ કાર્યક્રમના ભાગ તરીકે પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરવામાં આવશે.

રમજાન મહિના ના અંતિમ દિવસો સુધી પ્રોજેક્ટ પૂર્ણ રુપ માં કામ કરવા લાગશે. ગ્રામીણ વિકાસ કાર્યક્રમ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગ એવા પ્લાન્ટ અને ટેકનિક ઘણી જગ્યા સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ડો આદિલ, આસિસ્ટન્ટ  નાઝીમ , અજમેર દરગાહ જણાવે છે કે “પ્રોજેક્ટ દેશ માં ૧૦૦ સ્વચ્છ આઇકોનિક શહેરો ઉભા કરવા ના  કાર્યક્રમના ભાગરૂપે લેવામાં આવી રહી છે. એ પ્રોજેક્ટ દરગાહ વહીવટ, આર્ટ ઓફ લિવિંગ અને હિંદુસ્તાન ઝિંક નો સંયુક્ત પ્રયાસ છે. દરગાહ પ્રશાસન કચરો સંગ્રહ અને પ્લાન્ટ માટે  જમીન પૂરી પાસે અને આર્ટ ઓફ લિવિંગ  તકનીકી સુવિધાઓ ઊભા કરશે, હિંદુસ્તાન ઝિંક તેના સીએસઆર કાર્યક્રમ મારફતે ફંડ પૂરું પાડશે ”

“દરગાહ સમિતિ શ્રદ્ધા સાથે આપેલા ફૂલ થી ખાતર બનાવા માટે અને એને પછી વેચવા માટે તૈયાર નથા.ભાવના ને ધ્યાન માં રાખીને જૈવિક ખાતર,  જેની બજાર માં કિંમત ૨૦ રૂપિયા પ્રતિ કિલો હોય છે, એ ભક્તો ના બચ્ચે માત્ર ૬ રૂપિયા પ્રતિ કિલો વેચાણ થશે. એવો અંદાજ છે કે  બે ટન ગુલાબ પાખડીનો ઉપયોગ કરી ને ૩૦ કિલો જેવા જૈવિક ખાતર તૈયાર થશે કરવામાં આવશે. આ એક મહિનામાં આશરે ૯૦૦ કિલો જૈવિક ખાતર પેદા થશે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા મુકેલી ટેકનિક દ્વારા માત્ર ત્રણ દિવસ માં ખાતર તૈયાર થઇ જાય છે. ત્યાં અગાઉ દરગાહ ખાતે ગુલાબની પાંખડીથી ગુલકંદ ઉત્પાદન માટે પ્રયત્નો કર્યા , પરંતુ  એ પ્રયાસ સફળ ના થઇ શક્યો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.