Abtak Media Google News

આજીના વધામણા !!!

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ છલકાતા શહેરીજનોમાં ખુશાલી

છેલ્લા કેટલાક દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ગઈકાલે સાંજે ૬ વાગ્યે રાજકોટની જીવાદોરી ગણાતો આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાનીએ આજીમાં  નવા નિરના ઓનલાઈન વધામણાં કર્યા હતા.દરમિયાન ન્યારી ડેમ પણ સપ્તાહમાં બીજીવાર છલકાયો છે.ભાદર ડેમ પણ ઓવરફ્લો થવામાં હવે માત્ર ૨ફૂટ જ બાકી રહયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.કાલે સવારથી રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડતા કાલે સાંજે ૬ વાગ્યે આજી ઓવરફ્લો થઇ ગયો હતો.નિર્માણ બાદ ૧૬મી વાર આજી ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ માં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. આજે સવારે રાજકોટના  પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીડિઓ કોન્ફ્રાન્સ મારફત ઓનલાઈન આજી ડેમમાં નવા નીરના વધામણાં કર્યા હતાં. આ તકે મેયર બીનાબેન આચર્યા,ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા ,મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

Screenshot 3

આજી ઉપરાંત ન્યારી ડેમ પણ ગઈકાલે સપ્તાહમાં બીજી વાર ઓવરફલો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્ર નો દરિયો ગણતા અને રાજકોટ ની પાણીની જરૂરિયાત સંતોષતા ભાદર ડેમ માં પણ પાણીની સારી આવક થવા પામી છે .૩૪ ફૂટે છલકાતા ભાદરની સપાટી હાલ ૩૨ ફૂટ ને પાર થઈ ગઈ છે.ચાલુ સપ્તાહે ભાદર પણ ઓવરફ્લો થાય તેવા સુખદ સંજોગો વર્તાય રહ્યા છે.

નિચાણવાળા ગામોને સાવચેત રહેવા સુચના

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ોરાળા ગામ પાસે આવેલ આજી-૧ ડેમ છેલ્લા ચોવીસ કલાકના ઉપરવાસમાં વરસાદ પડવાી નિર્ધારત સપાટીએ ભરાઇ ગયેલ હોઇ ૦ .૪૨ ફુટી ઓવરફલો યેલ છે. ડેમની કુલ સપાટી ૧૪૭.૫૨ મીટર છે. જયારે જળાશયની હાલની જળસપાટી ૧૪૭.૫૨ મી. છે. હાલ ડેમમાં ૧૦૯૧ કયુસેક પાણીનો પ્રવાહ આવકમાં છે તા ૧૦૯૧ કયુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવે છે. આી આજી-૧ડેમના નિચાણવાળાવિસ્તારોમાં આવતા રાજકોટ તાલુકાના બેડી, ોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામોના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વતુર્ળ (ફલ્ડ સેલ) દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.