Abtak Media Google News

ડેડ વોટરની સપાટી બાદ કરતા ડેમમાં હાલ ૨૫ એમસીએફટી પાણી સંગ્રહિત: નર્મદાની ધોધમાર આવક ચાલુ

સ્થાપનાકાળથી અત્યાર સુધી માત્ર ૧૧ વખત જ ઓવરફલો થયેલો આજી ડેમ હવે વર્ષના ૩૬૫ દિવસ ભરેલો જોવા મળે તે દિવસો વધારે દુર રહ્યા નથી. નર્મદાના ધસમસતા પાણી આજી ડેમમાં છોડવામાં આવતા આજી ફરી જીવંત થઈ ગયો છે. આજી સવાર સુધીમાં ૩ ફુટ જેટલો ભરાઈ પણ ગયો છે. ડેડ વોટરને બાદ કરતા ડેમમાં હાલ ૨૫ એમસીએફટી જીવન જળસપાટી ઉપલબ્ધ છે.

આ અંગે સિંચાઈ વિભાગ અને મહાપાલિકાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત આજીડેમને નર્મદાના નીરથી ભરી દેવાના સુકનવંતા કામનો ૨૯મીથી જુનના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.  તે પૂર્વે આજીમાં છેલ્લા ત્રણ દિવસથી નર્મદાના નીરની પાવનકારી પધરામણી થઈ ચુકી છે. નર્મદા મૈયાની ધોધમાર આવક ચાલુ હોય. આજી ડેડ વોટરમાંથી બહાર નિકળી ફરી જીવંત બની ગયો છે. કુલ ૨૯ ફુટની ઉંડાઈ અને ૯૪૪ એમસીએફટીની જળસંગ્રહ શકિત ધરાવતા આજી ડેમમાં હાલ ૪૦ એમસીએફટી પ્રાણી સંગ્રહિત છે. ૧૫ એમસીએફટી ડેડ વોટરને બાદ કરવામાં આવે તો હાલ ડેમમાં ૨૫ એમસીએફટી જીવંત જળરાશી હિલોરા લઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.