Abtak Media Google News

કેબીનેટમાં લેવાયેલા નિર્ણયથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માનતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ

ગઈકાલે નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે જે વિદ્યાર્થીઓ માટે ખરેખર આવકારદાયક છે. કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ દિવાળીની લાંબી રજા અને નવરાત્રી પણ ઉમંગભેર ઉજવી શકશે. નવરાત્રી અને દિવાળીના વેકેશનથી લાંબો અભ્યાસક્રમ પૂરો કરવામા પણ તકલીફ નહિ પડે.

નવરાત્રીનું વેકેશન કપાતા દિવાળીમાં વાલીઓને પણ બહારગામ હરવા ફરવા જવામાં અનુકુળતા રહેશે. નવરાત્રી વેકેશનથી વાલીઓમાં ખરેખર જે કચવાટ હતો તે દૂર થયો છે.

અબતક સાથેની વાતચીતમાં સ્વનીર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલએ જણાવ્યું કે હું શિક્ષણ મંત્રીના નિર્ણયને આવકારૂ છું વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે યોગ્ય છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાં પહેલીવાર રાજકોટ આવ્યા ત્યારે પણ તેમણે અમુક મુદાઓ સમજાવ્યા હતા અને શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી. આજે કેબીનેટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે. એ બદલ શિક્ષણ મંત્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

વિદ્યાર્થીઓની એક જ માંગણી હતી કે એક જ સત્રમાં ત્રણ વેકેશન આવતા હતા જેમાં જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળીનું માટે સાતત્ય જળવાતું ન હતુ. હવે નવરાત્રી વેકેશન રદ થવાથી એમનું સાતત્ય જળવાશે અને રીઝલ્ટ પણ સારૂ એવું આવશે આ નિર્ણયથી અમે વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવી શકીશું અને સારી રીતે અભ્યાસ કરી શકશે અને નવરાત્રી પણઉજવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.