Abtak Media Google News

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં વાર્ષિક પરીક્ષા પઘ્ધતિ જ શ્રેષ્ઠ હોવાનો મત ન્યુ એરા સ્કુલના મેનેજીગ ટ્રસ્ટ અજય પટેલ દ્વારા અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. સીવીલ અને મિકેનીકલ એન્જી. કારકીર્દી માટે એવરગ્રીન લાઇન હોવાનું તેમણે કર્યુ હતું. ફી નિધારણ માટે સંચાલક  અને વાલીઓ બન્નેને અનુકુળ હોય તેમ કરવાનો મત અજય પટેલે વ્યકત કર્યો હતો.

સિવીલ એન્જીનીયર હોવા છતાં પિતાશ્રીની પ્રેરણાથી શિક્ષણ ક્ષેેત્રે ઝંપલાવ્યું

અબતક ચાય પે ચર્ચા ની શરુઆતમાં ન્યુ એરા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અજય પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ૫૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મારા પિતાશ્રીની પ્રેરણાથી હું આ ક્ષેત્રમાં આવ્યો છું. જયારથી હું મારી સ્કુલે જવા લાગ્યો ત્યારે બાળકો સાથેની લાગણી અને જીવંત આનંદ ભર્યુ વાતાવરણ મળતા હું શિક્ષણ ક્ષેત્રમાં આવવા પ્રેરર્યો વધુમાં અજયભાઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલું ધો.૧ર સાયન્સના પરિણામમાં સેમેસ્ટર સિસ્ટમનું આ છેલ્લુ પરિણામ હતું. હવે જે સિસ્ટમ દાખલ થવાની છે એ વાષિક ધોરણે આવશે ત્યારે ખાસ ન્યુ એરા સ્કુલની વાત કરું તો ધો.૧ર સાયન્સના વિઘાર્થીઓમાં ખુબ જ સારો આનંદનો માહોલ હતો. ન્યુ એરા સ્કુલનું ધો.૧ર સાયન્સનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું.

ફરી પાછુ ૧૦૦માંથી ૩૫ માર્કસ આવતા વિઘાર્થીઓ પાસ

વાર્ષિક સિસ્ટમમાંથી સેમેસ્ટર સિસ્ટમ અને ફરી પાછી વાર્ષિક પઘ્ધતિથી શાળા કોલેજોના અભ્યાસક્રમો શરુ થવા અંગેના શિક્ષણ સમીતીને ફેરફારો વિશે ચર્ચા કરતા અજયભાઇએ જણાવ્યું હતું કે સેમેસ્ટર સિસ્ટમમાં બહુ ઝડપથી પરીક્ષાઓ આવી જતી હતી. ખુબ જ ટુંકા ગાળામાં માત્ર બે-ત્રણ મહિનાનો અભ્યાસક્રમ ચાલેને તરત પરીક્ષાઓ લેવાતી. આ કારણે વિઘાર્થીઓ શિક્ષકો સહીત વાલીઓ ઉપર પણ ખુબ જ બોજો રહેતો હતો. એટલા માટે સરકાર દ્વારા એવી વિચારણા કરવામાં આવી કે સેમેસ્ટર સિસ્ટમ નાૂબદ કરવામાં આવી કે સેમેસ્ટર સિસ્ટમ નાબુદ કરી ફરી પાછી વાર્ષિક પઘ્ધતિ અમલમાં મૂકવી. પાસ નાપાસ થવાનો રેશિયો વધે કે ઘટે એવું એક પણ સિસ્ટમમાં નથી. સેમેસ્ટર પઘ્ધતિમાં ૧૩૨ માર્કસએ પાસ થવાતુ વર્ષ દરમીયાન હવે એ સિસ્ટમ બદલાવી ને ૧૦૦ માંથી ૩૫ માર્કસ લાવતા વિઘાર્થી

પાસ ગણાશે. આ ફેરફારથી વિઘાર્થીઓ ઉપર થોડી ઘણી અસર તો થશે જ.

સાંપ્રતયુગમાં કોમ્પ્યુટરને લગતા અભ્યાસો વિઘાર્થીઓ માટે કારકીદી ઘડવા ઉત્તમ

વધુમાં અજયભાઇએ પોતાનો અંગત વિચાર જણાવતા કહ્યું હતું કે વિઘાર્થીઓ માટે વાર્ષિક પઘ્ધતિ અભ્યાસ માટે ઉત્તમ રહેશે વાર્ષિક સિસ્ટમથી અભ્યાસક્રમ પાછળ પૂરતો સમય ફાળવી શકાય છે. અને વિઘાર્થીઓ પણ પુરતા પ્લાનીંગથી આરામથી અભ્યાસક્રમ ને ગ્રહણ કરી શકે છે. સેુમેસ્ટ સીસ્ટમમાં ઉપરા ઉપરી  પરીક્ષાઓ આવવાથી એક એક મહીનો તો માત્ર પરીક્ષા લેવામાં જ વીતી જતો હોય છે. અને એની સામે અભ્યાસક્રમ ચલાવવામાં ખુબ જ મોડું થતું હતું. અત્યારના યુગમાં શિક્ષણ ક્ષેત્ર ઘણા બધા નવા નવા કોષિશ આવી ગયા છે. ત્યારે હું ચોકકસ કહીશ કે અત્યારે કોમ્પ્યુટરનો યુગ ચાલી રહ્યો છે એટલે કોમ્પ્યુટરને લગતા અભ્યાસો વિઘાર્થીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. આઇ.ટી. ક્ષેત્ર પણ હાલ ખુબ જ આગળ વઘ્યું છે. સીવીલ એન્જીનીયર અને મીકેનીકલ એન્જીનીયર કારર્કીદી માટે એવરગ્રીન લાઇનો છે. એન્જીનીયરીંગ ફીલ્ડમાં ફન્ડામેન્ટલ જે બેઇઝીક બનવું જોઇએ એજયુકેશન કેરીયરમાં તે બનતું નથી. અમે જયારે તેઓ ટેકનીકલ ક્ષેત્રે આવે છે ત્યારે એમને ઘણી બધી મુશ્કેલીઓ નડે છે. કારણ કે એમની પાસે ફઁડામેન્ટલ નોલેજ હોતું નથી. ત્યારે ખરા અર્થમાં એમને પ્રેકટીકલ નોલેજ મળે તે આ પરીણામોમાં ચોકકસ ફેરફારો આવી શકે.

ઉજળા ભાવિ માટે

માતા-પિતાએ પોતાની ઇચ્છાઓ બાળક ઉપર થોપવી જોઇએ નહીં

ધોરણ-૧ર પછી શું એ અંગે ચર્ચા કરતા અજયભાઇએ જણાવ્યું હતું કે હાલના સમયમાં આર્ટસ, કોર્મસ અને સાયન્સ સિવાય પણ શિક્ષણ ક્ષેત્રમાં ઘણા બધા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. એન્જીનીયર અને ડોકટર સિવાય ઘણા બધા એવા નવા ક્ષેત્રો છે જેમાં વાલીઓ પોતાના બાળકોનું ભવિષ્ય ઉજળુ બનાવવાના સપનાઓ સેવી શકે છે. કોમ્પ્યુટર એન્વાયર મેન્ટ જેવા ઘણા બધા એવા નવા કોર્ષ છે જેમાં વિઘાર્થીઓ તેમનું ઉત્તમ ભાવિ ઘડી શકે છે. ઉપરાંત વાલીએ એ વાતનું પણ અચુક ઘ્યાન રાખવું કે બાળકને શેમાં રસછે ? પોતાના બાળકને જે ફિલ્ડમાં આગળ વધતુ હોય તેમાં  માતા-પિતાએ સપોર્ટ કરવો જોઇએ નહીં કે પોતાની ઇચ્છાઓ બાળકોપર થોપવી.

સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એટલે ફી વધારે જ હોય એવું બિલકુલ હોતું નથી

ગુણવતા સભર શિક્ષણ વિશે વાત કરતા અજયભાઇએ જણાવ્યું હતું કે હું ચોકકસપણે સ્વીકારીશ કે બાળકોને ગુણવતા સભર શિક્ષણ નથી મળતું. ત્યારે દરેક શાળાના શિક્ષકો, આચાર્યો અને ટ્રસ્ટીઓ કોઈને કોઈ રીતે બાળકોને ગુણવતા સભર શિક્ષણ આપવા હંમેશા પ્રયત્નો કરતા જ હોય છે. તેના માટે સ્કૂલ લેવલે તેઓ અવનવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ગુણવતાસભર શિક્ષણ ઉમેરવાના પ્રયાસો હાથ ધરતા જ હોય છે ત્યારે આવનારા વર્ષોમાં ચોકકસ દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવતાયુકત શિક્ષણ મળશે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ અંગે વિસ્તૃત માહિતી આપતા અજયભાઈએ જણાવ્યું હતુ કે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એટલે ફી વધારે જ હોય એવું બિલકુલ હોતુ નથી રાજકોટમાં લગભગ ૩૫૦ જેટલી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો છે. અને હું કહીશ કે ૩૦૦થી વધારે સ્કૂલોની ફી ૧૦ હજાર કરતા ઓછી છે. અને એમનો પ્રયાસ માત્રને માત્ર એટલો જ હોય છે. કે વિદ્યાર્થીઓને સા‚ શિક્ષણ, સારી પ્રવૃત્તિ અને સંસ્કાર યુકત શિક્ષણ આપવું સેલ્ફ ફાયનાન્સ મંડળ હરહંમેશ વિદ્યાર્થીઓના હિતમાં જ કાર્યરત છે.

સેલ્ફ ફાયનાન્સ સ્કુલો માટે સરકારના નિયમોમાંથી છટકી શકાય તેવી કોઈ જ પરિસ્થિતિ નથી

શિક્ષણ ધંધો બની ગયો છે. ‘આ વાતનો વિરોધ વ્યકત કરતા અજયભાઈએ જણાવ્યું હતુ કે ધંધો શિક્ષણ માટે ન હોય કારણ કે શિક્ષણ એ દરેક લોકો માટે જ‚રીયાતનું પાયાનું ઘડતર છે. ફી નિર્ધારણ કમિટીની વાત આવે ત્યારે હાલ જે થોડી ઘણી મુંજવણો સંચાલક, સરકાર અને પેરેન્ટસ વચ્ચે જે ચાલી રહી છે. એ આવનારા મહિનાઓ પછી કદાચ નહી પણ હોય હાલ એની શ‚આત છે. સરકાર તરફથી જેમ જેમ ગાઈડલાઈન મળતી જાય એમ દરેક શાળાના સંચાલકો કામ કરવાના જ છે. કારણ કે સરકારના નીતિ નિયમોમાંથી છટકી શકાય એવી કોઈ પણ પરિસ્થિતિ નથી સરકારે દંડની જોગવાઈ પણ કરી જ છે. એટલે કોઈ પણ સંચાલક વધારે ફી લેવાનો પ્રયાસ પણ નહી કરે મધ્યમ વર્ગીય સંતાનો સારી સ્કૂલ કોલેજમાં ફી વધારાને કારણે શિક્ષણ મેળવી શકતા નથી એ અંગે ચર્ચા કરતા અજયભાઈએ જણાવ્યું હતુ કે જે પ્રમાણે મધ્યમ વર્ગને પોશાય એ પ્રકારની ઘણી બધી સ્કૂલોની છે જ. ત્યાં પણ ખૂબજ સા‚ શિક્ષણ મધ્યમ વર્ગનાં બાળકો મેળવી જ રહ્યા છે. સાથે સાથે આજે જે સંસ્થા ચલાવે છે. એમને પણ સારા શિક્ષકો રાખવા પડતા હોય છે. અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવાની હોવાથી ઘણા બધા પૈસાઓનું રોકાણ થતું હોય ત્યારે હુ માનું છું ત્યાં સુધી ખૂબ વ્યાજબી ધોરણે સેલ્ફ ફાયનાન્સ સ્કુલો ચાલે છે. છતાંય અમારો પ્રયાસ એવો રહેશે કે ફીનું ધોરણ બંને પક્ષોને પોશાય એ તરફનું હોવું જોઈએ.

યુવા પેઢીમાં ભણતરની સાથે ગણતર અને સંસ્કારોનું સિંચન અનિવાર્ય

હાલની યુવા પેઢીમાં ભણતર તો છે. પરંતુ ગણતરનો અભાવ જોવા મળી રહ્યો છે. તે વિશે વાત કરતા અજયભાઈએ જણાવ્યું હતુ કે ઈલેકટ્રોનીક ગેઝેટ અને તેમાય ખાસ કરીને મોબાઈલને કારણે આપણા બાળકો ગેરમાર્ગે દોરાવા લાગ્યા છે. એક વાલી તરીકે અને સંચાલક તરીકે હું કહેવા માંગીશ કે બાળકોને ઘરે જે વાતાવરણ મળવું જોઈએ એ હાલ મળતુ નથી ત્યારે શાળા દ્વારા તો હરહંમેશ સ્કુલ અને ઘરનું વાતાવરણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ વાલીઓ જયારે એમાં પૂરતો સહકાર આપતા નથી ત્યારે બાળક ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરે છે.

શાળા દ્વારા બાળકોમાં ભણતરની સાથે ગણતર અને સંસ્કારોનાં સિંચન માટે અમે શાળાકીય પ્રવૃત્તિઓમાં અને વિવિધ ધર્મોના સંતો, અગ્રણીઓ, શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી વ્યકિતઓ તથા અન્ય ક્ષેત્રનાં ઉચ્ચ હોદા પર કાર્યરત અધિકારીઓને બોલાવીને લગભગ દરેક મહિને અઠવાડિક બાલસભાઓમાં સતત અમારા પ્રયાસો એવા રહેતા હોય છેકે બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય પરંતુ મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આજના કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં શાળાએથી છૂટીને બાળક જયારે ઘરે જાય છે. ત્યારે સતત તે આ બે વસ્તુઓમાં રચ્યોપચ્યો રહેતો હોવાથી ધાર્યા પરિણામો આવતા નથી.

માતૃભાષામાં પાછળ, અંગ્રેજીમાં ભણે છે પણ અંગ્રેજી આવડતુ નથી

માતૃભાષા અને અંગ્રેજી શિક્ષણ અંગેની વાલીઓની મુંઝવણ અંગે ચર્ચા કરતા અજયભાઈએ જણાવ્યું હતુ કે ખરેખર આ ખૂબજ ચિંતાનો વિષય છે. વાલીઓ આંધળા અનુકરણને કારણે પોતાના બાળકોનો ભોગ લેતા હોય છે. અંગ્રેજી ભાષાની સાથો સાથ માતૃભાષાને પણ પ્રાધાન્ય આપવું જોઈએ ગુજરાતી આપણી માતૃભાષા છે. આજના સમયમાં માતૃભાષાનાં શિક્ષણમાં આપણે ખૂબજ પાછા પડતા જાય છે. ત્યારે દરેક શાળામાં બાળકોને દરરોજ અમૂક ગુજરાતી શબ્દો અને ગુજરાતી વાકયો ફરજીયાત લખવા આપવા જોઈએ હું એવું ચોકકસ પણે માનુ છું કે બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય કે ગુજરાતી માધ્યમમાં બંને ભાષાઓમાં તે માહિર હોવો જોઈ પરંતુ ફકતને ફકત ચાર પાંચ સ્કુલમાં રહેવાથી બાળકનો અંગ્રેજી ગુજરાતી કે કોઈ અન્ય વિષયોમાં ગ્રોથ શકય નથી ત્યારે ઘર, સમાજ અને સોસાયટીએ પણ અંગ્રેજી અને ગુજરાતી બંને વિષયોને બેલેન્સ કરવુ જ‚રી છે. કોઈપણ ભાષા શીખવા માટે સતત મહાવરો અને લગાવ કામ કરે છે. માત્ર શિક્ષણ પઘ્ધતિ જ કામ નથી કરતી. કયાંકને કયાંક આપણા જુના સંસ્કારોમાં ખામી આવતી જાય છે અને જે માન-સન્માન શિક્ષકોને મળતું હતું એ હવે મળતું નથી. ત્યારે કયાંક એવા હજુ પણ વિદ્યાર્થીઓ છે જ કે જેઓ આજે પણ વડીલો અને શિક્ષકોને માન-સન્માન આપી રહ્યા છે. ખાસ કરીને શિક્ષણમાં આર્થિક પાસુ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જે સંસ્કૃતિના સારા પાસાઓ હોય તેનો ચોકકસપણે દરેક લોકોએ અમલ કરવો જોઈએ.

હુંફ અને પ્રેમથી વિદ્યાર્થી આત્મહત્યાના બનાવો અટકાવી શકાય

ટેકનોલોજી તરફ વધુ પડતુ બાળકનું દોડવું તેમા કયાંકને કયાંક વાલીઓ પણ જવાબદાર છે બાળક રડતુ હોય તો તરત મા-બાપ નાના બાળકને મોબાઈલ આપી દેતા હોય છે. માતા-પિતા બીજાની દેખાદેખીમાં કયારેક પોતાના બાળકને બગાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ફકત એક માર્ક જેવી નાની બાબતમાં અન્ય બાળક સાથે પોતાના બાળકોની સરખામણી કરતા હોય છે. પોતાની ઈચ્છાઓ બાળકો થકી પુરી કરાવની મહેચ્છામાં તેઓ પોતાના સંતાનોના ભાવિને જોખમમાં મુકતા હોય છે. માતા-પિતાએ પોતાની માનસિકતા બદલવાની જ‚ર છે. માત્ર શાળાએ મોકલી દેવાથી બાળકનું ભાવી ઘડાતુ નથી શાળની સાથોસાથ માતા-પિતાએ ઘરે પણ બાળકોને સંસ્કારભર્યા શિક્ષણનું સિંચન કરવુ પડશે. કયારેક શિક્ષણ અને માતા-પિતાના અતિશય દબાણને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે ત્યારે માતા-પિતાએ આ પરિસ્થિતિને સુધારવા દરરોજ પોતાના બાળકો સાથે બે કલાક પસાર કરવી જોઈએ. બાળકો અને એમના પ્રશ્ર્નોને સમજી બાળકોની મુંઝવણોને જો વાલીઓ દુર કરશે તો આવા બનાવો ઝડપથી અટકાવી શકાશે.આ મુદ્દે શાળાઓએ પણ ગંભીરતા દાખવવી પડશે. શાળાના શિક્ષકોએ પણ બાળકને હુફ અને પ્રેમ સાથે શિક્ષણ પીરસવુ પડશે. દરેક બાળકને રસ અને ‚ચિ પ્રમાણે વ્યકિતગત ધ્યાન આપી ભણાવવું જોઈએ.

અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતનું વિષય નિષ્ણાંતોનું સ્તર નબળું

ધો.૧૨ પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાત બહાર અભ્યાસ કરવા માટે જવા લાગ્યા છે. આ અંગે ચર્ચા કરતા અજયભાઈએ જણાવ્યું હતું કે આજથી ૧૦ વર્ષ પહેલા પણ ઘણા લોકો અભ્યાસ માટે બહાર જતા જ હતા પરંતુ હાલના સમયમાં એ પ્રમાણ ઘટયુ છે જે ખુબ જ સારી વાત છે. અન્ય રાજય કરતા ગુજરાતનું ફેકલ્ટીનું લેવલ થોડુ પાછળ છીએ ઉપરાંત ગુજરાતમાં સ્ટડી કરવાથી એમ્પ્લોયમેન્ટ એટલુ મળતુ નથી. હાલ આપણી એન્જીનીયરીંગની સીટ એટલી વધી ગઈ છે ત્યારે જોબ મળવામાં ખૂબ જ તકલીફ પડે છે ત્યારે માતા-પિતાઓ તો હજુ પણ પોતાના બાળકોને ડોકટર એન્જીનીયર બનાવવાનો જડ માનસિકતામાંથી બહાર આવતા જ નથી. છેલ્લા ત્રણ વર્ષમાં એન્જીનીયરીંગની ૫૦ ટકા સીટો ખાલી જ રહે છે. ત્યારે હવે વાલીઓ પણ સમજતા થયા છે કે અન્ય ક્ષેત્રોમાં પણ કારકિર્દી ઘડી શકાય. મારી માતા-પિતાને એજ વિનંતી છે કે તમારા બાળકને જેમાં રસ છે અને એમાં આગળ વધવા દેવામાં આવે તો એ ખીલી ઉઠશે. આજથી ૧૫ વર્ષ પહેલા આપણે ડીપ્રેશન એવો શબ્દ પણ નહોતો સાંભળ્યો પરંતુ આજે દરેક વ્યકિત એકલતાનો ભોગ બનવા લાગ્યો છે ત્યારે આત્મહત્યા કે માનસિક તણાવનો ભોગ જેવી પરિસ્થિતિ ઉદભવે છે.

હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે પણ કોઈ બાળક ઘરની બહાર નિકળવા તૈયાર નથી આપણા સમયમાં આપણે સતત શેરીઓમાં રમતા જોવા મળતા અને એમાંથી જ આપણી સાહસવૃતિનો વિકાસ થતો હતો જયારે આજનો બાળક ટેલિવિઝન અને મોબાઈલમાં એટલો ઘુસી ગયો છે કે એને જ એ પોતાની દુનિયા માનવા લાગ્યો છે. આના પરિણામે આપણી જે પ્રાચીન શેરી ગલીઓની અને ઘર આંગણાની રમતો વિસરાતી જાય છે.

ભાર વગરનું ભણતર લાવવા શિક્ષણનીતિમાં હજુ પણ ઘણા ફેરફારોની જ‚ર

ન્યુએરા સ્કૂલ વિશે ચર્ચા કરતા અજયભાઈ પટેલ ભાઈએ જણાવ્યું હતું કે, ન્યુ એરા સ્કૂલમાં વેકશન દરમ્યાન ૧૫ દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. નિ:શુલ્ક સમર કેમ્પમાં આર્ટ, ડાન્સ અને સિગીંગની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે તદઉપરાંત મોટા વિદ્યાર્થીઓને ટ્રેકીંગમાં લઈ જવામાં આવે છે સાથો સાથ આખા વર્ષ દરમિયાન અનેકવિધ સ્પોર્ટસ એકટીવીટીસ પણ કરાવવામાં આવે છે. ભાર વગરના ભણતર વિશે વાત કરતા અજયભાઈએ ઉમેર્યુ હતું કે હાલનો વિદ્યાર્થી સંપુર્ણપણે ભારયુકત ભણતર નીચે દબાય ગયો છે સરકારે જયારે પગલા લેવાની વાત હોય ત્યારે વિષયને એક મર્યાદિત સીમમાં જો રાખવામાં આવશે તો જ ભાર વગરનું ભણતર બનશે. છઠ્ઠા ધોરણમાં બાળક જયારે પ્રવેશે છે ત્યારે ચાર-ચાર ભાષાઓનું એકી સાથે જ્ઞાન આપવામાં આવતું હોય છે. આપણે એજયુકેશન સિસ્ટમમાં ઘણા ફેરફારો લાવવાની જ‚રીયાત છે. પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને પ્રેકટીકલ નોલેજ આપવાની ખાસ જ‚ર છે. વિદેશમાં પાંચમાં છઠ્ઠાના વિદ્યાર્થીઓને કુકીંગ પણ શીખવવામાં આવે છે. આપણે શિક્ષણમાં શિસ્તને અગ્રેસર સ્થાન આપવુ જોઈએ. આજના વિદ્યાર્થીઓમાં સહનશકિતનો મુખ્ય અભાવ છે. કયારેક માતા-પિતા અને વિદ્યાર્થીઓ નજીવી બાબતે શાળાઓ સામે આંદોલનો કરવા લાગે છે ત્યારે ખૂબ જ દુ:ખની લાગણી અનુભવાય છે ત્યારે ખાસ શાળા સંચાલક, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સુસંગતતા લાવવામાં નહીં આવે તો સારા સમાજનું નિર્માણ શકય નથી. ખરેખર આપણું જે શિક્ષણનું સ્તર છે એમાં જે ખામીઓ છે ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા આ કર્મીઓને નીવારી શકાશે. સરકાર, શાળા વિદ્યાર્થી અને વાલીઓના હકારાત્મક સંગઠનથી શિક્ષણ ક્ષેત્રની મહત્વની સમસ્યાઓને સુધારી શકાય છે. પ્રેકટીકલ નોલેજ તરફ વળી જવાથી શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.