Abtak Media Google News

મેહરોત્રાને વડોદરાને બાદ કરતા રાજયની તમામ આવકવેરા કચેરીના ખાલી પડેલા મુખ્ય આવકવેરા કમિશનરના હોદ્દાનો વધારાનો ચાર્જ અપાયો

ગુજરાત રાજયના કાર્યકારી મુખ્ય આવકવેરા કમિશનર તરીકે કાર્યરત અજયદાસ મેહરોત્રાને બઢતી આપીને અમદાવાદ, સુરત અને રાજકોટના આવકવેરા ચીફ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. નાણા મંત્રાલય નીચે આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસ દ્વારા ગત ૧૩ મેના રોજ આ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજયની આ ખાલી જગ્યાઓ પર મેહરોત્રાને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

ઈન્ડીયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ)ની ૧૯૮૪ બેચના અધિકારી અજયદાસ મેહરોત્રાને નવેમ્બર ૨૦૧૮ની રાજયના મુખ્ય આવકવેરા કમિશનર તરીકે કાર્યકારી નિમણુંક આપવામાં આવી છે. જયારે તે સમયનાં મુખ્ય આવકવેરા કમિશનર એસ.કે. જયસ્વાલને મુંબઈમાં ઈન્કમકટેક્ષ સેટલમેન્ટ કમિશનના વાઈસ ચેરમેન તરીકે નિમણુંક કરાતા આ જગ્યા ખાલી પડી હતી.

અમદાવાદ સીસીઆઈ ૨માં કાર્યરત આશા અગ્રવાલની ગત વર્ષે બદલી થતા તથા રાજકોટ સીસીઅઈનો ચાર્જ સંભાળતા એ.કે.જયસ્વાલની બદલી થતા આ બંને જગ્યાઓનો ચાર્જ મેહરોત્રાને આપવામાં આવ્યા છે. સીસીઆઈટી ટીડીએસના વડા તરીકે કાર્યરત આર.કે. શ્રીવાસ્તવ માર્ચ ૨૦૧૯માં નિવૃત થતા તેમનો વધારાનો ચાર્જ પણ મેહરોત્રાને અપાયો હતો. આ બદલીના નવા આદેશો બાદ મેહરોત્રા પાસે સીસીઆઈટી વડોદરાને બાદ કરતા રાજયની તમામ આવકવેરા કચેરીઓનાં મુખ્ય કમિશનર તરીકેનો હવાલો આપ્યો છે. વડોદરા સીસીઆઈટીમાં મુખ્ય કમિશનર તરીકે રણજીતસિંહ હાલ કાર્યરત છે.

ચૂંટણીના પરિણામોની જાહેરાત થાય તે પહેલા આ બદલીના હુકમો રાજયની આવકવેરા કચેરીઓમાં મુખ્ય કમિશનરોની ખાલી જગ્યાઓને કારણે થયેલા કામગીરીના ભરાવાને હળવો કરવા કરાયાનું હોવાનો સુત્રોએ દાવો કર્યો હતો. આવકવેરા વિભાગના વરિષ્ટ અધિકારીઓએ આ બદલીના હુકમો રાજકીય કારણોસર થયાના વાતોને નકારી કાઢી હતી એક વરિષ્ટ આઈઆરએસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતુ કે આવકવેરા વિભાગમાં વાર્ષિક અભ્યાસ મે અને જૂનની વચ્ચે થાય છે. પ્રમુખ મુખ્ય આવકવેરા કમિશ્ની નિમણુંકના આદેશ બાદ સીસીઆઈટીના મુખ્ય કમિશનર અને ડીરેકટર જનરલ ઓફ ઈન્કમટેક્ષની બદલીના હુકમો ટુંક સમયમાં થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.