અજય ભાદુને રાષ્ટ્રપતિના અંગત મદદનીશ બનાવાયા!: બીજા ૬ અધિકારીઓ લાઇનમાં!!!

49
ajay-bhadoo-gets-personal-assistant-to-president-6-others-in-line
ajay-bhadoo-gets-personal-assistant-to-president-6-others-in-line

ગુજરાતના સનદી અધિકારીઓની કેન્દ્રમાં બોલબાલા!

રાજયનાં મુખ્ય સચિવ જે.એન. સિંગ સહિતનાં છ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર લઈ જવા મોદી સરકારની તજવીજ

મોદી ૨.૦ સરકાર બન્યાનાં હજુ બે મહિના પણ નથી થયાં ત્યાં ગુજરાતમાંથી કાર્યક્ષમ અને વિશ્વાસી અધિકારીઓને દિલ્હી લઈ જવાનું શરૂ થઈ ગયું છે. પાછલા એક જ સપ્તાહમાં ગુજરાત કેડરનાં ૪ આઈએએસ અધિકારીઓને દિલ્હીનું તેડું આવ્યું છે. રાજય વહિવટી વિભાગનાં સુત્રોનું માનીએ તો હજુ આગામી દિવસોમાં બીજા અડધો ડઝન કરતા વધારે હોનહાર અધિકારીઓને દિલ્હીનું તેડું આવી શકે છે. જેમાં રાજયનાં હાલના ચીફ સેક્રેટરી જે.એન. સિંહ પણ સામેલ છે. તાજેતરમાં આવો જ એક કાર્યક્ષમ સનદી અધિકારી અજય ભાદુને દિલ્હી ડેપ્યુટેશન પર લઈ જઈને રાષ્ટ્રપતિનાં અંગત મદદનીશ બનાવાયા હતા.

નિષ્ણાંતોનું માનવું છે કે રાજયની બ્યુરોક્રસીમાંથી કાર્યક્ષમ અધિકારીઓ અને ટોચની પોસ્ટ પર રહેલા અધિકારીઓને ગુજરાતમાંથી લઈ જવામાં આવતા રાજયનાં વહિવટી વિભાગમાં ટેલેન્ટની ઉણપ સર્જાશે તેટલું જ નહીં પરંતુ રાજયમાં પોલિસી પેરાલીસીસ પણ આવશે તેવી સંભાવના છે. બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીનાં વહિવટી તંત્રમાં ગુજરાત કેડરનાં અધિકારીઓનાં વધતા વર્ચસ્વનો ફાયદો કેન્દ્રમાં રાજયનાં પ્રભાવને વધારે મજબુત બનાવશે.

જયારે નરેન્દ્ર મોદીએ પહેલીવાર ૨૦૧૪માં વડાપ્રધાન પદનાં શપથગ્રહણ કર્યા ત્યારે આ જ રીતે ગુજરાત કેડરનાં આઈએએસ, આઈપીએસ અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસનાં અધિકારીઓને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. મોદી સરકારની પહેલી ટર્મમાં આ રીતે ૧૮ જેટલા ગુજરાત કેડરનાં અધિકારીઓને દિલ્હી દરબારમાં સ્થાન મળ્યું. જયારે જે ૯ જેટલા ગુજરાત કેડરનાં અધિકારીઓ દિલ્હી દરબારમાં પહેલાથી હતા તેમને મહત્વનાં સ્થાને નિમણુક કરવામાં આવી હતી. વડાપ્રધાનનાં પ્રિન્સીપાલ સેક્રેટરી હસમુખ અઢિયાને રેવન્યુ સેક્રેટરી બનાવાયા. જોકે પાછલા બે વર્ષમાં ચુંટણી પ્રકિયાઓને કારણે રાજયમાંથી કાર્યક્ષમ અધિકારીઓને દિલ્હી લઈ જવાનાં કાર્યક્રમ પર બ્રેક લાગી હતી પરંતુ હવે ફરી એકવાર રાજયનાં હોંશિયાર અધિકારીઓને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

Loading...