Abtak Media Google News

માથા ફરેલ હિરો અને સીધી સાદી હિરોઇનની વાર્તા દર્શકોને સીટ પર જકડી રાખશે: ફિલ્મના ટ્રેલરને બહોળો આવકાર: ફિલ્મની સ્ટાર કાસ્ટ ‘અબતક’ની વિશેષ મુલકાતે

ગુજરાતી ફિલ્મ એની માને આગામી તા.ર૭ના રોજ રાજકોટ સહીત ગુજરાતભરમાં રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે આજરોજ અબતકની મુલાકાતે આવી હતી. ફિલ્મના ડિરેકટર જય જીબી પટેલ અને પ્રોડયુશર શીજું કટારીયાએ ફિલ્મ અંગે મન મૂકીને રોચક વાતો કરી હતી.

Dsc 0413 1તેમણે કહ્યું હતું કે, ફિલ્મ તદન નવા જ વિષય ઉપર આધારીત છે. ફિલ્મમાં ૭ ગીતો છે જેમાં સૂફી, ગરબા, રોમેન્ટીક સહીતના સંગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મના ડીરેકટર જય પટેલ ફિલ્મના નાયક પણ છે.

જયારે પ્રોડયુશર શીજું કટારીયા ફિલ્મમાં હિરોઇન છે.અભિનેતા જય જીબી પટેલ જણાવ્યું હતું કે આ ફિલ્મનું ૭૦ ટકા શુટીંગ સુરતના ભાગળ પર ખાંડગલી શેરીમાં અને બાકીનું શુટીંગ કામરેજ અને ઓલપાડમાં થયું છે.

Dsc 0418

‘એની માને’એક સુરતી પોયરા (છોકરા) ભોસુ ઉર્ફે ભોળુ સુરતવાળા ની વાર્તા છે જેનું મગર સીધા કરતાં ઉંધા કામોમાં વધુ ચાલે છે અને પોતાની જાતને રોકસ્ટાર સમજે છે. કોઇના કહ્યા માં ના આવતા આ નમુના ભોસુ થી પ્રાચીન સુરતના ભાગોમાં દરેક વ્યકિત હરેાન છે. ભોસુનુ પાત્ર ભજવનાર જય જીબી પટેલ ટેલીવિઝન એકટર રહી ચુકયા છે. અને ઘણા બધા ભારતીય ટેલીવિઝન અને વેબ સીરીઝમાં કામ કરી ચુકયા છે. તેમના જાણીતા શો કાનાકૂસી, રામાયણ, શનિદેવ, સૂર્યપુરાણ અને ચંદ્રગુપ્ત મૌર્ય છે. એનડી ટીવી ઇમેજીન પર આવતા રામાયણ માં ઇન્દ્ર દેવ તરીકેના તેમના રોલ માટે જાણીતા છે. જય જીબી પટેલએ ત્રણ વર્ષ પહેલા ટેલીવિઝન છોડી દીધું અને ફિલ્મોમાં આવ્યા અને પોતાના બેનર શીજય એન્ટરટેઇમેન્ટ હેઠળ સફળતાપૂર્વક એની માને ફિલ્મનું ડીરેકશન કર્યુ.

ફિલ્મની વાર્તા માં ભોસુ આગળ જતા અચાનક કોઇને પૂછયા કહ્યા વગર એક પંજાબી છોકરીના પ્રેમમાં પડે છે અને શરુ થાય છે ગુજજુ-પંજુ લવસ્ટોરી, ગુજરાતના પંજાબી ઘરની એક સીધી સાદી અને ભોસુથી સાવ વિપરીત સ્વભાવ ધરાવતા દીકરી આ જંગલી સાંઢને લાઇન પર લાવવાના દરેક પ્રયાસ કરે છે. ફિલ્મમાં પંજાબી છોકરીનો રોલ કરનાર શીજુ કટારીયા જાણીતી ટીવી અને બોલીવુડ અભિનેત્રી છે. તેમણે ૮૦ થી વધુ હિંદી ટેલીવિઝન શો અને છ જેટલી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. સ્ટારપ્લસ ના જાણીતા શોબેહને માં સ્મૃતિ ના પાત્ર તરીકે જાણીતી છે . હિંદી ઇન્ડસ્ટ્રી માં સફળતાપૂર્વક ૧૬ વર્ષ સુધી અભિનય બાદ પોતાના પ્રોડકશન હાઉસ શીજય એન્ટરટેઇન્મેન્ટ હેઠળ સફળતાપૂર્વક ‘એની માને’ફિલ્મ પ્રોડયુઝ કરી.

Dsc 0425રાજકોટની મુલાકાત દરમિયાન ફિલ્મ કાસ્ટે જણાવયું હતું કે આ ફિલ્મ ૨૭ જુલાઇ ના રોજ સીનેમાઘરોમાં રીલીઝ થશે. ભોસુ જેવા ધમાલી નબીરાએ અને તેમના આવા હોછા પાછળ જવાબદાર ઘર તથા સમાજ માટે મનોરંજન રીતે ઘણા સારા સંદેશ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.