એશ્વર્યા રાય અને આરાધ્યનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

કોરોનાગ્રસ્ત બચ્ચન પરિવારમાંથી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના પાંચ દિવસ પછી ઐશ્વર્યા અને આરાધ્યાને નાણવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હવે દસ દિવસ હોસ્પિટલમાં ગાળ્યા પછી આજે સોમવારે તેમને રજા આપવામાં આવી છે.

જોકે નોંધપાત્ર બાબત એ છે કે એમની સાથે જ કોરોના પોઝિટિવ આવેલા અમિતાભ અને અભિષેક બચ્ચન પણ એ જ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

Loading...