ઐશ્ચર્યા મજમુદારનાં ‘શ્યામ વ્હાલા’ ગીતે ધૂળેટીમાં મચાવી ધૂમ

એક જ દિવસમાં દોઢ લાખથી વધારે વ્યુઝ પણ મેળવી ચૂકયું છે

હોળી માટે આમ તો ઘણા બધા ગીતો ગવાયા અને લખાયા છે. તેમ છતા તાજેતરમાં રિલીઝ થયેલું આ ગીત ‘શ્યામ વ્હાલા’ ખૂબજ ખાસ બને છે.

તેનું કારણ છે ઐશ્ર્ચર્યા મજમુદારનો સ્વર અને ચેતન ધાનાણીના શબ્દો આ ગીતમાં ઐશ્ર્ચર્યાની એકિટંગ પણ જોવા મળે છે.

ઐશ્ર્ચર્યા મજબુદારે ગાયેલુ ગીત ‘શ્યામ વ્હાલા’ રિલીઝ થઈ ગયું છે. અને રિલીઝ થતાંની સાથે એક જ દિવસમાં દોઢ લાખથી વધારે વ્યુઝ પણ મેળવી ચૂકયું છે. જેમ હોળી પ્રિયજન વિના અધુરી છે તેમ સંગીત વિના જીવન પણ અધુરી છે.

ત્યારે આ ગીતમાં પણ પ્રેમ અને શ્યામની રાહ જોવામાં આવે છે. અને પ્રિયજ સાથે ધૂળેટી રમવાની વાત કરેલ છે.

Loading...