Abtak Media Google News

એર ઇન્ડિયા ગૃ્રપ દ્વારા રોજ ૬૭૪ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે એર ઇન્ડિયાને હાલમાં દરરોજ ૬ કરોડ રૂપિયાની ખોટ થઇ રહી છે

પાકિસ્તાને ફેબ્રુઆરીમાં ભારત તરફથી આવતા- જતા વિમાનોને પોતાના એર સ્પેસમાંથી પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ નિર્ણયને કારણે સરકારી કંપની એર ઇન્ડિયા(અઈં)ને અત્યાર સુધી ૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ગયું છે. તેનું કારણ એ છે કે એર ઇન્ડિયાને હવે દિલ્હીથી યુરોપ, ખાડી દેશો અને અમેરિકા જતી લાંબા રુટની ફલાઇટોને ફેરવવીને મોકલવી પડે છે.

નુકસાનની ભરપાઇ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે માગણી પાકિસ્તાને લાદેલા પ્રતિબંધને લીધે એર ઇન્ડિયાને ફ્યુઅલ ખર્ચ, કેબિન સ્ટાફ ખર્ચ અને ફ્લાઇટ્સની સંખ્યા ઓછી કરવાને કારણે દરરોજ ૬ કરોડ રૂપિયાની ખોટ થઇ રહી છે. આ નુકસાનની ભરપાઇ માટે એર ઇન્ડિયાએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે માગ કરી છે. અમેરિકા એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને ૨થી ૩ કલાક વધુ લાગી રહ્યા છે. તેમજ યુરોપ જતાં વિમાનોને પણ વધુ બે કલાક લાગે છે. કંપની પાસે ફ્લાઇટ રદ કરવા કે ઓછી કરવાનો વિકલ્પ છે પરંતુ રાષ્ટ્રીય કંપની હોવાને લીધે એવું કરી શકતી નથી.

બીજા દિવસે પણ અઈંની ૧૩૭ ફ્લાઇટ મોડી પડી એર ઇન્ડિયાના ચેક ઇન સોફ્ટવેરમાં ખામીને કારણે ૨૪ કલાક પછી પણ ફ્લાઇટ્સ મોડી પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. રવિવારે સરકારી એરલાઇન્સની ૧૩૭ ફ્લાઇટ્સ સરેરાશ ૨થી ૩ કલાક વિલંબથી ચાલી રહી હતી. એરલાઇન્સે રવિવાર સુધી ફ્લાઇટમાં વિલંબની સમસ્યા ઉકેલાઈ જવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ એવું થયું નહીં.

એર ઇન્ડિયા દરરોજ ૪૭૦ ફ્લાઇટ ઓપરેટ કરે છે. જ્યારે એર ઇન્ડિયા ગ્રૂપની રોજની ફ્લાઇટોની સંખ્યા ૬૭૪ છે. નોંધનીય છે કે એટલાન્ટાની કંપની એસઆઇટીએની પેસેન્જર સર્વિસ સિસ્ટમ (પીએસએસ) સોફ્ટવેર શનિવારે પરોઢે ઠપ થઇ ગઈ હતી. જેના લીધે કંપનીની વિશ્વભરમા ૧૫૫ ફ્લાઇટ્સ બે કલાક કરતા વધુ સમય સુધી મોડી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.