Abtak Media Google News

હાલ ભારતના ઘણા રાજયોમાં તીડની આતંક ખુબ મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના પાકની સાચવણી માટે તન તોડ મહેનત કરતા હોવા ત્યારે તીડ પાકને ખાઇ જવાથી ખેડુતોને આથિક નુકશાન થતું હોય છે. વર્ષોથી તીડનો પ્રશ્ર્ન ખેડૂતોને મુંઝવતી આવ્યો છે. ત્યારે ભારતીય વાયુદળના ચોપર હેલીકોપ્ટર દ્વારા તીડ પર દવા છાંટવાની કામગીરી કરવામાં આવશે.

ભારતીય વાયુદળના એમ.આઇ.-૧૭ હેલીકોપ્ટર દ્વારા તીડના આક્રમણને નિવારવા માટે કામે લગાડવામાં આવશે કૃષિ મંત્રાલય દ્વારા દવાના છંટકાવ માટેના યંત્રો ઇન્ડીયન એરફોર્સના શકિનશાળી એમ.આઇ.- ૧૭ હેલીકોપ્ટર સાથે જોડીને તીડનો આક્રમણ હોય તેવી જગ્યાઓ પર દવાનું છંટકાવ કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા યુરોપીયન ઇન્ડીયન દેશો પાસેથી શકિતશાળી અને મોટી સ્ટ્રોરેજ ક્ષમતા ધરાવતાં તેમજ મોટી કિંમતના દવા છાંટવાના ઉપકરણોની આયાત કરશે અને તેમને એમ.આઇ. ૧૭ હેલીકોપ્ટર સાથે આ ઉપકરણો ફીટ કરવામાં આવશે. સેનાની વાયુદળ સેના તેમજ

ઉડીયન વિભાગ અને ઉઘોટ જેવા સરકારના અલગ અલગ મંત્રાલયોના સંયુકત સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેનાથી ર૭ વર્ષના સમય ગાળામાં તીડના થતા હુમલા સામે વિજય મેળવી શકાશે. સરકારની કાર્યવાહક સમિતિ દ્વારા હેલીકોપ્ટર કંપનીઓ સાથે ભાવ અંગેની વાટાધાટ અને કિંમતો સાથેના કરાર માટેની ટુંક સમયમાં જ સહમતી મેળવી લેવાશે.

ડી.જી.સી.એ ના વરિષ્ઠ અધિકારી અને ઉડીયન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉડીયન મંત્રાલય દ્વારા કૃષિ વિભાગના તીડ વિરોધી અભિયાનમાં ડ્રોનના ઉપયોગ માટેની મંજુરી આપી હતી. ત્યારે હાલ સરકાર પોતાના વિવિધ મંત્રાલયો વચ્ચે તીડ વિરોધી કાર્યવાહી માટે સંકલન કરીને પ ડ્રોન કંપનીઓને વર્ક ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં જ તીડના આક્રમણ માટે હોટસ્પોટ બનેલા રાજસ્થાનના બારમેર, ફલોદી, નાગોરે અને બિકાનેર જિલ્લાઓમાં આવતા અઠવાડીયામાં જ ડ્રોન તૈનાત કરી દેવામાં આવશે.

જો કે છેલ્લા બે ત્રણ વર્ષમાં જ ખેત પેદાશોની માંગમાં વધારો અને કિંમતમાં ધટાડાની સ્થિતિને કારણે ગ્રામ્ય સ્તરે પાકના ઉતારાના સર્વે માટે ડ્રોન સેવા આપતા ગ્રામ્તસ્તરના સર્વિસ પ્રોવાઇડ રીતે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેતના ઉપયોગ માટે ટ્રેકટર, બિયારણ, હાર્ડવેરની જેમ ડ્રોનના ઉપયોગ, વેચાણ અને ખરીદી માટે પણ સરકાર પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. ત્યારે સરકાર દ્વારા તીડના આક્રમણ સામે લડવા માટે ડ્રોનને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ આવનારા થોડા સમયમાં જ વાયુદળના એમ.આઇ. ૧૭ હેલીકોપ્ટર દ્વારા પણ દવાનો છંટકાવ માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.