Abtak Media Google News

હાલમાં ભલે શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂરની ચર્ચા હોય અને તે તમામ પેજ થ્રી પાર્ટીની રોનક બનતી હોય, પરંતુ જ્યારે મમ્મી શ્રીદેવીની એન્ટ્રી પડે ત્યારે  જ્હાન્વી પણ ઝાંખી પડી જાય છે આ અમે નથી કહેતા, પરંતુ શ્રીદેવીનો નવો લુક કેય છે.

હાલમાં જ શ્રીદેવીનો બ્રાઇડલ લુક ચર્ચા જગાવી રહ્યો છે. અને 54 વર્ષની ઉંમરે બ્રાઇડલ બનેલી શ્રીદેવી  કોઈ કયામતથી ઓછી નથી લાગી રહી. વાસ્તવમાં શ્રીદેવી બેંગ્લુરૂમાં રેમ્પ પર ઉતરી હતી અને તેણે આ ઉંમરે  લાલ રંગના વેડિંગ ચણિયાચોળી પહેર્યા હતા.

શ્રીદેવીએ જે વેડિંગ ચણિયાચોળી પહેર્યા હતા તે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા હતા. અને શ્રીદેવી  મનીષ મલ્હોત્રાની શૉ સ્ટોપર બની હતી. અને અન્ય કેટલાક કલાકારો તથા સ્પોર્ટસ સેલિબ્રિટીએ પણ અહીં રેમ્પ વૉક કર્યું હતુ. જોકે શ્રીદેવીનો ગોર્જિયસ લુક કંઇક અલગ જ હતો.  જ્યારે શ્રીદેવી રેમ્પ પર આવી તો લોકો તેની પરથી પોતાની નજર નહોતી હટાવી શક્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.