Abtak Media Google News

કાલે સવારે કણસાગરા કોલેજથી કિસાનપરા ચોક સુધી રેલી: બપોરે ૧૧ વાગ્યે આત્મીય કોલેજમાં રેડરિબન

એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્ર્વ એઈડસ દિવસના પૂર્વ સૂર્યોદયે આજરોજ વિરાણી હાઈસ્કુલ ખાતે ભવ્ય એઈડસ જનજાગૃતિ રેડ રિબન બનાવી હતી જેમાં ૧૫૦૦ છાત્રો જોડાયા હતા.

સંસ્થાનાં ચેરમેન અ‚ણ દવે પ્રોજેકટ ચેરમેન વિશાલકમાણી વિરાણીના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, સ્પોર્ટસ ટીચર જી.બી. હીરપરા, યોગવીરડાંગર વિવિધ સંસ્થાના પ્રતિનિધિ ચિરાગ ધામેચા, કપિલ પંડયા, શૈલેષ પંડયા, વિવેકભાઈ તન્ના સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આવતીકાલે વિશ્ર્વ એઈડસદિવસે શહેર જિલ્લાની ૧૦૦૦થી વધુ શાળામાં છાત્રો પોતાની સ્કુલમાં રેડરિબન બનાવશે. આ પ્રોજેકટમાં દોઢલાખ છાત્રો જોડાશે સવારે કણસાગરા કોલેજના સહયોગથી કાલાવડ રોડ થી કિસાનપરા ચોક ખાતે વોક ફોર એઈડસને ૧૧ વાગે આત્મીય કોલેજ ખાતે ૧૫૦૦ છાત્રોની રેડરિબન બનાવાશે.

આવતીકાલે ૧ લી ડીસેમ્બરે સૌ નગરજનો રેડરિબન પીન અપ કરીને રાજકોટને રેડરિબન નગર બનાવવા એઈડસ કલબના ચેરમેન અ‚ણદવે એ અનુરોધ કર્યો છે તા.૩૧ મી માર્ચ ૨૦૧૮ સુધી સંસ્થા દ્વારા ૨૦૦ થી વધુ કાર્યક્રમો વિશ્ર્વ એઈડસ દિવસ અનુસંધાને યોજાશે. આ વર્ષનાં લડત સુત્ર રાઈટ ટુ હેલ્થ નો પ્રચાર પ્રસાર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.