અમદાવાદ: સાબરમતી રીવરફ્રન્ટ પર આજે સાંજે વડાપ્રધાનની સભા

Narendramodi | Ahemedabad
Narendramodi | Ahemedabad

આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જનતા જનાર્દનને સંબોધન કરશે. અમદાવાદના શહેર અધ્યક્ષે માહિતી આપી હતી કે, આજે સાંજે છ વાગે અમદાવાદના આંગણે વિકાસના ઉત્તમ મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલા રિવરફ્રન્ટ ઉપર લોકલાડીલા વડાપ્રધાનની સભા થશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મોદીના ભાષણોનો લ્હાવો લેવા પ્રજાજનો હંમેશા આતુર રહે છે. મોદીની ઐતિહાસિક જાહેરસભાની વ્યવસ્થામાં કાર્યકરો લાગી ગયા છે.

હું છુ વિકાસ, હું છું ગુજરાતના સુત્રો તથા કેસરિયા રંગે સભાસ્થળને રંગી દેવામાં આવ્યું છે. ચૂંટણીને લઇને તમામ તૈયારી હાલ થઇ રહી છે.

Loading...