Abtak Media Google News

આઈપીએસ ઓફિસર જ્ઞાનચંદ્રસિંઘ મલીક બાદ હવે એ.કે.સિંઘ કેન્દ્રમાં જશે તેવી ચર્ચા

ગુજરાતના વધુ એક આઈપીએસ ઓફિસરની કેન્દ્રના વહીવટમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંઘને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ પોલીસ કમિશનર એ.કે.સિંઘે પત્ર લખીને કેન્દ્રના વહીવટમાં સામેલ થવાની ઈચ્છા વ્યકત કરી હતી.

સુત્રો પાસેથી વિગતો અનુસાર રાજય સરકારે પોલીસ કમિશનર એ.કે.સિંઘને નો-ઓબ્ઝેકશન સર્ટીફીકેટ આપી દીધુ છે. જેથી આધારભૂત સૂત્રો કહી રહ્યાં છે કે, અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ કેન્દ્રના ડેપ્યુટેશન પર જઈ શકે છે. તેમને કેન્દ્રમાં ડીજીપી તરીકે નિમવામાં આવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, આઈપીએસ અધિકારી જ્ઞાનચંદ્રસિંહ મલીક (હાલ સુરતના રેન્જ આઈજી)ને પણ બોર્ડર સિકયોરીટી ફોર્સ (બીએસએફ) માટે કેન્દ્રના ડેપ્યુટેશનની પરવાનગી મળી ગઈ છે. ટૂંક સમયમાં પંજાબ ખાતે તેમની પોસ્ટીંગ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવે અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંઘને પણ કેન્દ્રમાં ડેપ્યુટેશનની વાતે જોર પકડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.