Abtak Media Google News

ટનલ બનાવવાના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયુ : દરિયાની ૨૦ થી ૪૦ મિટર નીચે ૫૦ કિમીની ટનલ બનશે : ૩.૫ વર્ષમાં ટનલનું કામ પૂર્ણ કરી દેવાનો નિર્ધાર

ધ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ દેશની પહેલી અંડરસી એટલે કે દરિયા નીચેથી પસાર થતી ટનલ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર મહત્વકાંક્ષી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરનો હિસ્સો છે. બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે ૫૦૮ કિ.મીનું અંતર કાપશે. તેમાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્સથી કલ્યાણ શિલફાટાનો ૨૧ કિ.મીનો વિસ્તાર દરિયા નીચેથી ટનલમાં પસાર થશે. તેમાંથી ૭ કિ.મીમાં થાણાની ખાઈ આવેલી છે. ૧.૮ કિ.મી દરિયા નીચે બાંધવામાં આવશે અને બાકીનો વિસ્તાર ખાડીની બાજુમાં આવેલા જંગલ જેવા વિસ્તારની નીચેથી પસાર થશે.

Pic 3 123

મંગળવારે આ ટેન્ડર રીલીઝ કરાયું હતું. તેમાં આ ટનલના બાંધકામ ઉપરાંત ટનલ બોરિંગ મશીન (TBM) અને નવી ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડની મદદથી ડબલ લાઈન હાઈ સ્પીડ રેલવેના બાંધકામનો પણ સમાવેશ થાય છે. ટેન્ડર મુજબ આ કામ ૩.૫ વર્ષ એટલે કે ૧૨૮૦ દિવસમાં પૂરુ કરવાનુંરહેશે. ગયા વર્ષે NHSRCL, RITES Ltd, જાપાનના કાવાસાકી જિયોલોજિકલ એન્જિનિયરિંગે દરિયા નીચે ટનલ બનાવવા માટે જિયો-ટેક્નિકલ સંશોધન કર્યું હતું. ટીમે દરિયાનું બંધારણ સમજવા માટે સ્ટેટિક રિફ્રેક્શન ટેકનિક (SRT) સર્વે હાથ ધર્યો હતો. ગયા વર્ષે ફાઈનલ રિપોર્ટ સબમિટ કરાયો હતો.

આ ટનલ એ રીતે બનાવાશે કે દરિયાઈ જીવોને શક્ય તેટલી ઓછી હેરાનગતિ પહોંચે. આ ટનલ જમીનથી ૨૦થી ૪૦ મીટર નીચે બનાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું, ટનલ બનાવવા માટે પર્યાવરણને લગતા તમામ ક્લીયરન્સ અને કોસ્ટલ રેગ્યુલેશન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મેળવી લેવાઈ છે. નેશનલ બોર્ડ ઑફ વાઈલ્ડલાઈફ અને વનવિભાગે પણ એપ્રુવલ માટે હામી ભણી દીધી છે. ગયા મહિને NHSRCLએ ૫૦ કિ.મી લાંબા પ્રોજેક્ટ માટે ૨૩૭ કિ.મીની બિડ્સ મંગાવી હતી. સિવિલ કંસ્ટ્રક્શન ક્ષેત્રે આ સૌથી મોટો કોન્ટ્રેક્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.