Abtak Media Google News

રાહુલ ગાંધી હાજીર હો !!!

નોટબંધી વખતે રૂ.૭૫૦ કરોડની નોટોને ફેરવવામાં બેંકનું કૌભાંડ હોવાનું કહેતા બદનક્ષીમાં ફસાયા રાહુલ

એક તરફ ઈલેકશન કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસનાં વડા રાહુલ ગાંધીને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક દ્વારા બદનક્ષીના કાયદા અંતર્ગત કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે. એડિશનલ ચીફ મેજીસ્ટ્રેટ એસ.કે.ગઢવીએ ઠોસ પુરાવા મેળવ્યા બાદ બેંક વિશે ઘસાતું બોલનાર રાહુલ અને પાર્ટીના પ્રવકતા રંદીપ સુરજેવાલાને સમન્સ મોકલયું હતું.

જોકે રસપ્રદ વાત તો એ છે કે જે બેંકે બદનક્ષીનો દાવો કર્યો તેના ડાયરેકટર ભાજપના શહેનશાહ છે. ચુંટણી ઢંઢેરો હોય કે જાહેરસભા રાહુલ ગાંધી અવાર-નવાર જીએસટીને ગબ્બરસિંહ ટેકસ અને નોટબંધી વિશે બોલતા આવ્યા છે એમ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, ૨૦૧૬માં થયેલ નોટબંધી વખતે પ્રતિબંધીય કરાયેલ રૂ.૭૫૦ કરોડની નોટોને પાંચ જ દિવસમાં કન્વર્ટ કરવામાં બેંકની સંડોવણી હતી ત્યારે મુખ્ય ન્યાયાધીશ એસ.કે.ગઢવીએ પુરતા પુરાવા એકઠા કરી રાહુલ ગાંધી તેમજ તેના વકતા રંદીપ સુરજેવાલાને ૨૭ મેએ કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.