Abtak Media Google News

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટના કેસના આરોપીએ શાંતિ વિષય પર ઈનામ મેળવ્યું ! જે જાણીને પણ થોડુ અચરજ લાગે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ શહેરની શાંતિ ડહોળનાર શખ્સે જ મહાત્મા ગાંધી અને શાંતિ વિષય પરની પરિક્ષામાં પ્રતમ ક્રમાંક મેળવ્યો છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મહાત્મા ગાંધી અને શાંતિ વિષયક પર કેદીઓ માટે પરિક્ષાનું આયોજન નવજીવન ટ્રસ્ટ દ્વારા કરાયું હતુ કુલ ૮૦ માર્કસની પરિક્ષા હતી જેમાથી સીરીયલ બ્લાસ્ટના આરોપી સમસુદીન શેખે ૭૦ માર્કસ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો જયારે હસન રાજાએ ૬૯ માર્કસ મેળવી બીજો ક્રમ મેળવ્યો તો એયાને સૈયદે ૬૮ માર્કસ મેળવી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નવજીવન ટ્રસ્ટ દ્વારા ત્રણ અલ ગઅલગ ભાષા ગુજરાતી, હિન્દી અને ઈગ્લીશમાં પરિક્ષા લેવાઈ હતી. તેમજ આ પરિક્ષા મહાત્મા ગાંદીની ત્રણ બુકના આધાર પર લેવાય છે. જેમાં ગાંધી એવિન્જડ બાયોગ્રાફી, મંગલ પ્રભાત અને ગાંધીબાપુ પુસ્તકોનો સમાવેશ છે. આ પરિક્ષામાં કુલ ૮૫ કેદીઓએ ભાગ લીધો હતો જેમાં સીરીયલ બ્લાસ્ટના આરોપીએ અવ્વલ નંબર મેળવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.