Abtak Media Google News

અમદાવાદના  જીવરાજ પાર્ક વિસ્તારના એક કોમ્પ્લેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગી તે સ્થળે ટ્યૂશન ક્લાસીસમાં 16 વિદ્યાર્થી ટ્યૂશન માટે આવ્યા હતા. તમામને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આગના બનાવની જાણ થતાં ફાયર ફાયટરની 8 ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાની કામગીરીમાં ફાયરમેન લાગી ગયા હતા. ઘટનાને પગલે 2 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી.

આસપાસના રહેણાક વિસ્તારો પણ આ આગની ઝપેટમાં આવ્યા હતા અને ત્યાના સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ફાયર વિભાગે આજુ-બાજુના મકાનો ખાલી કરવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં તો રાહત અને બચાવની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. આગ એટલી બધી ભયાનક છે કે ત્યાના સ્થાનિક લોકોમાં અફરાતફરી મચીજવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.