Abtak Media Google News

પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય અને હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને કારણે એક ગાય ૧૦ વર્ષથી દરરોજ બે લીટર દૂધ આપે છે

પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય અને જેમાં હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને લઇ અને બનતી ઘટના પાલીતાણા ના સેંજળીયા ગામે સામે આવી છે.જેમાં એક ખેડૂતને ત્યાં રહેલી એક ગાય કે જેણે આજથી ૧૦ વર્ષ પહેલા એક જ વાર વાછરડી જે જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે આજદિન સુધી સળંગ દૂધ આપી રહી છે.આ બાબતે અનેકવાર ગાય માલિકે પશુ ડોકટરને બોલાવી તપાસ કરાવી હતી પરંતુ કોઈ ફેર પડ્યો ના હતો અને આજના દિવસે પણ તે રોજનું બે લીટર દૂધ આપી રહી છે.

પાલીતાણા તાલુકાનું સેંજળીયા ગામ કે જ્યાં રહેતા વલ્લભભાઈ ગુજરાતી કે જેમણે એક ગાય પોતાના ઘરે રાખેલી છે. આ ગાયે આજથી ૧૦ વર્ષ પહેલા એક વાછરડી ને જન્મ આપ્યો હતો અને ત્યારથી ગાય દૂધ આપી રહી છે. આ બાબતે ગાયના માલિકે અનેકવાર પશુ ડોકટરોને બોલાવી આ બાબતે તપાસ કરાવી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું ના હતું .આ બાબતે થોડા દિવસ પૂર્વે પાલીતાણાના પશુ ડોકટરને બોલાવી અને તપાસ કરાવી હતી જેમાં આ કોઈ ચમત્કાર નથી પરંતુ ગાયના શરીરમાં સર્જાયેલી હોર્મોન્સ ના ફેરફાર ને લઇ અને આ ગાય સતત દૂધ આપી રહી હોવાનું જણાવ્યું હતું.

આ ગાય ૧૦ વર્ષથી સળંગ દૂધ આપતી હોય જેને લઇ અને ગાયના માલિક પરિવાર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ ગાય વાછરડા ને જન્મ આપ્યા બાદ દોઢ વર્ષ સુધી દૂધ આપતી હોય અને અને પછી તે બંધ થઇ જાય છે ત્યારે તેમની આ ગાય ૧૦ વર્ષથી દૂધ આપી રહી છે અને જેમાં છેલ્લા બે વર્ષથી દૂધ ની માત્રા ઘટી છે અને બે લીટર દૂધ આપી રહી છે તેમ જણાવી રહ્યા છે.

અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી જેમાં એક ગાય ૧૫ વર્ષ સુધી દૂધ આપતી હોવાનું જાણવા મળ્યું હતું અને જેમાં તે પરિવારે તે ગાય મૃત્યુ પામતા એક પરિવારની જેમ તેની અંતિમવિધિ અને જમણવાર કર્યો હતો ત્યારે આ એક હોમોન્સ ના કારણે અપવાદ રૂપ કહી શકાય તેવી ઘટના માનવા માં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.