Abtak Media Google News

મુકેશ કચોરીવાળાની દુકાન પર સવારે અને સાંજે ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હોય છે. જોકે હાલ તે એક નવા કારણથી ચર્ચામાં છે. મુકેશને ટેક્સ વિભાગની નોટિસ મળી છે. કારણ કે તેની વાર્ષિક કમાણી 60 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયાની વચ્ચે આંકવામાં આવી છે. જોક મુકેશે જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી, આ સિવાય તે કોઈ ટેક્સ પણ ભરતો નથી. 12 વર્ષથી દુકાન ચલાવી રહેલા મુકેશને પ્રથમ વાર ટેક્સ નોટિસ મળી છે.

મુકેશ છેલ્લા ઘણાં વર્ષોથી કચોરી-સમોસા વેચી રહ્યો છે, જોકે થોડા દિવસો અગાઉ જ કોઈએ કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટને ફરીયાદ કરી દીધી હતી. બાદમાં ટેક્સ ઈન્સપેકટર્સની ટીમે તેની બાજુમાં આવેલી દુકાનમાં બેસીને મુકેશના વેચાણ પર દેખરેખ રાખવાનું શરૂ કર્યું.

આ કેસની તપાસ કરી રહેલા ઈન્ટેલિજન્સ બ્યુરો(એસઆઈબી)ના સભ્યોએ કહ્યું કે મુકેશે જાતે જ આવક અને તમામ ખર્ચની માહિતી આપી છે. તેણે જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એક વર્ષનો ટેક્સ પણ ચૂકવવો પડશે. 40 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવનારે માટે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તૈયાર ખાવા પર 5 ટકા ટેક્સ લાગે છે.

મુકેશનું કહેવું છે કે તેને નિયમની જાણકારી નથી. તે 12 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છે. જોકે તેને કોઈએ અત્યાર સુધી ટેક્સ સાથે જોડાયેલી ફોર્માલિટી વિશે વાત કરી નથી. તેનું કહેવું છે કે અમે સાધારણ લોકો છીએ અને જીવન ચલાવવા માટે કચોરી અને સમોસા વેચીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.