Abtak Media Google News

તાલાળા ખાતેથી આજે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ તાલાળા બસ સ્ટેશન અને પોરબંદર જિલ્લાનાં કુતિયાણા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. રૂા. ૨૧૬.૮૫ લાખનાં ખર્ચે નવનિર્મિત પામેલ તાલાળા બસ સ્ટેશન ૮૦૯૪ ચોરસ મીટરનાં વિસ્તારમાં પથરાયેલું છે જેમાં ૯૭૫ ચો.મીટરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. બસ સ્ટેશનમાં ચાર પ્લેટફોર્મ કાર્યરત છે. વિકલાંગ વ્યક્તિઓ માટે પણ ખાસ પ્રકારનાં શૈાચાલય તથા સ્લોપીંગ રેમ્પની સુવિધા ઉપલબ્ધ છે. મહિલાઓ માટે રેસ્ટ રૂમની સાથે મુસાફરો માટે બેઠક વ્યવસ્થા તેમજ વેઇટીંગ હોલ ઉપલબ્ધ છે.

Talala Bus Station Lokarpan Sport Kit Vitran 05 03 19 4

પોરબંદર જિલ્લાનું કુતિયાણા બસ સ્ટેશન રૂા. ૧૯૧.૯૫ લાખનાં ખર્ચે ૬૯૯૮ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. જેમાં ૮૮૦ ચો.મીટરમાં બાંધકામ અને ૬ પ્લેટફોર્મ છે. આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશનમાં સ્ટોલ, વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારનાં શૈાચાલય તથા સ્લોપીંગ રેમ્પની સવલત ઉપલબ્ધ છે. તેમ એસ.ટી. નાં વિભાગીય નિયામકશ્રી શાહે જણાવ્યું હતું.

Talala Bus Station Lokarpan Sport Kit Vitran 05 03 19 7

Talala Bus Station Lokarpan Sport Kit Vitran 05 03 19 9

બસ સ્ટેન્ડ લોકાર્પણ પ્રસંગે રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, પ્રવાસન નિગમનાં ડિરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, ગુજકોમાસોલનાં વાઇસ ચેરમેનશ્રી ગોવિંદભાઇ પરમાર, જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા, ડાયાભાઇ જોલોંધરા, લખમભાઇ ભેંસલા, પ્રવિણભાઇ વાદી, કિશોરભાઇ લક્કડ, મામલતદારશ્રી સાકરીયા, ડેપો મેનેજરશ્રી દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

Talala Bus Station Lokarpan Sport Kit Vitran 05 03 19 2

 

Talala Bus Station Lokarpan Sport Kit Vitran 05 03 19 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.