Abtak Media Google News

ખેતીપ્રધાન દેશમાં ખેતીને જ નડતો કાયદો!! ૧૯૬૦ના એએલસી કાયદા હેઠળ ખાતેદારની જમીન મર્યાદા ૫૧ એકરે બાંધી દેવાઈ જયારે ઉદ્યોગો માટે કોઈ જમીન મર્યાદા નહી

ખેડુતોને પ્રોત્સાહન આપવા બદલાતા સમય સાથે કાયદામાં પણ બદલાવ લાવવાની તાતી જરૂરીયાત

ઔદ્યોગીકરણ વચ્ચે પણ રાજયમાં છેલ્લા ૮ વર્ષમાં ૪ લાખ ખાતેદારો વધ્યા, એએલસી કાયદા હેઠળ થયેલા જમીનના કટકા પણ આ માટે કારણભૂત

ખેતી પ્રધાન દેશમાં ખેતી ને જ નડતા ૧૯૬૦ના એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગએકટે ખેડૂતોને વામણા બનાવી દીધા છે. એક તરફ સરકાર દ્વારા ખેતીની પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ એએલસીનાં કાયદા હેઠળ ખાતેદારો વધી રહ્યા છે. પરંતુ જમીનના કટકા થતા જઈ રહ્યા છે.

આ એકટમાં ખાતેદારની જમીન મર્યાદા ૫૧ એકરે બાંધી દેવાઈ છે. જયારે ઉદ્યોગો માટે કોઈ જમીના મર્યાદા ન રાખીને ખેડુતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ એકટના કારણે ઔદ્યોગીક્રણ વચ્ચે પણ રાજયમાં છેલ્લા ૮ વર્ષમાં ૪ લાખ ખાતેદારો વધ્યા છે. તેનું એક માત્ર કારણ એએલસી કાયદા હેઠળ થયેલા જમીનના કટકા છે.

ખેતી પ્રધાન દેશ ભારતમાં ખેતીનાં વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સરકાર અવનવી યોજનાઓ બનાવી રહી છે. પરંતુ જમીનના ઘણા કાયદાઓ એવા છે જે ખેડુતોને વામણા બનાવી રહ્યા છે.બદલાતાસમય સાથે આ કાયદાને પણ બદલવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. એક સમયે જયારે ખેડે તેની જમીનગણાતી હતી ત્યારે ઘણા ખેડુતોએ મસમોટી જમીનો પોતાના હસ્તક કરી લીધી હતી. ત્યારે ૧૯૬૦નો એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ લાગુ પડયો જે તે સમયે ફાયદા‚પ હતો.

આ કાયદા હેઠળ વિસ્તાર પ્રમાણે ખેડુતો માટે જમીનનું એક ચોકકસ માપ નકકી કરવામાં આવ્યું છે. જો આ ચોકકસ માપથી વધુ જમીન ખેડુત ધરાવતો હોય તો તે જમીન સરકાર ફાજલ કરી પોતાના હસ્તક કરી લે છે. આ જમીન મર્યાદા સરેરાશ ૫૧એકર આસપાસ રાખવામાં આવી છે. મોટી જમીન ધરાવતા ખાતેદારો જમીન ખેત ટોચ મર્યાદા કાયદાની ઝપટે ચડી ગયા બાદ હવે કોઈ મોટા ખાતેદારો બચ્યા નથી.

તો સરકારે હવે આ કાયદો નાબુદ કરી દેવો જોઈએ તેવી પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે. બદલાતા સમય સાથે જમીનનાં કાયદા પણ બદલવા જરૂરી છે. હવે મોટા ખાતેદારો વધ્યા નથી. ત્યારે ખેત જમીન ટોચ મર્યાદાના કાયદાએ જમીનનાં કટકા કરી નાખ્યા છે. જેના કારણે ઔદ્યોગીકરણ વચ્ચે પણ ગુજરાતી રાજયમાં છેલ્લા ૮ વર્ષમાં ૪ લાખ ખાતેદારો વધ્યા છે.

ઉદ્યોગો માટે સરકાર દ્વારા કોઈ પણ જમીન મર્યાદા રાખવામાં આવી નથી જયારે ખેડુતો માટે ખેત જમીન ટોચ મર્યાદા કાયદો હજુ સુધી અમલમાં રાખી ખેડુતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો સૂર ઉઠવા પામ્યો છે. ઔદ્યોગીકરણનાં કારણે ખેતીની જમીન ઓછી થઈ રહી છે. તેમ છતા રાજયમાં ૮ વર્ષમાં ૪ લાખ નવા ખાતેદારો ઉમેરાયા હોવાની વાત ચોંકાવનારી છે. ખેતીની જમીન ઘટી છે. પરંતુ ખાતેદારોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

ખરેખર ખેડુતોને સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ મારફતે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે તો સામે અમુક જુના કાયદાઓ ખેડુતોને નડતરરૂપ પણ થઈ રહ્યા છે ત્યારે ખેડુતોના લાભાર્થે તેમજ ખેતીના વ્યવસાયના વિકાસ માટે બદલાતા સમયના કાયદામાં પણ બદલાવ લાવવાની તાતી જ‚રીયાત છે.

એએલસીનાં કાયદાએ ખેતીના વ્યવસાયને ઘણુ નુકશાન પહોચાડયું

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ ખેડુત ખાતેદારની જમીન ૧ યુનિટ એટલે કે ૫૧ એકરથી વધુ હોવી ન જોઈએ ત્યારે મોટી જમીન પર ખેતીનો વ્યવસાયા કરવા ઈચ્છુકોને એએલસીનો કાયદો નડતર રૂપ થયો છે. આવા ઘણા લોકો એએલસીનાં કાયદાનાં કારણે ઉદ્યોગો તરફ વળ્યા છે. આ ઉપરાંત ઘણા ખરા લોકોએ વિદેશોમાં મોટી જમીનો લઈને ત્યાં ખેતી શરૂ કરી છે. આમ એએલસીનો કાયદો ખેતીનાં વ્યવસાય માટે નડતર રૂપ સાબીત થયો છે.

યુનિટ બાબતે હજુ પણ વિસંગતતા

એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ ૧૯૬૦ના કાયદામાં ખેડુતોની યુનિટ પ્રમાણે જમીન મર્યાદા નકકી કરવામાં આવી છે. પરંતુ આ યુનિટ બાબતે હજુ વિસંગતતા છે. જેમકે રાજકોટ જિલ્લામાં યુનિટમાં ૫૧ એકર જમીન ગણવામાં આવે છે. તેમ સુરેન્દ્રનગર જિલ્લામાં યુનિટમાં ૫૪ એકર જમીન ગણવામાં આવે છે. આજ રીતે અનેક જિલ્લાઓમાં યુનીટમાં અલગ અલગ જમીનનો માપ નકકી કરાયો હોવાથી વિસંગતતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.