Abtak Media Google News

કોઈ પણ ક્ષેત્ર, રાજ્ય કે દેશના વિકાસ માટે કૃષિ સેક્ટરનો મહત્વો ફાળો છે. દરેક ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કૃષિ વગર ઉદ્ધાર નથી. ત્યારે ગુજરાતમાં ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રૂપાણી સરકારે વધુ એક વખત મહત્વનો કૃષિલક્ષી નિર્ણય લીધો છે. આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી બાગાયતી પોલિસીની જાહેરાત કરી છે.

સીએમ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સરકારે વર્ષ 2021થી 2025 માટે નવી બાગાયતી નિતી ઘડી છે. જે અંતર્ગત 50 હજાર એકર બિનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવાશે. દરેક વ્યક્તિ કે સંગઠન આ જમીન ખરીદી શકશે. ઓછામાં ઓછી 50 એકરથી લઈ વધુમાં વધુ 1000 એકર જમીન 30 વર્ષ માટે ફાળવાશે. જેમાં પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ ભાડું ચૂકવાસે નહિ. આ સાથે સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન લોન્ચ કર્યું છે. જે હેઠળ ગુજરાતના પાંચ જિલ્લા કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે.

Screenshot 2 15મુખ્યમંત્રીએ આ અંગે જણાવતાં કહ્યું કે, આ નવી પોલિસી અંતર્ગત સરકારના મુખ્ય 2 ધ્યેય છે એક બિનઉપજાવ જમીનને ઉપજાવ બનાવી ઉત્પાદકતા વધારવી અને બીજુ ફળફળાદિ, શાકભાજી તેમજ આયુર્વેદિક દવાઓની નિકાસ વધારી આવક રળવી તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવું.

નવી બાગાયતી પોલિસીના મહત્વના મુદ્દા

  • 50 હજાર એકર બિનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવાશે
  • ખેડાણ માટે 30 વર્ષ સુધી જમીન અપાશે
  • પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ ભાડુ નહીં વસુલાય
  • ઓછામાં ઓછી 50 એકર અને વધુમાં વધુ 1000 એકર જમીન અપાસે
  • મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન હેઠળ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરનો સમાવેશ
  • બંજર જમીનમાં ખેતી કરી ઉત્પાદકતા વધારવા પ્રયાસ
  • ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા થશે મદદરૂપ
  • ફળફળાદી, શાકભાજી અને આયુર્વેદિક દવાઓની નિકાસ વધશે
  • ફોરેસ્ટ ફાર્મિગને પ્રોત્સાહન મળશે
  • કૃષિક્ષેત્રે નવી રોજગારીની તકોનું સર્જન થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.