Abtak Media Google News

મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું છે કે, આપણો તાલુકો ઉત્તર, દક્ષિણ કે મઘ્ય ગુજરાતનાં તાલુકાઓ કરતાં ખેતીમાં આધુનીક પઘ્ધતિઓ અપનાવવામાં ઘણો પાછળ છે. મહુવા બજાર સમીતી  આવકનાં ૩૩ ટકા જેટલી રકમ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ ડ્રીપ ઇરીગેશન, તાર ફેન્સીગ, ઝટકા મશીન તૈયાર પાકનાં રક્ષણ માટે તાલપત્રી, કૃષિલક્ષી માર્ગદર્શન માટે શીબીરો વિગેરેનાં આયોજન સાથે આધુનીક લેબોરેટરીથી ચકાસણી વિગેરે પાછળ ખર્ચ કરે છે.

આવતા દિવસોમાં મહુવા તાલુકામાં ખેડુતો માટે કામ કરતી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી માર્કેટીંગ યાર્ડમાં તાલીમ કેન્દ્ર ખાતે ખેડુત સેવા કેન્દ્ર શરુ થઇ રહ્યું છે. જેમાં સરકારના ખેતીવાડી બાગાયત, પશુપાલન ત્થા આત્માાના અધિકારીઓ ખેડુતોને જરુરી માર્ગદર્શન આપશે. જેનો લાભ લેવા ભાવનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેને કર્યો છે.

વધુમાં ખેતી વિષયક બાબતો જેવી કે જમીન પાણીના નમુનાની ચકાસણી વિશે જણાવેલ હતું કે, ખેડુતોએ આ બાબતે સૌથી વધુ પ્રાથમીક આપવી જરુરી છે. જે પોતાની જમીન અને પાણીની લેબોરેટરીમાં ચકાસણી કરાવી તેનો રીપોર્ટ મેળવવાની છે. જમીનનું પણ આવું જ છે. આજ સુધી જમીનમાં કયા પાક માટે કયા તત્વો જરુરી છે. તે જાણ્યા વગર આપણે ખાતરો આપતા રહયા અને જે તત્વોની જરુર ન હોય તે આપતા રહ્યા અને ખર્ચ કરતા ગયા પરંતુ લેબોરેટરીના રીપોર્ટ મુજબ જે તે પાક માટે જે તત્વો ઘટે છે તે જ આપવામાં આવે તો પાકને મોટો ફાયદો થાય. આ બાબત સૌથી અગત્યની અને પાયાની છે.

હાલ મહુવા માર્કેટ યાર્ડમાં અત્યાધુનિક લેબોરેટરી કાર્યરત છે. જેમાં ખેડુતો પોતાની જમીનની માટી અને પાણીનાં નમુનાની માત્ર ‚રૂ.૧૦૦/- માં ચકાસણી કરાવી શકે છે.

તેમજ પાકમાં વિવિધતા અંગે તેમણે જણાવ્યું હતું કે સમયથી આપણા ખેત ઉત્પન્ન પોષણક્ષમ ભાવો મળતા નથી. જેના કારણોમાં મુખ્ય કારણ નવી ટેકનોલોજીના ઉપયોગથી વધેલા ઉત્પાદન મુજબની માંગ નથી. સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવર્તતા ભાવોની અસરો પણ આપણા દેશમાં કોઇ પણ વાવેતર કયા વિસ્તારમાં કેટલું થયું તે જાણવાની કોઇ સીસ્ટમ પણ નથી. માટે દરેક પાકનું  સંયમપૂર્વક પ્રમાણપત્ર વાવેતર કરવું અને કોઇ એક જ પાક વધુ મોટા પ્રમાણમાં ન કરતા પાકમાં વિવિધતા લાવી જુદા જુદા પાકોનું સમયની માંગ મુજબ વાવેતર કરવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે. તથા ટપક સિંચાઇ પઘ્ઘ્તિએ ખેતી રોગની એક દવા છે. ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ માટે ગ્રીન હાઉસ, નેટ હાઉસ વિગેરેના ઉપયોગથી વિપુલ પ્રમાણમાં અનુ ગુણવતાયુકત ઉત્પાદન મેળવી શકાય છે. ઘણી સરકારી સહાયો મળે તેનો અભ્યાસ કરી માહીતી મેળવી જરુરી પાકો માટે યોગ્ય આયોજન કરી શકાય અને નાના પાયેથી પણ ઉત્પાદન શરુ કરી શકાય.

રાજયની ચાર જેટલી કૃષિ યુનિવસીટીઓમાંથી વિવિધ પાકો માટેનું માર્ગદર્શન મળી રહે છે. કૃષિ તીર્થ તરીકે દરેક ખેડુતે વરસમાં ઓછામાં ઓછી એક યુનિવસીટીની એક વખત મુલાકાત લેવી જોઇએ.

મહુવા બજાર સમીતીએ રાજયના પ્રથમ દશ માર્કેટ યાર્ડોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યૂ છે. રાજયનાં ર૦૦ જેટલા માર્કેટ યાર્ડોમાં મહત્વનું માર્કેટ યાર્ડ આપણું મહુવા યાર્ડ બન્યું છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેત ઉત્પાદનોની સ્થિતી પુરવઠાની સ્થિતિ, કુદરતી, કારણોસર અન્ય દેશોમાં પાકોને થતાં નુકશાનીની માહીતી મેળવી પોતાના ખેતીપાકોનાં વાવેતર સંગ્રહ અને વેચાણનું આયોજન કરી શકાય.

તથા ગુણવતાયુકત ઉત્પાદન અને નિકાસ ત્થા માર્કેટીંગ અને પેકેજીંગ માટે ડુંગળી મુળ સ્વરુપે રીફર ક્ધટેનર યુરોપના દેશોમાં નિકાસ થતી હોય, બજાર ભાવ કરતા નિકાસના પસંદ થતી સફેદ ડુંગળીને ૨૫-૩૦ ટકા જેટલા ભાવો વધુ મળે છે. સુધારેલા બીયારણો, ડીપ ઇરીગેશનથી પિયત તેમજ કૃષિ વૈજ્ઞાનીકોના માર્ગદર્શન નીચે પકવવામાં આવતી ડુંગળી હજુ વિશેષ ઉંચા ભાવો મળી શકે તેમ છે.

ગુજરાતનો કપાસ પણ વિદેશમાં સારી માંગ ધરાવે છે. ત્યારે કવોલીટી અંગે વધુ ઘ્યાન કેન્દ્રીત કરવાથી ફાયદો થશે.

શીંગદાણાની નિકાસમાં પણ ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે. શીંગદાણાની નિકાસમાં નિકાસકારોની જાગૃતિ ખુબ જ જરુરી છે.

ખેત ઉત્પન્નના પુરતા નાણા મેળવવા માટે પેકીંગ અને માકેટીંગનું મહત્વ હાલનાં સમયમાં ખુબજ વધી ગયું છે. ખેડુત પોતાનું ખેત ઉત્પન્ન

યોગ્ય રીતે સફાઇ કરી, ગ્રેડીંગ કરી, વકકલ પાડી સારા પેકીંગમાં બજારાં મૂકે. તો કોઇપણ ચીજમાં ઓછામાં ઓછા ૧૦-૧૫ ટકા વધુ ભાવ મેળવી શકે. ખેત ઉત્પન્નની ગુણવત્તા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટેની ઉપયોગીતાની જાણકારી આપી વધુ ભાવો મેળવી શકાય ‘સજીીવ ખેતી’પઘ્ધતિથી તૈયાર કરેલ પાકોની જાણકારી આપી વિશેષ લાભો મેળવી શકાય છે તથા કૃષિષાકોની મૂલ્ય વૃઘ્ધિ સુધારી ખેતીપાકોને પ્રોસેસ કરી વિવિધ સ્વરુપે તૈયાર કરી બજારમાં મુકવામાં આવે તો અનેકગણો ભાવ મેળવી શકાય છે.ડુંગળીનું તથા લીલા શાકભાજીનું ડીહાઇડ્રેશન, બટેટાની વેફર, ફળોના જયુસ જામ બનાવવા વિગતે પ્રક્રિયાથી સારુ વળતર મળે છે. જેનો સિઘ્ધો ફાયદો કુુષિક્ષેત્રે મળી રહ્યો છે. તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.