ભણવામાં ઉંમર બાધ બને નહીં: ૮૮ વર્ષના વૃધ્ધા ગેટની પરીક્ષા આપશે !!

ભણવામાં ક્યારેય ઉંમર બાધ બની શકે નહીં. આ વાત ઉત્તરપ્રદેશના એક 88 વર્ષના વૃધ્ધાએ સાબિત કરી બતાવી છે.
આ વૃધ્ધા વ્યવસાયે સિવિલ એન્જીનિયર છે તેઓ 88 વર્ષની વયે ગેટની પરીક્ષા આપવાના છે. આ માટે તેમણે તાજેતરમાં નોંધણી કરાવી છે.

વાત કરીએ એન્જિનિયરિંગ માટેની આ પરીક્ષા વિશે તો આ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ- જીએટીઈમાં આ વખતે રેકોર્ડ બનવાનો છે. કારણ કે આ પરીક્ષા 88 વર્ષિય સિવિલ એન્જિનિયર આપવાના છે, જે સૌથી વૃદ્ધ ઉમેદવાર છે. જ્યારે બીજી બાજુ , રાજસ્થાનનો રહેવાસી 15 વર્ષનો યુવાન પણ આ પરીક્ષામાં ભાગ લેવાનો છે. જે સૌથી નાનો ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે,પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જીનિયરીંગ અને સાયન્સમાં પ્રવેશ મેળવવા માટે આ ગેટ પરીક્ષા યોજાય છે.

જોકે વરિષ્ઠ નાગરિકોની પરીક્ષામાં હાજર રહેવું એ હાલના સમયમાં અસામાન્ય નથી. આ અંગે આયોજીત સંસ્થાઓએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના આ 88 વર્ષીય ઇજનેરે એક નવું માપદંડ સ્થાપિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં 75 વર્ષના એક ઉમેદવારે આ રીતે પરીક્ષા આપી હતી. અગ્રણી સંસ્થાઓ ઉમેદવારો માટે વય પ્રતિબંધીત કરતી નથી. એક દાયકા પછી ત્રીજા વર્ષના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક રાષ્ટ્રીય પરીક્ષાઓ શરૂ થતાં, આઈઆઈટીએ તેમને પણ મંજૂરી આપી છે.

15 વર્ષનો વિદ્યાર્થી બીટેક કરી રહ્યો છે

15 વર્ષનો વિદ્યાર્થી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગથી બીટેક લઈ રહ્યો છે અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. આઈઆઈટી બોમ્બેના અને ગેટ ઓર્ગેનાઇઝિંગના પ્રમુખ દીપંકર ચૌધરીએ જણાવ્યું કે, આ વિદ્યાર્થી 2022 માં સ્નાતક થશે અને તેના મુખ્ય વિષય માટે ગેટની પરીક્ષા આપશે.

જણાવી દઈએ કે, સામાન્ય રીતે, બીટેક સ્નાતકો કે જેમની ઉંમર 21-22 વર્ષની છે તેઓ આ પરીક્ષા આપે છે. આ વર્ષે કોરોના મહામારી અને તેનાથી ફેલાયેલાં રોગચાળાને કારણે પરીક્ષા પાછળ ઠલવાઈ છે.જે આગામી ફેબ્રુઆરીમાસમાં યોજાવાની છે.
જેના ફોર્મ ઓક્ટોબર માસમાં ભરાઈ ગયા છે. આ વર્ષે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ છે.

20% કરતા પણ ઓછા લોકો GATE માં સફળ થાય છે

આઈઆઈટી-બોમ્બેના ડિરેક્ટર સુભાષિશ ચૌધરીએ કહ્યું કે સંસ્થા વરિષ્ઠ નાગરિકના આત્મવિશ્વાસ અને યુવાનોના ઉત્સાહથી ખુશ છું. ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે તે પણ અમારી સાથે ગ્રેજ્યુએટ વિદ્યાર્થી તરીકે જોડાશે. આ એક હોલમાર્ક પરીક્ષા છે. ફક્ત 20 ટકાથી ઓછા ઉમેદવારો પાસ થાય છે. પરંતુ 88 વર્ષના વૃદ્ધ ઉમેદવારનો આ પ્રયાસ અન્ય નાના ઉમેદવારોને પ્રેરણા આપશે.

Loading...