અગલ બરસ તું જલ્દી આ… ના નાદ સાથે ‘અબતક કા રાજા’નું ભકિતભાવપૂર્વક પાળ ખાતે વિસર્જન

93

‘અબતક’ પરિવારના આંગણે પણ ગણપતિદાદાની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી હતી. અબતક પરિવાર દ્વારા રોજ સવાર-સાંજ વિધિવત શ્રઘ્ધા પૂર્વક ગણપતિદાદાની પૂજા આરતી કરીવિવિધ પ્રસાદ અર્પણ કરવામાં આવતા હતા. અબતક પરિવાર જાણે ભકિતના રંગે રંગાઇ ગયો હતો. અંતે ગણપતિ દાદાની વિદાયનો દિવસ એટલે કે ભાદરવા વદ ચૌદશને દિવસે ગઇકાલે સાંજે વાજતે ગાજતે વિધિવત રીતે ગણપતિદાદાનું પુજન અને આરતી કરીને અગલે બરસ આના હૈ આના હી હોગા… ની મનોકામના સાથે અબતક પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ગણપતિદાદાનુ પાળ અને વિસર્જન કરવામાં આવ્યું. વિસર્જન વેળાએ ‘અબતક’પરિવારના સર્વે સભ્યો આસ્થાભેર જોડાયા હતા.

Loading...