Abtak Media Google News

પ્રથમ તબકકાના મતદાન દરમિયાન ઈવીએમ મશીનોમાં અનેક ક્ષતિઓ જોવા મળ્યાના આક્ષેપ સાથે ૨૧ વિપક્ષી પક્ષોના નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરી માંગ

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. અને પ્રથમ તબકકા બાદ બીજા તબકકાના મતદાન માટેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે, પ્રથમ તબકકામાં થયેલા મતદાનદરમ્યાન અનેક સ્થાનો પર ઈવીએમ મશીનોમાં ક્ષતિઓ જોવા મળીના આક્ષેપો સાથે દેશની ૨૧ વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓ વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ મુદે ચૂંટણી પંચને રજૂઆત કરવાની અને જરૂર પડયે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ફરીથી ખટખટાવીને મતગણતરી દરમ્યાન ૫૦ ટકા વીવીપેટ સ્લીપોને ઈવીએમના મતો સાથે સરખામણી કરવાની માંગ કરવાનો નિર્ણય કરાયો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ શનિવારે જ ચૂંટણી પંચના મુખ્ય કમિશ્નરને મળ્યા હતા રાજ નૈતિક પાર્ટીઓએ ઓછામાં ઓછા ૫૦% ઈવીએમને વીવીપેટ સાથે જોડીને મતગણતરી કરવાનો મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી સુનિલ અરોરા સમક્ષ માંગ કરી હતી.

કોંગ્રેસના નેતા અભિષેક સંઘવીએ જણાવ્યું હતુ કે વિપક્ષી દળો સુપ્રીમકોર્ટ ચૂંટણી પંચને મતગણતરીમાં ઓછામાં ઓછા ૫૦%ઈવીએમને વીવીપેટ સંલગ્ન ગણતરીની વ્યવસ્થા પ્રત્યેક વિધાનસભા મતક્ષેત્રમાં ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી છે. કોંગ્રેસના અભિષેક સંઘવીએ જણાવ્યું હતુ કે ચૂંટણી પંચને મતદાન દરમિયાન જે પક્ષનું બટન દબાવીને મતદાન કરાયું હોય એ મત એક પાર્ટીને જાય છે કે અન્યત્રને જાય છે તેની ખાતરી માટે વીવીપેટમાં સાત સેક્ધહના બદલે માત્ર ૩ સેક્ધડ આપવામાં આવે છે.

તે તરફ ધ્યાન આપવું જોઈએ અભિષેક સંઘવીએ જણાવ્યું હતુકે વિપક્ષ ઈવીએમની કાર્યક્ષમતાના મુદે રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશના ‚પમાં ઉઠાવશે તેમણે આક્ષેપ કર્યો હોય કે ઈવીએમના ઉત્પાદન અને તેની ચોકસાઈ માટે જે પગલા લેવા જોઈએ તે લેવાયા નથી સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને પ્રાપ્ત વિધાનસભા મત વિસ્તારમાં વીવીપેટ સાથે ઈવીએમની સંખ્યા એકમાંથી ૫ કરવાનું ચાલુ લોકસભાની ચૂંટણીમાં જ અમલ કરવાનો આદેશ આપી નવી પહેલ શરૂ કરી છે.

પરંતુ રાજકીય પક્ષોને ઈવીએમ વીવીપેટની સંખ્યા પાંચગણી કરવાનાં સુપ્રીમ કોર્ટના આદેશથી ઉભી થયેલી વ્યવસ્થામાં સંતોષ નથી રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ અને વીવીપેટના જોડાણની ટકાવારી ઓછામા ઓછી ૫૦% સુધી લઈ જવાની માંગ કરી છે.આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ એ વિપક્ષોની આ ચળવળની આગેવાની લીધી છે. તેમની આગેવાનીમાં ૨૧ વિપક્ષો એ ચૂંટણી પંચ સમક્ષ ઓછામાં ઓછા ૫૦% ઈવીએમને વીવીપેટ સાથે જોડી ગણતરીની માંગ કરી છે.

સુપ્રિમ કોર્ટ અગાઉ વિપક્ષોની લાગણીને ધ્યાને લઈ ચૂંટણી પંચને દરેક વિધાનસભા મત વિસ્તારમાં આ વખતે એકના બદલે પાંચ મશીનો પર વીવીપેટ સાથેની ગણતરી ઉભી કરવાનો આદેશ આપ્યો હતો. એક સંસદીય મત વિસ્તારમાં ઓછામાં ઓછી પાંચ વિધાનસભાની મત વિસ્તારમાં આ વ્યવસ્થા ઉભી કરવાથી આ ચૂંટણીમાં ઓછામાં ઓછા ત્રણ કલાકનો સમય લંબાશે મેં વિપક્ષની માંગણી મુજબ ઈવીએમની વીવીપેટની ૫૦%ની થીયેરીનો અમલ કરવામાં આવે તો પરિણામ ૩ થી ૫ દિવસ પાછુ ઠેલાય વિપક્ષોએ વધુ એકવાર ૫૦% ઈવીએમને વીવીપેટ સાથે જોડવાની માંગનો મુદો સુપ્રિમ કોર્ટનાં દરબારમાં પહોચાડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.