Abtak Media Google News

નાગરિકતા સુધારા ખરડા સામે પૂર્વોત્તર રાજ્યોમાં લાગેલી આગ આ રાજ્યોમાં પગદંડો જમાવી રહેલા ભાજપ માટે જોખમરૂપ સાબિત થવાની સંભાવના ; પરંતુ ભાજપ હિન્દુવાદી વિચારધારાવાળો પક્ષ હોવાનું દેશભરમાં પૂરવાર થઇ રહ્યું છે

ભારત પરનાં અંગ્રેજી હકુમતના સમયે અફઘાનિસ્તાનથી લઈને બર્મા સુધીનો વિસ્તાર હિન્દુસ્તાન ગરાતું હતુ પરંતુ અંગ્રેજીની ખંધી અને વેપારી નીતિ રીતિના કારણે અફઘાનિસ્તાન, બર્મા, ભુટાન તિબેટ નેપાળ પાકિસ્તાન વગેરે દેશો આઝાદ ભારતમાંથી બાકાત રહેવા પામ્યા હતા. જેથી એક સમય હિન્દી ફિલ્મોના ગીત મુજબ ‘મેરે પિયા ગયે રંગુન વહા સે કીયા હૈ ટેલીફોન’ પોતીકુ ગણાતુ રંગુન અને બર્મા વિદેશી બની જવા પામ્યું હતુ પશ્ર્ચિમ પાકિસ્તાનના શાસકોના અમાનુષી વર્તનથી પૂર્વ પાકિસ્તાન ભારતની મદદથી અલગ થઈ ને નવો દેશ બાંગ્લાદેશ બન્યો હતો. આ તમામ સમસ્યાઓને કારણે ભારત માટે શરણાર્થીઓ અને ઘૂસણખોરોની સમસ્યા ઉભી થઈ હતી. કહેવાય છે કે સરહદ પર રેખા ખેંચી લેવાથી લોકોના દિલમાં રેખા ખેંચી શકાતી નથી.

દાયકાઓથી ભારત દેશના ખા કરીને પૂર્વોત્તરના પશ્ર્ચિબંગાળ, આસામ, ત્રિપુરા, અને મેઘાલય જેવા રાજયોમાં બાંગ્લાદેશી અને મ્યાનમાર દેશોના શરણાર્થીઓ અને ઘૂસણખોરોની સમસ્યા વિકરાળ છે. આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યાને કાબુમાં લેવા કેન્દ્રની મોદી સરકારે નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી)નો તાજેતરમાં આસામમાં અમલમાં કર્યો છે. જેના કારણે ૧૯ લાખ જેટલા બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોને દેશ બહાર જવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.મુસ્લિમ ઘૂસણખોરોની સમસ્યાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યા બાદ મોદી સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વગેરે જેવા મુસ્લિમ બહુમતિવાળા પાડોશી દેશોમાં ધાર્મિક દમનથી પીડાઈને ભારતમાં શરણાર્થી તરીકે આવેલા અને લાંબા સમયથી રહેતા હિન્દુ, બૌધ્ધ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો હતો. આ ખરડાનો તાજેતરમાં સંસદમાં પસાર થયા બાદ ગઈકાલે રાષ્ટ્રપતિની મંજુરીની મહોર બાદ કાયદાનું સ્વરૂપ મળી ગયું છે.

આ કાયદાનો આસામ સહિતના પૂર્વોત્તર રાજયોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. તે પાછળનું કારણ આ રાજયોમાં મોટાભાગે બૌધ્ધ ધર્મ પાળતા હોય છે. તેઓનો ધાર્મિક માન્યતા, સંસ્કૃતિઓની રક્ષા કરવા ૧૮૭૩મા બ્રિટીશ રાજ વખતે બંગાળ, ફનિટયર રેગ્યુલેશન એકટ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ આ વિસ્તારોમાં બીજા વિસ્તારોની પ્રજાને વેપાર ન કરી શકે વસવાટ ન કરી શકે.

7537D2F3 10

નાગરીકતા સુધારા બિલ સામેનો પ્રચાર કરી રહેલા પક્ષો કે આગેવાનો એવો દાવો કરી રહ્યા છે. આ કાયદાના અમલ બાદ આ રાજયોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર સહિતના હિન્દુ, બૌધ્ધ, શરણાર્થીઓને વસવાટ કરવાની છૂટ મળશે. જેથી પોતાની ધાર્મિક માન્યતા, અને સંસ્કૃતિ પર બીજા લોકોનો પ્રભાવ પડશે જેથી આ વિસ્તારની ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિ નષ્ટ થશે. જેથી અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે રાજયોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.

જયારે સૌથી વધારે સળગી રહેલા આસામના લોકોને ઘૂસણખોરોની સમસ્યા દાયકાઓથક્ષ છે આસામી લોકોને ડર છે કે આ નવા કાયદાથી બાંગ્લાદેશથી દાયકાઓથી શરણાર્થી તરીકે શરણ લઈ ચૂકેલ લાખો બાંગ્લાદેશી હિન્દુઓને નાગરીકતા મળી જતા તેમના હકકો પર તરાપ લાગશે જેથી તેઓ બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોની જેમ બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થીઓનો પણ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

બીજો મુદ્દો ઈનર લાઈન ઓફ પરમિટનો પણ છે. ૧૮૭૩માં બ્રિટિશ રાજ વખે બંગાલ ફ્રન્ટિયર રેગ્યુલેશન લાગુ કરાયું હતું. આ નિયમ અમુક વિસ્તારોમાં બહારી આવતા લોકોને રોકવાનો હતો. અંગ્રેજોએ આ નિયમ એટલે દાખલ કર્યો હતો કે અમુક રાજ્યોમાં બીજા રાજ્યોમાંથી લોકો આવીને પવેપાર ન કરે, જેથી પોતે આરામી વેપાર કરી શકે. આઝાદી પછી દેશની સરકારે તેમાં થોડા પરિવર્તનો કર્યા. જ્યાં આ સિસ્ટમ લાગુ છે ત્યાં બીજા રાજ્યોના લોકો કાયમી વસવાટ કરી શકતા નથી. આસામ, ત્રિપુરા અને મેઘાલય એ ત્રણ એવા રાજ્યો છે કે જ્યાં બાંગ્લાદેશની ઘૂસણખોરોની સંખ્યા સૌથી વધુ છે. આપણી સરકારે બાંગ્લાદેશ સોથી એવી વાત કરી છે કે, તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. સવાલ એ છે કે, ઘૂસણખોરોને તમે બાંગ્લાદેશ નહીં મોકલો તો ક્યાં મોકલશો ? આસામ માંડ શાંત યું છે એટલે અત્યારે ત્યાં જે આગ લાગી છે એ વહેલી તકે બુઝાય એ જરૂરી છે. સરકાર એવી ખાતરી આપે છે કે આસામના હિતોને નુકશાન નહીં થાય પણ એના માટે સરકાર શું કરવાની છે એ વિશે હજુ સોય ઝાટકીને કંઈ કહેવાયું ની. આ બિલના મામલે પશ્ર્ચિમ બંગાળમાં પણ બબાલ વાની છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જથીએ કહ્યું છે કે એ પોતાના રાજ્યમાં એનઆરસી કે સીએબી કોઈ પણ ભોગે લાગુ વા દેશે નહીં, બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી વાની છે. એ સમયે આ મુદ્દો મોટા પાયે ઉછળશે એવી શકયતા છે.

7537D2F3 10

નાગરિકતા સંશોધન બીલ પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાની આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ શરર્ણાીઓને ભારતની સિટીઝનશીપ મળી જશે. અગાઉ જે ૧૧ વર્ષી ભારતમાં રહેતા હોવા જોઈએ એ નિયમ હતો તેમાં ઘટાડો કરીને ૬ વર્ષ કરાયા છે. મુસ્લિમોના આ કાયદામાં સમાવેશ કરાયો ની. પાકિસ્તાનના હિન્દુઓ સો તા અત્યાચારોની વિગતો સમયાંતરે બહાર આવતી રહે છે. હિન્દુઓનું જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવાય છે. પાકિસ્તાને આ બીલ અંગે એવો પ્રતિભાવ આપ્યો છે કે ભારતનું આ પગલું પડોશી દેશોની આંતરિક બાબતોમાં દખલ છે. સાચી વાત એ છે કે આપણી સંસદમાં ગૃહપ્રધાન અમિત શાહે એવી વાત કરી કે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે એટલે કે ૧૯૪૭ પાકિસ્તાનમાં લઘુમતીઓની સંખ્યા ૨૩ ટકા હતી એ ઘટીને ૩.૭ ટકા ઈ ગઈ છે. આ વાત પાકિસ્તાની સહન ઈ ની કારણ કે એ સતત એવો ખોટો દાવો કરતુ રહ્યું છે કે, અમારે ત્યાં લઘુમતીઓના હિતોનું રક્ષણ થાય છે. આ બીલ રજૂ કરવાની થી આપણા દેશે પાકિસ્તાનની પોલ પણ ખુલ્લી પાડી છે. પાકિસ્તાન એવી વાત કરે છે કે આ બીલક્ષ ભારતની છબી બગડશે. ખરેખર તો પાકિસ્તાને પોતાની છબી બચાવવાની જરૂર છે. પાકિસ્તાનની ઈમેજ એવી ઈ ગઈ છે કે દુનિયાનો કોઈ દેશ તેનો ભરોસો કરવા તૈયાર નથી. પાકિસ્તાન ગમે તે કહે એનાી આપણા દેશને કોઈ ફેર પડતો ની, કારણ કે આપણે તો ઘણા સમયી પાકિસ્તાનને ગંભીરતાી લેવાનું જ બંધ કરી દીધું છે.

દેશમાં મોદી સરકાર બીજી વખત આવી એ પછીના ૭ મહિનામાં સરકાર ઉડીને આંખે વળગે એવા કામો કર્યા છે. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ નાબૂદ કરી નાખી અને કાશ્મીર, લદાખને અલગ કેન્દ્રશાસિત શહેરો જાહેર કરી દીધા. ત્રણ તલાક બીલ, પછી નાગરિકતા સંશોધન બીલ પણ પાસ કરી દીધું. રામ મંદિરનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે. હવે નેકસ્ટ પગલું શું હશે એની ચર્ચા પણ વા લાગી છે. બીજું કંઈ કરતા પહેલા સરકારે અત્યારે તો આસામમાં અને પૂર્વોત્તરના બીજા રાજ્યોમાં વાતાવરણ થાળે પડવાનું છે.

નાગરિકત્વ સુધારણા બિલ પસાર થયા બાદથી સમગ્ર ઉત્તર પૂર્વી રાજ્યો માં ભારે તણાવ ભરી સ્થિતી છે. ગુવાહાટીમાં બિલનો વિરોધ કરી રહેલા બે લોકોને ગોળી વાગી હતી, જેનું ગુરુવારે સાંજે મોત નીપજ્યું હતું. ગુવાહાટી મેડિકલ કોલેજે આની પુષ્ટિ કરી છે. આ સાથે જ આસામના મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે સ્થાનિક લોકોના હકને નુકસાન થવા દેશે નહીં.આસામના મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલે એક વિડીયો જારી કરીને રાજ્યની જનતાને અપીલ કરી છે કે તેઓને નાગરિકત્વ સુધારણા બિલ અંગેની તેમની પરંપરા, સંસ્કૃતિ, ભાષા, રાજકીય અને તળિયાના અધિકાર વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે આસામ એકોર્ડની કલમ ૬ હેઠળ તેના હકોનું રક્ષણ કરવામાં આવશે.મુખ્યમંત્રીએ કહ્યું, “કેટલાક લોકો રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરવા અને પરિસ્થિતિ બગાડવા માટે ભ્રામક નિવેદનો આપી રહ્યા છે.” તેમણે કહ્યું કે નિવૃત્ત ન્યાયમૂર્તિ બિપ્લબ સરહમના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. નિવૃત્ત ન્યાયાધીશ સરમહને આસામના લોકોને બંધારણીય સુરક્ષા પૂરી પાડવા માટે સાઇફર તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રએ ખૂબ સ્પષ્ટ કહ્યું છે કે કલમ હેઠળ અસરના લોકોના હક્કોમાં કોઈ ચેડાં કરવામાં આવશે નહીં.મુખ્યમંત્રીએ કહ્યું કે નિવૃત્ત ન્યાયમૂર્તિ બિપ્લબ સરહમની અધ્યક્ષતાવાળી સમિતિ ટૂંક સમયમાં તેની ભલામણો આપશે અને સરકાર તે ભલામણોનો તાત્કાલિક અમલ કરશે. મને લાગે છે કે આસામના લોકોના હકનો સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવશે.સોલોવાએ વધુમા કહ્યુ હતું કે  “મને લાગે છે કે આસામના સમજદાર લોકો ભ્રામક ગેરવર્તન પર વિશ્વાસ કરશે નહીં, કારણ કે અહીંના લોકો શાંતિ પ્રેમાળ છે”. મુખ્યમંત્રીએ સમાજના તમામ વર્ગને આગળ આવવા અને શાંતિનું વાતાવરણ ઉભું કરવા અપીલ કરી છે.

આસામની જેમ  મેઘાલયમાં પણ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી ૪૮ કલાક સુધી ચાલુ રહેશે. તણાવ અંગે ફેલાતી અફવાઓને ડામવા સરકારે આ પગલું ભર્યું છે.આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ પણ વિરોધ પ્રદર્શનને વિરોધ પ્રદર્શન દરમિયાન અનિયંત્રિત ન થવા અને રાજ્યમાં શાંતિ જાળવવામાં મદદ કરવા અપીલ કરી છે.મુખીએ કહ્યું કે ગૃહના તળિયે, કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે તેઓ આસામના હિતોનું રક્ષણ કરશે. આ ઉપરાંત તેમણે રાજ્યની સંસ્કૃતિ, ભાષા અને કલમ ૬ હેઠળ રાજ્યના મૂળ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની ખાતરી પણ આપી છે.

નાગરિકતા સુધારા ખરડો રાષ્ટ્રપતિની મહોર બાદ વિધિવત કાયદો બન્યો

ઉત્તર પૂર્વ રાજયો તેમાં પણ ખાસ કરીને આસામમાં નાગરીકત્વ સુધારણા બિલ વિ‚ધ્ધ હિંસક વિરોધ કફર્યું અને ઈન્ટરનેટ બંધ વચ્ચે ખરડાને મંજૂરી આપી દીધી છે.ગૂ‚વારે મોડી રાતે રાષ્ટ્રપતિ દ્વારા આ ખરડા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે કાયદાનું સ્વ‚પ લીધું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કર્યા છે. હવે તે પછી નાગરીકત્વ અધિનિયમ, ૧૯૫૫માં સંબંધીત સુધારા દ્વારા અનુસરવામાં આવ્યું છે. જેનાથી સત્તાવાર ગેઝેટમા પ્રકાશિત થતાની સાથે જ આ કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદા મુજબ હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના સભ્યો જેઓ ૩૧ ડીસે. ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હોય અને તેમના દેશમાં ધાર્મિક જુલમ ભોગવ્યા છે. તે ગેરકાયદેસર સ્થળાંતર તરીકે ગણાશે નહી તેમને ભારતીય નાગરીકત્વ આપવામાં આવશે નાગરીકત્વ (સુધારા) બિલ રાજયસભા અને બુધવારે સોમવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતુ. જોકે, આ ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપીને કાયદો બનાવ્યો તે પહેલા મુસ્લિમ લીગે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે.જેથી હવે આ મુદે કાયદાકીય જંગ થવાની સંભાવના છે. જોકે, ન્યાયતંત્રની કામગીરી સંસદે બનાવેલા કાયદાનો ભંગ થતો હોય તો તેનો અમલ કરાવવાનો છે. પરંતુ સંસદે ઘડેલા કાયદામં તે રદ કે ફેરફાર કરાવી શકે કે કેમ? તે મુદે અસંમજસની સ્થિતિ હોવાનું કાનૂન વિદ્વોનું માનવું છે.

નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરવાનો ત્રણ મુખ્યમંત્રીઓનો ઇન્કાર

નાગરિકતા સુધારણા બિલને લઈને ઉત્તરપૂર્વ રાજયમાં  હિંસક વિરોધ ચાલુ છે,માટે વિપક્ષ ક્ષાસિત રાજ્યો એક આ કાયદાને  પછી એક અમલમાં મૂકવાનો ઇનકાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને કેરળ બાદ હવે પંજાબે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં તેનો અમલ થશે નહીં. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે આ ખરડાને ભારતની બિનસાંપ્રદાયિકતા પર સીધો હુમલો ગણાવ્યો હતો. આ જાહેરાત ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિનિસિંહના કાર્યાલયમાં દ્વારા કરવામાં આવી હતી. રાજ્યે આ બિલને ભારતના બિનસાંપ્રદાયિકતા પર સીધો હુમલો ગણાવતાં કહ્યું છે કે રાજ્યમાં તેનો અમલ થશે નહીં.  અગાઉ કેરળ અને પશ્ચિમ બંગાળએ સ્પષ્ટ કરી દીધું છે કે આ બિલ પણ ત્યાં લાગુ કરવામાં આવશે નહીં.કેરળના સીએમ પિનરાય વિજયે કહ્યું છે કે કેરળ નાગરિકતા સુધારણા બિલને સ્વીકારશે નહીં. આ સુધારાને ગેરબંધારણીય ગણાવતાં વિજ્યને કહ્યું કે કેન્દ્ર સરકાર ધાર્મિક આધારો પર ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારના પ્રધાન ડેરેક ઓ બ્રાયને કેન્દ્ર સરકાર પર તોડફોડનો આરોપ લગાવતા કહ્યું હતું કે, એનઆરસી અને સીએબી બંને પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. ઓ બ્રાયને કહ્યું કે સીએમ મમતા આ પહેલા પણ આ બન્ને પ્રકિયાઓ વિરોધ કરી ચુકયા છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવેશ માટે જરૂરી ‘ઇનર લાઇન પરમીટ’ શું છે?

ઇનર લાઇન  પરમિટ (આઇએલપી) એ ભારત સરકાર દ્વારા નિયત કરાયેલો એક સત્તાવાર મુસાફરી દસ્તાવેજ છે જ મર્યાદિત અવધિ માટે ભારતીય નાગરીકની રક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજુરી આપે છે. જે તે રાજયોની બહારના ભારતીય નાગરીકો માટે સુરક્ષિત રાજયમાં પ્રવેશ માટે પરવાનગી લેવી ફરજીયાત છે. દસ્તાવેજ દ્વારા દેશની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા કેટલાક વિસ્તારોમાં ગતિવિધિને નિયંત્રિત કરવાનો કેન્દ્ર સરકારનો પ્રાયસ છે. બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન્સ, ૧૮૭૩ ની એક જોગાવાઇ જેમાં ચા, તેલ અને હાથીના વેપારમાં અંગ્રેજી હકુમતના હિતને આ સંરક્ષિત વિસ્તારોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકીને સુરક્ષિત કર્યા. બ્રિટીશ લોકોએ તેમના વ્યાપારી હિતોની રક્ષા માટે મુળરુપે આઇએલપીની રચના કરી હતી તે હકિકત હોવા છતાં તેનો ઉપયોગ ભારતમાં ચાલુ છે સત્તાવાર રીતે પૂર્વોત્તર ભારતીય રાજયોમાં આદિવાસી સંસ્કૃતિઓને સુરક્ષિત રાખવા માટે તેને ચાલી રખાય છે. આઇએલપીના વિવિધ પ્રકારો છે. એક પ્રવાસીઓ માટે અને અન્ય લોકો લાંબા ગાળાના સમયગાળા માટે રોકાવાનો ઇરાદો રાખે છે. ઘણી વાર રોજગાર હેતુ માટે અપાઇ છે પૂર્વત્તાર અરુણાચંદ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જવા માટે ઇન્ટરલાઇન પરમીટની દરેક ભારતીય નાગરીકોને જરુર પડે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.