ચોટીલામાં ૩ લાખ ભાવિકો દર્શન કરી ગયા પછી આરોગ્ય વિભાગને ટેસ્ટ સુઝયા !

સુરાતન ચડયું પણ મોડેથી…

તહેવારોમાં ૪ દિવસ દરમિયાન દરરોજ માનવ મહેરામણ ઉમટતું રહ્યું ત્યારે હાથ ઉપર હાથ ધરીને બેસેલુ આરોગ્ય તંત્ર રહી રહીને સફાળુ જાગ્યું

ચોટીલામાં ૩ લાખ ભાવિકો દર્શન કરી ગયા બાદ આરોગ્ય વિભાગને કોરોના ટેસ્ટ સુઝયા છે. તહેવારોમાં ૪ દિવસ દરમિયાન દરરોજ માનવ મહેરામણ ઉમટતું રહ્યું હતુ આ વેળાએ હાથ ઉપર હાથ ધરીને બેસેલુ આરોગ્ય તંત્ર રહી રહીને સફાળુ જાગ્યું છે. ચોટીલામાં આવેલુ ચામુંડામાંનું મંદિર લાખો ભાવિકોનું શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહીં રજાના દિવસોમા ભાવિકોનો મહાસાગર ઉમટી પડે છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ૪ દિવસમાં અંદાજે ૩ લાખ જેટલા ભાવિકો ઉમટયા હતા.આ દરમિયાન આરોગ્ય વિભાગ નિષ્ક્રીય રહ્યું હતુ જોકે હવે તહેવારો પૂરા થયા છે. ત્યારે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે. અને યાત્રીકોને સ્વૈચ્છીક ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

Loading...