Abtak Media Google News

ઉપલેટા નગરપાલિકાના વિકાસ શિલ્પી પ્રમુખનું બિરુદ મેળવનાર નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયાએ ગઇ કાલે કલેકટર સમક્ષ રૂબરૂ જઇ પોતાનું રાજીનામું સ્વૈચ્છીક ધરી દેતા કાર્યકરો, શુભ ચિંતકોમાં આંચકો લાગ્યો હતો. પાંચ માસ પહેલા નગરપાલિકાના પ્રમુખ પદની ચુંટણી યોજાઇ હતી. તેમાં ભાજપની જુદા થઇ ૧૯સભ્યોની બહુમતિ સાથે નગરપાલિકા પ્રમુખ બનેલા દાનભાઇ ચંદ્રવાડીયાએ ગઇકાલે જીલ્લા કલેકટર સમક્ષ હાજર થઇ સ્વૈચ્છીક રીતે પોતાનું રાજીનામું ધરી દીધું હતું. જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લા રપ વર્ષથી ભાજપના ભગવા રંગે રંગાયેલા દાનભાઇ ચંદ્રવાડીયા પાર્ટીમાંથી જુદા થઇ પ્રમુખ બનતા આના પડઘા પ્રદેશ ભાજપ સુધી પડયા હતા. પાંચ માસ દરમ્યાન પાર્ટીના વિવિધ આગેવાનોએ પાલિકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા સાથે મીટીંગો કરેલ. પાર્ટી દ્વારા દાનભાઇ ચંદ્રવાડીયા સાથે અલગ થયેલા કુલ ૧૪ સભ્યોને પણ સસ્પેન્ડ કરી દીધા હતા છતાં મીટીંગનો દોર સતત ચાલુ રહેવા પામેલ આખરે પાર્ટીના પ્રદેર પ્રમુખ સી.આર. પાટીલ પાલિકા પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાને મનાવવા સફળ થયેલ પાર્ટી સાથે સમાધાનના ભાગરુપે નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજીનામું આપવાનું થતા ગઇ કાલે સામાન્ય સભામાં અગાઉ ઉપપ્રમુખે રાજીનામું આપેલ હતું જે મંજુર કરી બપોર બાદ પોતે જીલ્લા કલેકટર સમક્ષ રૂબરૂ હાજર થઇ પાલિકા પ્રમુખપદેથી પોતાનું રાજીનામું સ્વૈચ્છીક ધરી દીધું હતું. રાજીનામાના સમાચાર શહેરમાં પ્રસરતા કાર્યકરો શુભેચ્છકોમાં આંચકો લાગ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.