Abtak Media Google News

૨૦મીથી લગ્નગાળાનો પ્રારંભ; કમુહુર્તા પહેલા ૧૧ શુભ મુહૂર્તો

Screenshot 2

આ વર્ષે લગ્નના મુહુતોની શરૂઆત દેવદિવાળી બાદ તા.૨૦ નવેમ્બરથી લગ્નના પહેલા મુહુર્તની શરૂઆત થશે આ વર્ષે ગત વર્ષ કરતા લગ્નના મૂહૂર્ત થોડા ઓછા છે. લગ્નના મુહુર્તોમાં ચંદ્રબળ, ગુરૂબળ અને સુર્યબળ જોવામાં આવે છે. આપણી વેદ પધ્ધતી અને સંસ્કૃતી પ્રમાણે લગ્નને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ વર્ષે ઠેર ઠેર તુલસીવિવાહ બાદ લગ્નસરાની સીઝન જામશે નવા વર્ષે વિક્રમ સંવત ૨૦૭૬ ૪૩ દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહુર્ત છે. જેં નવેમ્બર મહિનામાં ચાર મુહુર્તો છે. જેમાં ૨૦,૨૧,૨૩ અને ૨૮ તારીખના શુભ મુહુર્તો છે. જયારે ડીસેમ્બર મહિનામાં ૭ મુહુર્તો, જયારે કમુહર્તા પહેલા ૧૧ અને કમુહતા પછી ૧૫ મુહુર્તો છે. જયારે એપ્રિલથી જૂન મહિનામાં ૧૭ મુહુર્તો છે. આમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે નવા વર્ષમાં લગ્નનું પ્રથમ મૂહૂર્ત ૨૦ નવેમ્બર અને છેલ્લુ મુહુર્ત ૩૦ જૂન ૨૦૨૦ના છે નવા વર્ષમાં દેવઉઠી એકાદશી ૭/૮ નવેમ્બરના છે. આ સમયે સૂર્ય તુલા રાશીમાં નીચનો છે. જેના કારણે લગ્નના મુહૂર્ત નથી ત્યારપછી ૧૬ નવેમ્બર સૂર્વની વૃશ્ર્ચિક સંક્રાંતિ બાદ સૌ પ્રથમ લગ્નનું મુહુર્ત ૨૦ નવેમ્બર મહિનામાં ૨૮મી સુધીમાં સાત દિવસ લગ્નના મૂહુત છે. ૧૬ ડિસે.ના સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારકના કારણે લગ્નના મૂહૂર્ત નથી. ૧૬ જાન્યુ.એ વહેલી સવારે સૂર્યના મકરરાશિમાં પ્રવેશ સાથે લગ્નના મૂહૂર્તનો પ્રારંભ થયા બાદ ૧૮ જાન્યુ. એ પ્રથમ મૂહૂર્ત છે. ત્યારબાદ માર્ચ મહિના સુધીમાં ૧૩ દિવસ લગ્નના મૂહૂર્ત છે. ૩ માર્ચ હોળાષ્ટકના પ્રારંભ સાથે ૮ માર્ચ સુધી અને ૧૪ માર્ચના મિનારકનો પ્રારંભ થતા લગ્નના મૂહૂર્ત નથી માર્ચ મહિનામાં ફકત બે દિવસ ૧૧ અને ૧૨ માર્ચના લગ્નના મૂહૂર્ત છે. એપ્રીલ મહિનામાં ૧૬ તારીખથી લગ્નના મૂહૂર્તો છે. જયારે મે મહિનામાં ૨ તારીખથી અને જુન મહિનામાં ૧૧ તારીખથી લગ્નના મુહુર્તો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.