Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૫૧.૬૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૭૩૭.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૬૦૮.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૬૫૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૧૮.૧૫ સામે ૧૨૦૦૭.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૯૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૯૯૭.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૮૧૫૫ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૧૯૩ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૧૦૫ ના નીચા મથાળે નોંધાવી ૩૦ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૮૧૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૮૨૯ ના મથાળેથી ખુલીને ૪૪૮૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૭૩૨ ના નીચા મથાળે નોંધાવી ૫૬ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૭૬૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

ટેલીકોમ કંપનીઓએ આપસમાં હરિફાઈ કરીને એકબીજાને હંફાવવાનું બંધ કરીને એક થઈ જઈ પોતાની જંગી ખોટનો બોજ ગ્રાહકો પર લાદવાનું નક્કી કરી લઈ ૧,ડિસેમ્બર ૨૦૧૯થી વોડાફોન-આઈડીયા, ભારતી એરટેલ બાદ હવે રિલાયન્સ જીઓ દ્વારા પણ ટેરિફમાં વધારો કરવાનું નક્કી કરતાં ટેલીકોમ શેરોની આગેવાનીએ ગઈ કાલે સેન્સેક્સે નવો વિક્રમી ઊંચાઈનો ઈતિહાસ રચ્યા બાદ આજ રોજ સાવચેતી જોવા મળી છે. જ્યારે નિફટીએ ૧૨૦૦૦ની સપાટી કુદાવી હતી. તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ટેલીકોમ કંપનીઓની વિરૂધ્ધમાં ચૂકાદો આપીને ટેલીકોમ ઓપરેટરોને રૂ.૯૨,૦૦૦ કરોડ સરકારને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યા બાદ ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા આ રકમ ત્રણ મહિનામાં જ સરકારને ચૂકવવાની નોટીસ ઈસ્યુ કરતાં ટેલીકોમ કંપનીઓએ તેમના બીજા ત્રિમાસિકના પરિણામોમાં આ જોગવાઈ કરવાની ફરજ પડતાં આ કંપનીઓ પૈકી વોડફોન આઈડીયાને રૂ.૫૦,૦૦૦ કરોડ અને ભારતી એરટેલની ખોટ રૂ.૨૩,૦૦૦ કરોડથી વધુ જાહેર થઈ હતી. જેને લઈ ટેલીકોમ કંપનીઓનો મૃત્યુઘંટ વાગવાનું નક્કી થઈ જતાં અને આ ટેલીકોમ કંપનીઓને બેંકોએ આપેલી જંગી લોન પણ એનપીએ બની જવાના જોખમે નાણા પ્રધાને આ રકમની ત્વરિત વસુલાત નહીં કરવામાં આવે એવું આશ્વાસન આપતાં ટેલીકોમ શેરોમાં ફંડોએ છેલ્લા ત્રણ દિવસથી શોર્ટ કવરિંગ સાથે આક્રમક તેજી કરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ સતત ચોથા દિવસે તેજીનું તોફાન મચાવ્યું હતું. આ સાથે વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ફરી વિલંબમાં પડતા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ચાઈનાની આયાતો પર આકરી ટેરિફ લાદવાની ચીમકીએ અને હોંગકોંગમાં અશાંતિ છતાં આ નેગેટીવ પરિબળને અવગણી ભારતીય શેરબજારોમાં ફંડોએ તેજી કરી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૭ અને વધનારની સંખ્યા ૮૩૮ રહી હતી. ૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટમાં કભી હા કભી ના ના ખેલાતાં ખેલમાં ફરી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં વધારાની ચીમકી આપ્યા બાદ ફરી ઈન્ટરીમ ટ્રેડ ડીલની શકયતા બતાવી હોઈ હવે ટ્રેડ ડીલની પ્રગતિ પર નજર રહેશે. યુ.એસ.ફેડરલ રિઝર્વ-ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની ઓકટોબર નીતિ માટે આજ રોજ જાહેર થનારી મીનિટ્સ પર નજર. વૈશ્વિક બજારો પણ તેજીના મૂડમાં નથી જણાતાં. કેમ કે યુએસ-ચીન ટ્રેડ તકરાર ઊભી છે અને આ એક પ્રકારનું આર્થિક યુદ્ધ છે. જે ટૂંકા ગાળામાં પૂરું થવાનું નથી. બે દેશો પોતાની રીતે ઉકેલ માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ દેખીતું પોઝિટિવ પરિણામ જોવા મળ્યું નથી.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૯૯૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૦૯ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૧૭ પોઈન્ટ થી ૧૨૦૪૪ પોઈન્ટ, ૧૨૦૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • લાર્સેન લિમિટેડ ( ૧૩૯૭ ) :- રૂ.૧૩૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૭ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • HDFC બેન્ક ( ૧૨૬૭ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૪ થી રૂ.૧૩૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૭૭૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૭ થી રૂ.૭૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.