રાજ્યસભા ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસ ‘ટુકડા-ટુકડા’માં વિખેરાઇ જશે?

119

કોંગ્રેસમાં ‘ઘર ફૂટે ઘર જાય’ તેવો ઘાટ

દાયકાઓથી વ્યાપેલી જુથબંધીના કારણે મહત્વાકાંક્ષી નેતાઓ, ધારાસભ્યોની ઉપેક્ષા થતી હોય ગુજરાત કોંગ્રેસમાં વ્યાપેલો અસંતોષનો ચરૂ ચરમસીમા પર

દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં દાયકાઓથી ભારે જુથબંધી પ્રવર્તી રહી છે. આ જુથબંધીના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડનો કબજો અમુક પીઢ નેતાઓ કરીને બેસી ગયા છે આ પીઢ નેતાઓનાં કારણે પાર્ટીમાં નવાવિચારોને લઈને આવતા યુવા નેતાઓની સતત ઉપેક્ષા થતી રહે છે. જેના કારણે કોંગ્રેસમાં ઉપેક્ષા સેવતા મહત્વાકાંક્ષી નેતાઓ, ધારાસભ્યોનો ‘હરિ રસ સતત ખાટો થઈ’ રહ્યો છે. આગામી ૨૬મી યોજાનારી રાજયસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. તેની પાછળ કોંગ્રેસમાં વ્યાપેલી જુથબંધી પણ એક મહત્વપૂર્ણ કારણ છે. જેથી કોંગ્રેસમાં હાલમાં ‘ઘર ફૂટે ઘર જાય’ તેવો ઘાટ જોવા મળે છે. જેના કારણે રાજયસભાની ચૂંટણી દરમ્યાન જ પાર્ટીમાં ઉકળતો અસંતોષનો ચરૂ બેફામ બનશે અને ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસ ‘ટુકડા-ટુકડા’માં વિખેરાય તેવી સંભાવના રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે.

 

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં વ્યાપેલા આંતરિક અસંતોષનો લાભ લેવા ભાજપનો ત્રીજો પ્રયાસ સફળ રહેવા પામ્યો છે. બે વર્ષ પહેલા વર્ષ ૨૦૧૭માં યોજાયેલી રાજયસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના એક, બે નહી પૂરા ૧૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જે બાદ, ગત વર્ષ યોજાયેલી ચૂંટણી

સમયે કોંગ્રેસના બે ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપ્યા હતા આ ચૂંટણી પહેલા પાંચ કોંગ્રેસી ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામા આપ્યા છે. આ તમામ રાજીનામુ આપનારા કોંગ્રેસી ધારાસભ્યોની યાદી જોઈએ કુંવરજીભાઈ બાવળીયા, જવાહરભાઈ ચાવડા, આશાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, ધવલ સિંહ ઝાલા, સોમા ગાંડા પટેલ, જે.વી. કાકડીયા, પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, પ્રધ્યુમનસિંહ જાડેજા વગેરેની ગણતરી મહત્વાકાંક્ષી અને કામઢા નેતાઓમાં થાય છે. તેમની પાર્ટીમાં થતી સતત અવગણનાથી કંટાળીને તેમને કોંગ્રેસના ધારાસભ્ય પદે રાજીનામા આપ્યાનું તેઓ સ્વીકારી ચૂકયા છે.

રાજ્યસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાં પડતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરીની ઘોર નિષ્ફળતા ફરી એક વાર સામે આવી છે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ પાર્ટીના ધારાસભ્યોને એકજૂથ ટકાવવામાં સરિયામ નિષ્ફળ નીવડયા છે. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા સંગઠનને સાચવવાને બદલે એમના ગોડફાધર ભરતસિંહ સોલંકીની ખાતિરદારીમાં જ વ્યસ્ત રહ્યા. કોઈ પણ વિષય ઉપર ગુલબાંગો હાંકવામાં મશગુલ વિપક્ષી નેતા ધાનાણી એમની ખુરશીના કદ કરતાં વામણાં પુરવાર થઈ વિધાનસભાના ફ્લોર મેનેજમેન્ટમાં નાપાસ થયા છે. જ્યારે પ્રભારી રાજીવ સાતવે રાજ્યસભામાં પોતાની સીટ પાક્કી કરવાની લ્હાયમાં પ્રભારી પદની જવાબદારી ચૂક્યા છે.

પરિણામે ચાવડા, ધાનાણી અને સાતવની આ ત્રિપુટીએ ગુજરાત કોંગ્રેસની ઘોર ખોદી નાંખી છે. અંદરો અંદરની જૂથબંધીને કારણે વિપક્ષી નેતા ધાનાણી અને પ્રદેશ પ્રમુખ ચાવડા વચ્ચે ક્યારેય કોઈ બાબતમાં એકમતતા જોવા મળી નથી. બંને નેતાઓ અંદરો અંદર લડવામાં  અને એકબીજાને નીચા દેખાડવામાં જ પડયા પાથર્યા રહે છે. અત્યારે ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે પરંતુ હજુ સંખ્યાબંધ ધારાસભ્યો એવા છે જે કોઈને કોઈ કારણસર અમિત ચાવડા અને પરેશ ધાનાણીથી ભારોભાર નારાજ છે.

હમણાં જ ધારાસભ્ય જિતુ ચૌધરી બે ત્રણ દિવસ સુધી ગાયબ રહ્યા હતા, જોકે ભાર સમજાવટના દૌર બાદ તેઓ માન્યા છે અને એટલે જ હાલ પૂરતા જયપુર રિસોર્ટ ખાતે પહોંચ્યા છે, આવા સંખ્યાબંધ ધારાસભ્યો અત્યારે ગુજરાત કોંગ્રેસમાં છે. ગુજરાત કોંગ્રેસમાં વ્યાપેલી આ ભારે જુથબંધીના કારણે રાજયસભાની ચૂંટણી પહેલા પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ રાજીનામાના પગલે શરમજનક સ્થિતિમાં આવી ગયેલી કોંગ્રેસે પોતાના બે ઉમેદવારો શકિતસિંહ ગોહિલ અને ભર્તસિંહ સોલંકીમાંથી એકને ઉમેદવારી પાછી ખેંચે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.જેથી આ બંને ઉમેદવારોમાંથી કોની ઉમેદવારી પાછી ખેંચવી તે મુદે પણ બે સિંહ ઉમેદવારો વચ્ચે ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવા જુથબંધી ચાલી રહી છે. ભારે જુથબંધીનાં કારણે કોંગ્રેસની પરિસ્થિતિ સતત કથળી રહી છે. છતા તેના નેતાઓ સુધરવાનું નામ લેતા ન હોય રાજયસભા ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસ ‘ટુકડા ટુકડા’માં વહેચાઈ જશે તેમ રાજકીય પંડીતોનું માનવું છે.

  • કોંગ્રેસના ‘બાજીગર’ કોણ?

શાહરૂખખાનની બાજીગર ફિલ્મમાં ડાયલોગ આવે છે કે હાર જીતનેવાલો કે બાજીગર કહેવામાં આવે છે. પરંતુ, કોંગ્રેસમાં હારીને જીતવાવાળા કોન બાજીગર બનશે તેવો પ્રશ્ર્નાર્થ રાજકીય પંડિતોમાં ઉભો થવા પામ્યો છે. પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજયસભના બેમાંથી એક ધારાસભ્યને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ ઉભી થવાપામી છે. ત્યારે શકિતસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકી બંને ઉમેદવારોમાંથી કોણ ઉમેદવારી પાછી ખેંચીને રાજયસભાની હારેલી બાજીને જે પોતાનો બીજો રાજકીય લાભ મેળવી શકશે તે

સાચો કોંગ્રેસનો ‘બાજીગર’ પૂરવાર થશે. કોંગ્રેસમાં બાજીગરા બનવાની લાઈનમાં અનેક નેતાઓ ઉભા છે. જો કે પાર્ટી મોટે ત્યાગ કરીને બાજીગર બનનારા નેતાની ભવિષ્યમાં પાર્ટીમાં કદર થાય છે કે કેમ? તે પણ એક મહત્વનો પ્રશ્ર્ન છે. કારણ કે, કોંગ્રેસનો રાજકીય ઈતિહાસ છે કે ડંડો પછાડનારા નેતાઓને તેમનો લાભ મળે છે.

  • રાજીવ સાતવ પ્રભારી કરતા પક્ષકારની ભૂમિકામાં

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી સમયે રાજયમાં વ્યાપેલા ભાજપ સરકાર વિરોધી પાટીદાર, ઓબીસી, દલિત સહિતના આંદોલનોનો લાભ લેવા કોંગ્રેસ મહારાષ્ટ્રનાં સાંસદ રાજીવ સાતવને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી બનાવીને સૌરાષ્ટ્ર-કચ્છનો સ્વતંત્ર હવાલો આપ્યો હતો. રાજીવ સાતવને સમયે શકિતસિંહ ગોહિલની નજીક મનાતા હોય સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોહિલના ઈશારે અનેક ટીકીટો ફાળવી હતી. આવા અયોગ્ય ઉમેદવારોને ટીકીટ આપવાથી

વ્યાપેલા અસંતોષના પગલે કોંગ્રેસે અનેક સ્થાનોપર જીતેલી બાજી હારવી પડી હતી જે બાદ પણ રાજકીય પાઠ નહી શીખનારા રાજીવ સાતવને સમગ્ર ગુજરાતનાં પ્રભારી બનાવવામાં આવ્યા હતા. રાજીવ સાતવ પાર્ટીમાં પોતાના નજીકના ગણાતા મનગમતા નેતાઓને પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા પદ, દંડક વગેરે મહત્વપૂર્ણ હોદા ફાળવી દીધા હતા. જેથી તેમની ભૂમિકા પણ શંકાસ્પદ રહેવા પામી હતી. વર્તમાન સમયમાં ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે સમયે સાતવ પોતાનું સાંસદ પદ નિશ્ર્ચિત કરવામાં વ્યસ્ત હતા આ બળવા બાદ તેઓ ગુજરાત આવ્યા હતા જેથી તેમની કામગીરી ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી રહેવા પામી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

  • કોંગ્રેસના ચોકીદારોની આલબેલ જાગતે રહો, મેરે ભરોસે મત રહો…!

અમે શું કરીએ. અમારા ધારસભ્યો અમારા વશમાં નથી, અમરા કહૃાાંમાં નથી,ભાજપવાળા મંત્રીપદૃની લાલચ આપીને અમારા સભ્યોને લઇ ગયા અમે શું કરીએ. અમે લોકશાહીને બચાવવા આંદૃોલન કરીશું. લોકશાહી બચાવો. વી વોન્ટ જસ્ટીસ..! ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો આવો છે સાવ પાંગળો બચાવ અને જવાબ. જણનારીમાં જોર ના હોય તો દૃાયણ શું કરે.! સાવ નાના છોકરડા જેવા જવાબો મળે છે કોંગ્રેસના નેતાઓ તરફથી. અમે શું કરીએ? અમારાવાળાને

મંત્રીપદૃની લાલચ આપવામાં આવી. પણ સવાલ એ છે કે એવી ફસામણી લાલચમાં અમિત ચાવડા કેમ આવતા નથીપ.ભરતસિંહ કે શક્તિસિંહ ગોહિલ કેમ આવી જાળમાં ફસતા નથી અને બીજા કેમ ફસાઇ જાય છે? કેમ કે નેતાગીરી સાવ નમાલી, માંયકાંગલી કંગાળ ઉતરેલી કઢી જેવા મોઢા લઇને ફરનારા કેટલાક નેતાઓને જોઇને, આ સંઘ કાશીએ એટલે કે સત્તાની ખુરશી સુધી ક્યારેય પહોંચી શકે તેમ નથી એમ માનીને આ ધારાસભ્યોએ પોતાના ઘર ભરી લીધા હશે..!

Loading...