Abtak Media Google News

જર્મન પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો બાદ સીબીઆઈએ તપાસમાં ઝંપલાવીને પોર્નરેકેટ ચલાવતા શખ્સોને શોધી કાઢ્યા

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા પોર્નરેકેટની જધન્ય પ્રવૃત્તિઓ અંગેની તપાસ કરી રહેલી જર્મન પોલીસે હાથ ધરેલી તપાસમાં સમગ્ર વિશ્ર્વના કેટલાંક દેશોમાં ફેલાયેલા આ નેટવર્કના તાર ભારત સુધી લંબાયા હોવાનું કૂલવા પામ્યું છે. જેની સીબીઆઈ એઆવી પ્રવૃત્તિમાં સાત ભારતીયોની સંડોવણીના પગલે અલગ અલગ રાજયોમાં આ આંતરરાષ્ટ્રીય પોર્નરેકેટની સંડોવાયેલી સામે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય પોર્નરેકેટની જર્મન પોલીસની તપાસમાં ખૂલેલી વિગતોને આધારે સીબીઆઈએ આરંભેલી તપાસ બાદ નોંધાયેલી ફરિયાદમાં દિલ્હીના નિરંકારી કોલોનીના સેલાઈપુર અને ઈબ્રાહીમ સાહિબ ચેન્ના, અમરનગર ફરિદાબાદ, પસંદા શાહીબા, ભટ્ટાચાર્ય પરાલેન્ડ, હાવડા અને રાજસ્થાનના ચુમુજીલ્લાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ બાળકોની વિકૃત જાતીય ફિલ્મો અને કલીપ ઈલ્કટ્રોનિક માધ્યમથી એકબીજાને મોકલતા હતા.આ તમામ આરોપીઓ સામે આઈપીસીની એકટ કલમ ૩૭ અંતર્ગત એફઆઈઆર નોંધીને કાયદેસરના પગલા લેવાયા હોવાનું સીબીઆઈએ જાહેર કર્યું છે.

જર્મન પોલીસે જર્મન નાગરીકને ઝડપીને બાળકોને જાતીય અપરાધમાં સામેલ કરાવીને ચાઈલ્ડ પોર્નફિલ્મ ઉતારીને તેનો વ્યાપ ફેલાવતા હોવાના ગુનામાં તેને પકડીને ૫ વર્ષની સજા કરી હતી. સીબીઆઈએ આ એફઆઈઆરની જર્મની દુતાવાસમાંથી ૩૧મી જાન્યુઆરીએ લઈ સપ્ટે. મહિનામાં વિધિવત ગુનો નોંધ્યો હતો.લ્યુબક પોલીસે કરેલી તપાસમાં મોનં. અને ૨૯ જેટલા વોટસેપ ગ્રુપના માધ્યમથી બાળ અભિયુકતોની પોર્ન ફિલ્મ પર આ ગંદી હરકતોથતી હોવાનું શોધી કાઢ્યું હતુ.

વિશ્ર્વના અનેક દેશોનાં ૪૮૩ સભ્યોમાં ભારતમાં સાત સક્રિય સભ્યો મળી આવ્યા હતા. કેટલાક નંબરો તો ત્રણ ત્રણ વોટસેપ ગ્રુપ ચલાવતા હતા. આંતરરાષ્ટ્રીય પોર્નરેકેટમાં સાત ભારતીય અપરાધીઓની સંડોવણી અને ધરપકડના પગલાથી દેશભરમાં ભારે ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.