Abtak Media Google News

જસદણ વિધાનસભાની પેટાચુંટણી પૂર્ણ થતા ત્યાં પુન: સોશિયલ મિડીયામાં નગરપાલિકાના કૌભાંડ ભ્રષ્ટાચાર ગેરરીતિ ગાજવા લાગતા ટીપ્પણીઓના થપ્પા લાગવા લાગ્યા છે. સોશિયલ મિડીયામાં એવું જણાવવામાં આવેલ છે કે ભાજપના એક નેતાને જમીન પેટે ભરવાના થતા રૂ.૧૫ લાખ તે રકમ ભરવાને બદલે એકપણ પૈસા ભર્યા વગર તેમને એનઓસી કાઢી આપ્યું છે. બીજીબાજુ શૌચાલયમાં સરકારના કરોડો રૂપિયા કટકટાવનાર ખુલ્લેઆમ ફરે છે તેને સજા નથી. છેલ્લે સોશિયલ મિડીયામાં એવું જણાવવામાં આવ્યું છે કે જસદણ શહેરમાં ચોમેર પાર્કિંગ વગરના બિનકાયદેસર જગ્યાઓમાં શોપીંગ સેન્ટરો બની રહ્યા છે. તેને ઓનલાઈન મંજુરી લીધા વગર આ કાયદો આવ્યો તે પહેલાના ચીફ ઓફિસરોની ખોટી સહી કરી બિલ્ડરો પાસે લાખો રૂપિયાની રકમ લઈ કાયદેસર કરી આપ્યાનું મસમોટુ કૌભાંડ સોશિયલ મિડીયામાં ચમકયું છે ત્યારે આ બાબતે આવનારા દિવસોમાં શું થાય છે ? અત્રે એ નોંધનીય છે કે જસદણ નગરપાલિકા હાલ ભાજપ શાસિત છે. ૨૮ માંથી ૨૩ સભ્યો ભાજપમાંથી ચુંટાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.