Abtak Media Google News

દરરોજ ૧૦૦ થી વધુ ખેડૂતો ઉમટે છે: ખરીદીમાં કોઇ કાળે ગેરરીતિ ચલાવી લેવાશે નહિ: યાર્ડ  પ્રમુખ માધવજીભાઇ પટેલ

ઉપલેટાની કોલકી ગામે ૧પ દિવસ પહેલા સાંસદની રજુઆતને પગલે સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી કેન્દ્ર મંજુર થયા બાદ આ કેન્દ્ર ઉપર ખેડૂતોના માલ ખરીદીમાં ભારે હેરાન-પરેશાન કરવામાં આવે છે તેવી રજુઆત બાદ સાંસદ ધટુકે સીસીઆઇ ના ચેરમેન ને ઉગ્ર રજુઆત બાદ કોલકીના બદલે ઉ૫લેટા માર્કેટીંગ યાર્ડ ખાતે ખરીદ કેન્દ્ર ફેરવાતા છેલ્લા બે દિવસથી ૧૦૦ થી વધુ ખેડુતોનો માલ ખરીદી કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ચાલુ સાલ સારા વરસાદને કારણે કપાસનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયા બાદ કપાસના ભાવ સાવ તળીયે જતા પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના પ્રયાસથી ઉપલેટા તાલુકાને સીસીઆઇ દ્વારા કપાસ ખરીદ કેન્દ્ર મંજુર થયેલ કપાસ ખરીદ કેન્દ્રમાં ખેડુતોને માલ વેચવામાં પગે પાણી આવી જતા હતા ઘણી વખત ખેડૂતોને પોતાનો માલ પાછો લઇ જવો પડતો હતો આ વાત સાંસદ રમેશભાઇ ધડુકને ઘ્યાનમાં આવતા તેઓએ તાત્કાલીક ધોરણે ખેડુતોના હિતને ઘ્યાનમાં રાખી સીસીઆઇ ના અધિકારી અને ચેરમેનને ઉગ્ર રજુઆત કરી ખેડૂતોના હિત માટે યોગ્ય કરવા વિનંતી કરતા બે દિવસમાં કોલકી ખાતે ખરીદ કેન્દ્ર ઉપલેટા યાર્ડમાં તબદીલ કરવામાં આવેલ હવે ખેડૂતોને પોતાનો માલ ઉપલેટા યાર્ડ ખાતે લઇ આવવાના રહેશે અને ત્યાંથી ખેડૂતો પાસેથી માલની ખરીદી કરવામાં આવશે.

Fh

આ અંગે યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે ખેડૂતો પાસેથી કપાસ ખરીદીમાં કોઇ કાળે ગેરરીતી ચલાવી લેવામાં આવશે નહિ. રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોના માલ લેવામાં આવશે ખેડૂતો પાસેથી એક દિવસમાં વધુમાં વધુ ર૦૦ મણ કપાસ લેવામાં આવશે. એક વિધા દીઠ ૧પ મણ કપાસ સીસીઆઇ ખરીદી શકશે પણ ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ જળવાઇ રહે તે માટે ૧૦૪૬ થી ૧૦૬૦ સુધીના ભાવ સીસીઆઇ દ્વારા આપવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ ૧૦૦ થી વધુ ખેડૂતોને બોલાવી તેનો માલ ખરીદી કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં યાર્ડના ડિરેકટર વિનુભાઇ ધેટીયા, સેક્રેટરી રાજભાઇ ઘોડાસરા, સીસીઆઇ ના અધિકારી મહેન્દ્રકુમાર ચૌહાણા, હરપાલસિંહ જાડેજા, ડાંગરભાઇ રાજુભાઇ વસોયા સહિત જોડાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.