દશેરાની દુર્ઘટના પછી પણ તંત્ર અને લોકો બેદરકાર !!

37

અમૃતસરમાં ૧૯ ઓકટોબરે દશેરા ઉત્સવ દરમિયાન બનેલા ગોજારા ટ્રેન અકસ્માત છતા બઠિંગામાં લોકો જીવના જોખમે રેલવે ટ્રેક પર છઠ્ઠ પુજા કરવા ઉમટયા

તંત્રના અણધડ આયોજનનો ભોગ ઘણી વખત સામાન્ય પ્રજાએ બનવું પડતું હોય છે. પરંતુ ઘણીવાર લોકો જ પોતાને મુશ્કેલીમાં મૂકી જીવનું જોખમ જાતે જ વધારી દે છે. આવું જ કંઈક પંજાબના બઠિંગા શહેરમાં છઠ્ઠપુજા દરમિયાન જોવા મળ્યું છે. ગત ૧૯ ઓકટોબરના રોજ દશેરા ઉત્સવ દરમિયાન પંજાબના અમૃતસરમાં ગોજારો ટ્રેન અકસ્માત સર્જાયો હતો અને ૬૧ લોકોના કરૂણ મોત નિપજયા હતા. આ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ રેલ ટ્રેકની અસુવિધા અને લોકોની બેદરકારી હતી આ ઘટનામાંથી શીખ મેળવવાને બદલે લોકો છઠ્ઠના દિવસે ફરી પાછા સુવિધા વગરના રેલવે ટ્રેક પાસે એકઠા થઈ ગયા હતા.

કોઈ ગંભીર ઘટના ઘટી હોય તો તેમાંથી શીખ મેળવી આવી અન્ય ઘટનાઓ ન બને તેનું ધ્યાન રાખવાનું કામ તંત્રનું તો છે જ પરંતુ આ સાથે દરેક વ્યકિતની પણ જવાબદારી છે. પરંતુ પંજાબમાં તાજેતરમાં બનેલ ઘટનાના જખ્મ હજુ ભરાયા નથી ત્યાં પંજાબના જ એક બીજા સ્થળ બઠિંગા નામના શહેરમાં રેલવે ટ્રેક પર લોકો છઠ્ઠપુજા કરવા ઉમટી પડયા હતા. ૧૯ ઓકટોબરે દશેરાના દિવસે બનેલ ઘટના ફરી બઠિંગામાં મંગળવારે બનત તેવી શકયતાને નકારી ન શકાય.

દશેરાની દુઘર્ટનામાંથી તંત્રએ પણ શીખ લઈ રેલવે ટ્રેક પર સુરક્ષીત કામ શ‚ કરવું જોઈએ જયારે લોકોએ પણ પોતાની સાવચેતી સમજી રેલવે ટ્રેક નજીક ન જવું જોઈએ આ અંગે બાઠિંગા જીઆરપી એસએચઓ હરજીન્દર સિંઘે કહ્યું કે, છઠ્ઠ પુજા નિમિતે અહી સેંકડો લોકો ઉમટી પડયા હતા.

જેમની સાવચેતી માટે આ વિસ્તારમાં અને નદીકાંઠે પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા જો કે, છઠ્ઠ પુજા નિમિતે પણ અહીં રેલવે ટ્રેક નજીક ન આવવા લોકોને અગાઉથી જ સુચનાઓ આપી દેવાઈ હતી. તેમ છતા લોકો આસ્થામાં અંધ થઈ જીવના જોખમે ઉમટી પડયા હતા.

હરજીન્દરસિંઘે વધુમાં જણાવતા કહ્યું કે, બાઠિંગાથી માલોઉટના આ વિસ્તારમાં દરરોજ ૧૨ જેટલી ટ્રેન પસાર થાય છે. અને છઠ્ઠના તહેવારમાં લોકોની સુરક્ષાને લઈ લોકો પાયલોટને પણ ટ્રેન ધીમે ચલાવવાની સુચના અપાઈ હતી.

Loading...