Abtak Media Google News

ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલી સલાસર પ્લાયવુડની કંપનીમા ગત થોડા દિવસ પહેલા એક આધેડ મહિલાનુ કમકમાટીભયુઁ  મોત નિપજ્યુ હતુ ખરેખર આ મહિલાના મોતની પાછળનુ કારણ કંપનીના સત્તાધીશો અને તેઓની બેદરકારી જ કહી શકાય કારણ કે આ ઘટના પ્લાયવુડની કંપનીમા પ્રથમ વખત બની હોય તેવુ પણ નથી અગાઉ પણ એક યુવાનનો ભોગ આ પ્લાયવુડની કંપની લઇ ચુકી છે અને તે સમયે પણ સત્તાધીશોની બેદરકારી જ સામે આવી હતી.

ત્યારે ફરી એક વખત ધ્રાગધ્રા તાલુકાના નવલગઢ ગામના આધેડ મહિલાના શરીરનુ અંગ રાત્રીના સમયે પ્લાયવુડની કંપનીમા આવેલી મશીનરીમા આવી જતા આધેડ મહિલાના શરીરથી મસ્તક અલગ થતા મહિલાનુ મોત નિપજ્યુ હતુ વળી કંપનીના સત્તાધીશો દ્વારા સૌ પ્રથમ આ ઘટના બનતા જ સમગ્ર મામલો દબાવવા ખુબજ ધમપછાડા કર્યા હતા. મહિલાના મોતની એક્સીડેન્ટલ ડેથ પોલીસ ચોપડે પણ ૨૪ કલાક બાદ નોંધાઇ હતી.

જોકે કંપનીના સત્તાધીશોની બેદરકારી એટલી હદે છે કે કંપનીમા કોઇજાતના સેફ્ટી સાધનો અથવાતો મજુરી કામ કરતા લેબરોને સેફ્ટી પોશાક અપાતો નથી વળી સરકારી નિયમો મુજબ એકપણ લેબરના વીમા હોતા નથી જેથી સ્પષ્ટરીતે કંપનીની જ બેદરકારી સામે આવી હતી પરંતુ બેદરકાર કંપનીના સત્તાધીશો દ્વારા આધેડ મહિલાના મોતને એક્સીડેન્ટલ ડેથ ગણાવી પરીવારજનોને ૧૦ લાખ જેટલી રકમ ચુકવી તમામ મામલાને શાંત પાડી દેવાયો હતો જ્યારે આ બાબતની જાણ મજુરવગઁમા થતાની સાથે પ્લાયવુડની કંપનીના સત્તાધીશો સામે મજુરવર્ગનો રોષ ફાટી નિકળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.