Abtak Media Google News

આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાની કાશ્મીર પાંખનો વડો હણાયો ત્યારથી આ જગ્યા ખાલી છે

અબુ ઇસ્માઇલની હત્યા પછી કાશ્મીરના એલ.ઇ.ટી. ચીફ બનવા કોઇ તૈયાર નથી તેમ ડીજીપીએ જણાવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ડી.જી.પી.) એસ.પી. વૈદે પત્રકારો સાથે વાત કરતાં એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું કે કટ્ટર આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા (એલ.ઇ.ટી.) ના કમાન્ડરની પોસ્ટ કાશ્મીર વેલીમાં ખાલી પડેલી છે. પરંતુ તેનો ભૂતપૂર્વ ચીફ અબુ ઇસ્માઇલની હત્યા પછી આ પદભાર ઉચકવા કોઇ જ તૈયાર નથી.

અસલમાં ડી.જી.પી. વૈદતે  જમ્મુ અને કાશ્મીરમાં દર વર્ષે યોજાતી શિકારા ટેસ (બોટ રેસ) (હોડી હરીફાઇ) અને વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલ જશ્ને દાલના ઉદધાટન માટે આવ્યા હત તયરે પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા. તેમને લશ્કરે તોયબાનો હવે પછીનો કાશ્મીરનો ચીફ કોણ તેના વિશે સવાલોનો મારો ચલાવ્યો હતો. વૈદે આગળ કહ્યું હતું કે આતંકવાદીઓ હવે પોલીસની તાકાતને ઓળખી ગયા છે. અબુ ઇસ્માઇલ હણાયો પછી કાશ્મીરના લશ્કરે તોયબા પાંખનો વડો બનવા કોઇ રાજી નથી આ સિવાય તેનો કોઇ વિકલ્પ હોય તો મને ખબર નથી. પરંતુ અત્યારે તો કોઇ તૈયાર નથી.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે દર વર્ષે કાશ્મીરનીરાજધાની જમ્મુમાં વોટર સ્પોટસ ફેસ્ટીવલ દાલ લેક પર યોજવામાં આવે છે. તેથી તેને જશ્ને દાલ કહેવામાં આવે છે. આ સિવાય દાલ લેકમાં ચાલતી ખાસ બોટ અથવા હોડીને કાશ્મીરી ભાષામાં શિકારા કહેવામાં આવે છે. આ શિકારા રેસ પર દર વર્ષે યોજાય છે. અને તેમાં વિજેતા બનનારને મોટું ઇનામ આપવામાં આવે છે. આ શિકારા રેસ પરંપરાગત અને પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. ફરી આતંકવાદીની વાત કરીએ તો આતંકવાદી ગૂટ લશ્કરે તોયબાનો કાશ્મીર પાંખનો વડો અબુ ઇસ્માઇલ પોલીસ અને લશ્કરી જવાનો સાથેની મૂઠભેડમાં હત્યા પામ્યો હતો. આથી હવે તેની જગ્યા લેવા કોઇ જ તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.