Abtak Media Google News

જામનગરથી પાંચ તબીબોને સુરત માટે રવાના કર્યા પછી હવે ૩૦ સ્ટાફ નર્સને પણ જામનગરથી સુરત મોકલવા સરકારે આદેશ કર્યા છે, જો કે હજુ સુધી રવાના કરવામાં આવ્યા નથી. કોરોનાની મહામારી સુરતમાં વધારે પ્રમાણમાં વકરી રહી છે. જ્યારે દર્દીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે રાજ્યની અન્ય હોસ્પિટલો, મેડિકલ કોલેજ માંથી તબીબો, નર્સિંગ સ્ટાફને સુરત મોકલવામાં આવી રહ્યા છે.

જામનગરથી ગઈકાલે પાંચ તબીબોને સુરત મોકલવામાં આવ્યા હતાં જેમાં બે મેડિસીન વિભાગ, બે એનેસ્થેસિયા વિભાગના અને એક ટીબી ચેસ્ટ વિભાગના તબીબોનો સમાવેશ થાય છે જ્યારે હવે જામનગરથી ૩૦ નર્સીંગ સ્ટાફને સુરત મોકલવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલને સરકારનો આદેશ મળી ચૂક્યો છે, જો કે હજુ સુધી આ માટે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કોઈને સુરત માટે રવાના કરવામાં આવ્યા નથી તેમ સત્તાવાર રીતે જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.