Abtak Media Google News

ગત વર્ષ 2020માં ખૂબ ચર્ચિત અને સફળ વેબ સીરિઝ સ્કેમ 1992-ધ હર્ષદ મેહતા સ્ટોરી બાદ સોની લિવે હવે સ્કેમ ફ્રેન્ચાઈઝીને આગળ વધારતા બીજી એક સીરિઝ સ્કેમ 2003ની જાહેરાત કરી છે. બીજી સીઝનને પણ હંસલ મેહતા જ નિર્દેશિત કરશે. સીરિઝના નિર્માતા કંપની એપ્લોઝ એન્ટરટેનમેન્ટએ ગુરૂવારે સોશિયલ મીડિયા રક જાહેરાત કરી છે અને સ્કેમ 2003 ધ ક્યૂરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી વીશે માહિતી આપી હતી. તેની કહાની જર્નલિસ્ટ સંજય સિંહની હિન્દી બુક રિપોર્ટરની ડાયરીમાંથી લોવામાં આવી છે. સંયજ સિંહે આ દરમિયાન આ કૌભાંડની મોટી સ્ટોરી બ્રેક કરી હતી.

‘સ્કેમ 2003’ અબ્દુલ કરીમ તેલગીની કહાની હશે.જેમનો સ્ટેમ્પ પેપર સ્કેમનો ખુલાસો 2003માં થયો હતો. સીરિઝમાં બતાવવામાં આવશે કે, કેવી રીતે કર્ણાટકના ખાનપુરમાં જન્મેલા તેલગી એક એવો ઘોટાળાના માસ્ટર માઈન્ડ બન્યા હતા, જેણ દેશના ઘણા રાજ્યોમાં પોતાની પકળ બનાવીને 20,000 કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યું હતું. પુસ્તકના લેખક સંજય સિંહ સાથે મરાઠીના જાણીતા ફિલ્મમેકર કિરન યદનોપાવિતને સ્ક્રીનપ્લે લખવાની જવાબદારી સોપવામાં આવી છે. આ સિરીઝ આવત વર્ષે સોની લિવ પર રિલીઝ કરવામાં આવશે.

તેલગીના ફર્જી સ્ટેમ્પ પેપરનો ધંધો ઘણા રાજ્યોમાં ફેલાયેલો હતો. આ કૌભાંડના સ્તરો ખુલતાં જ ઘણા ચોંકનારા પાસાઓ સામે આવ્યાં હતા. નકલી સ્ટેમ્પ પેપર છાપવા માટે તેલગીએ 350 લોકોને નોકરી પર રાખ્યા હતા. આ સ્કેમ આંચ અનેક સરકારી અધિકારીઓને પહોંચી હતી.

સ્કેમ 1992-ધ હર્ષદ મેહતા સ્ટોરી 2020માં સોની લિવ પર સ્ટ્રીમ થઈ હતી અને આ સિરીઝ ખૂબ જ વાખાણ થયા હતા અને એવોર્ડ મળ્યા હતા. પ્રતીક ગાંધી સિરીઝમાં મુખ્ય ભુમીકામાં હતા. જે તેના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. સ્કેમ 1992 જર્નલિસ્ટ સુચેતા દલાલ અને દેવાશીષ બસુની બુક The Scam- Who Won, Who Lost, Who Lost Away પર આધારીત હતી. સીરિઝમાં સુચેતાની ભીમિકા શ્રેયા ધન્વતરિ જાવા મળી હતી.તેનું સ્ક્રીનપ્લે સુમીત પુરાહિત, સૌરભ ડે,વૈભવ વિશાળ અને કરણ વ્યાસે લખ્યું હતું. તેનું નિર્માણ પણ એપ્લોઝ એન્ટરટેનમેન્ટે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.