Abtak Media Google News

હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.તેવામાં આજે અમિત શાહ સવારે 9 વાગ્યે અંબુજા કંપનીના હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું અને ત્યાંથી ભાજપના કાર્યકરો સાથે બાઈક રેલી યોજી કોડીનાર પાણી દરવાજા પહોંચ્યા હતા.

અહીં તેઓએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતુ. બાદમાં નાનો રોડ શો યોજ્યો હતો. અહીં ત્યારબાદ કોડિનારમાં શાહે જાહેરસભાને સંબોધન કર્યું હતું. કોડિનારમાં અમિત શાહની સભામાં તેમને જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત. વિશ્વભરનાં લોકો સરદાર પટેલને શ્રઘ્ધાંજલિ આપવા માટે કેવડિયા આવે છે.

ગીરનું ક્ષેત્ર એટલે સાવજ પણ મળે અને સાવજ જેવા જણ પણ મળે. સોમનાથ મંદિર પર ધ્વજા ફડફડતી દેખાય એટલે સરદાર યાદ આવે તે ન હોત તો સોમનાથ પાકિસ્તાનમાં હોત. હૈદરાબાદ અને જૂનાગઢ સરદારે સંભાળ્યા હતા, કાશ્મિર જવાહરલાલે સંભાળ્યું હતું આજે ચિત્ર સામે છે. હું ઘણું ફર્યો એક જ વાત સાંભળવા મળે છે મોદ મોદી…ચૂંટણીનું પરિણામ નિશ્ચિત છે. ગુજરાતીઓ મોદીને વડાપ્રધાન બનાવવામાં પાછળ નહીં રહે. શરૂઆત જૂનાગઢથી કરવાની. જૂનાગઢની સીટ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાની સીટ છે. મોદીએ સૌરાષ્ટ્રને એઇમ્સની ભેટ આપી તે મોટો વિકાસ કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.