Abtak Media Google News

રિસર્ચ મુજબ પ્રોટીન શેક કે સ્પોર્ટસ ડ્રિન્ક જેટલું જ હેલ્ધી ચોકલેટ મિલ્ક છે અને એ વર્કઆઉટ પછી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે એક્સપર્ટ ઓપિનિયન આ રિસર્ચી વિપરીત છે, કારણ કે ચોકલેટ મિલ્કમાં ઘણી કેલરી હોવાથી  એ બિલકુલ હેલ્ધી ગણી શકાય નહીં. અઢળક રિસર્ચ છે જે ચોકલેટને હેલ્ધી ગણાવે છે છતાં નિષ્ણાતો માને છે કે એના ફાયદા લિમિટેડ અને નુકસાન વધુ છે

બાળકી માંડીને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવતી કોઈ વસ્તુ છે તો એ છે ચોકલેટ. ભાગ્યે જ કોઈ વ્યક્તિના મોઢે સાંભળવા મળે કે મને ચોકલેટ ની ભાવતી. આપણે ત્યાં તહેવારો પર હવે મીઠાઈનું સન ચોકલેટે લઈ લીધું છે. બધી દેશી મીઠાઈઓ જેમ કે મોદક, પેંડા કે બરફી પણ ચોકલેટ ફ્લેવરની મળતી ઈ ગઈ છે. દૂધમાં કેસર-ઇલાયચી અને ડ્રાયફ્રૂટના ફ્લેવરને બદલે હવે બધા ચોકલેટ ફ્લેવર જ પસંદ કરતા થઈ ગયા છે. બે વર્ષનાં નાનાં બાળકોને પોષણ માટે આપવામાં આવતા પાઉડરમાં ફ્લેવર તરીકે ચોકલેટ વાપરવામાં આવે છે. ચોકલેટ ખાવી એ આદત યુવાન લોકોમાં ખરાબ ની ગણાતી, છતાં બાળકો માટે એ આદતને આપણે ત્યાં ખરાબ માનવામાં આવે છે. બાળકોની ચોકલેટ ખાવાની આદતો પર વડીલો રોક લગાવતા રહેતા હોય છે.

ચોકલેટ ખાવાી દાંત ખરાબ થઈ જશે, પેટમાં કીડા થઈ જશે એવી વાતો કરી-કરીને બાળકોને ચોકલેટ ખાતાં અટકાવે છે. ઘણાં મા-બાપ મહામહેનતે બાળકને લિમિટેડ ચોકલેટની આદત પાડે છે, પરંતુ હકીકત શું છે? ચોકલેટ ખરાબ છે કે સારી? ગૂગલ પર ચોકલેટ અને હેલ્ એ બે શબ્દો ટાઇપ કરો તો સંખ્યાબંધ વેબસાઇટ આવશે જે કહેશે કે ચોકલેટ ખૂબ જ હેલ્ધી છે. ચોકલેટ કઈ-કઈ રીતે સારી છે એનું વિસ્તૃત વર્ણન આવશે, જેમાં હાર્ટ-અટેકી માંડીને સ્કિનને સુધારવા માટે ચોકલેટ ઉપયોગી છે એવા ઘણા સ્ટડીઝ પણ મળશે. ઘણા ક્લેમ કરે છે કે પ્રેગ્નન્સીનાં કોમ્પ્લીકેશન્સ ઘટાડવા માટે ચોકલેટ ઉપયોગી છે તો ઘણા કહે છે કે કોલેસ્ટરોલને ઓછું કરવામાં એ મદદ કરે છે. ઘણા વૈજ્ઞાનિકોએ એને સુપર ફૂડનું બિરુદ આપ્યું છે. ચોકલેટી લાભ થાય છે કે હાનિ? આ પ્રશ્નનનો જવાબ આપણે શોધીશું.

રિસર્ચ

Phpthumb Generated Thumbnailતાજેતરના એક રિસર્ચમાં વર્કઆઉટ કર્યા પછી લોકો જે પ્રોટીન શેક કે સ્પોટ્ર્સ ડ્રિન્ક પીએ છે એને બદલે ચોકલેટ મિલ્કશેક પીવું હેલ્ધી છે અને એનાી શરીરને એટલો જ ફાયદો થાય છે એવું કહેવામાં આવ્યું. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું કે એક ગ્લાસ ચોકલેટ મિલ્કશેક કી તમને ૧૬ ગ્રામ પ્રોટીન અને ૨૩૦ કેલરી મળે છે જે વર્કઆઉટ પછી ઘણાં ઉપયોગી સાબિત થઈ શકે છે. વર્કઆઉટમાં બાળેલી કેલરી વર્કઆઉટ પછી શરીરમાં ઠાલવવાનો શું ર્અ છે? જિમમાં સખત વર્કઆઉટ કરતા લોકોને જ ખબર છે કે ૨૩૦ કેલરી બાળવા માટે કેટલી મહેનત કરવી પડે છે. એક કલાકના વર્કઆઉટમાં ઍવરેજ વ્યક્તિ માંડ ૧૫૦-૨૦૦ કેલરી બાળતી હોય છે. જેટલી કેલરી બાળી એનાી પણ વધુ કેલરી પેટમાં ઠાલવીને વર્કઆઉટ પર પાણી ફેરવવા જેવું થાય છે. પ્રોટીન શેક એટલા માટે હેલ્ધી છે કે વેઇટ-ટ્રેઇનિંગ કર્યા પછી જે મસલ્સ તૂટ્યા હોય એના રિપેર માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે જે પ્રોટીન શેક પૂરી કરે છે. દૂધ પણ ખૂબ જ હેલ્ધી છે, પરંતુ ચોકલેટ મિલ્કમાં ડાયરેક્ટ શુગર છે, જેમાં એકસો કેલરી મળવાી એનર્જી લાગે, પરંતુ એ કોઈ પણ રીતે હેલ્ધી કહી શકાય નહીં. વળી જેટલાં પણ રિસર્ચ યાં છે અને જે લોકો ચોકલેટને હેલ્ધી માને છે એ હેલ્ધી ચોકલેટ ડાર્ક ચોકલેટ છે, જેમાં કોકોનું પ્રમાણ વધારે અને શુગરનું પ્રમાણ ઓછું હોય છે.

થોડા ફાયદા

Chocolate Milk 1515107982આખી દુનિયા ચોકલેટના ટેસ્ટને વખાણે છે. નવાઈની વાત એ છે કે એક બાળકને રોટલી-શાક, દાળ-ભાત જેવા ટેસ્ટ ડેવલપ કરાવવાની જરૂર પડે છે. સતત તેને ખવડાવતા રહો ત્યારે તેને એ ભાવવાની શક્યતા રહે છે, જ્યારે ચોકલેટમાં કોઈ ટેસ્ટ ડેવલપ કરવાની જરૂર જ ની હોતી. પહેલી વાર ખાય ત્યારી બાળકને ચોકલેટ ભાવવા લાગે છે. એના ટેસ્ટમાં ખરેખર એક તત્વ રહેલું છે જે વ્યક્તિના મૂડને લિફ્ટ કરે છે. ડાર્ક ચોકલેટમાં ખૂબ વધારે પ્રમાણમાં રોગ સામે લડતાં ફ્લેવનોઇડ્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે ઘણાં શાકભાજી અને ફળોમાંથી પણ મળે છે. ચોકલેટનું કોઈ ફોર્મ હેલ્ધી છે તો એ છે ડાર્ક ચોકલેટ. વળી ચોકલેટનો જે મુખ્ય ફાયદો છે એ છે કે એ મૂડને સારો કરવામાં મદદરૂપ થાય છે. એનું મુખ્ય કારણ છે કે ચોકલેટ ખાવાી એન્ડ્રોફિન હોર્મોનનો સ્રાવ થાય છે જે ઍન્ગ્ઝાયટી દૂર કરે છે અને સ્ટ્રેસી છુટકારો અપાવે છે. એમાંથી મેગ્નેશિયમ પણ સારી માત્રામાં મળે છે. આમ સ્ટ્રેસ દૂર કરવા કે મૂડ સારો કરવા ક્યારેક લિમિટેડ માત્રામાં ચોકલેટ ખાઓ તો હાનિકારક ની, પરંતુ જો એ ખાવાની આદત હોય તો એ ચોકલેટમાં રહેલી કેલરી મેનેજ કરવી ભારે પડી જાય છે. એમાં ઘણી વધારે કેલરી છે જે ખર્ચ કરવી સરળ નથી.

નુકસાની કઈ રીતે બચવું?

ચોકલેટમાં શુગર વધારે હોવાથી દાંતમાં ચોટી જાય કે સડો ઈ જવાનો પ્રોબ્લેમ થઈ શકે છે. એ ન થાય એ માટે ચોકલેટ ખાઈએ પછી એક વખત બ્રશ કરી લેવું બેસ્ટ છે. એ શક્ય ન હોય તો રાત્રે સૂતાં પહેલાં અને સવારે ઊઠીને બે વખત બ્રશ કરાવવું જ.

ચોકલેટની આદત જે બાળકોને વધારે હોય તે બાળકો હાઇપરઍક્ટિવ હોઈ શકે છે, કારણ કે એમાઠી મળતી કેલરી તેમને હાઇપર બનવા મજબૂર કરે છે. આ કેલરી વાપરવી જરૂરી બની જાય છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

161218 Chocolate Milk Klay Thompson 02251 Web Ready(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.