Abtak Media Google News

આઈપીએલ-13માં અમિતમિશ્રાને સ્થાને કર્ણાટકના પ્રવીણ દુબે રમશે

દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલ 2020 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે પરંતુ ટીમને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. દિલ્હી કેપિટલનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પહેલાથી જ ઈજાના કારણે આઉટ થઇ ગયો હતો. ત્યારે હવે આઈપીએલ-13નો લેગ સ્પિનર ​​અમિત મિશ્રા પણ ઈજાના કારણે બહાર થઈ ગયો છે.

પ્રવીણ દુબે અમિત મિશ્રાની જગ્યા લેશે
અમિત મિશ્રાની જગ્યાએ પ્રવીણ દુબે સાથે જોડાણ કર્યું છે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન બહાર પાડ્યું છે અને આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કર્ણાટકના પ્રવીણ દુબે અમિત મિશ્રાને સ્થાને રમશે. કે જેણે પોતાના રાજ્ય માટે 14 ઘરેલું ટી 20 મેચ રમી છે અને 6.87 ની સરેરાશથી 16 વિકેટ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, અમિત મિશ્રાને 3 ઓક્ટોબરના રોજ શારજાહમાં કોલકાતા નાઈટ રાઇડર્સની મેચ દરમિયાન આંગળી પર ઈજા થઈ હતી. આ કારણે તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો. તેની સર્જરી કરાઈ છે. આઈપીએલમાં ત્રણ હેટ્રિક લેનાર અમિતે આ સીઝનમાં માત્ર ત્રણ મેચ રમી હતી અને ત્રણ વિકેટ લીધી હતી.

આ વિશે અમિત મિશ્રાએ કહ્યું છે કે, “મને ખબર નહોતી કે આ ઈજા આટલી તીવ્ર હશે.” મેં વિચાર્યું કે તે એક કે બે મેચ માટે હશે. બોલને કેચ કરવા જતાં આ ઈજા થઈ હતી. જો કે, મેં મારુ સો ટકા પ્રદર્શન આપ્યુ તે મારી માટે સંતોષકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.