સિરામિક, વોલ ક્લોક બાદ હવે રમકડામાં વિશ્વમાં ડંકો વગાડવા મોરબી તત્પર

મોરબીમાં ટોયપાર્ક ઉભું કરવા અજંતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના એમડી જયસુખ પટેલની સરકાર સમક્ષ માંગ

ગુજરાતને ‘રમકડા ઉદ્યોગ’નું હબ બનાવવા માટેનું બીડું ઝડપવા મોરબી વોલ ક્લોક મેન્યુફેક્ચર્સ એલાયન્સ સજ્જ: મોરબીમાં ૧૦,૦૦૦ ચો. મીટર જગ્યા ફાળવવા જીઆઇડીસીને પત્ર લખી કરી રજૂઆત

ગુજરાત કે જે મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સમગ્ર ભારતમાં એક આગવી ઓળખ ધરાવે છે. કૃષિ, ઓટો મોબાઈલ, ટેકનોલોજી, રીન્યુએબલએનર્જી વગેરે ક્ષેત્રોએ ગુજરાત રાજયે હરણફાળ ભરી સમગ્ર દેશમાં અન્ય રાજયોની સરખામણીએ અવલ્લ સ્થાન મેળવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં રમકડા ઉદ્યોગમાં ઝંપલાવી ગુજરાતનો સર્વાંગી વિકાસ સાધવા રૂપાણી સરકારે કમર કસી છે. આ માટે સરકારે કમરકસી છે. આ માટે સરકારે ગાંધીનગરમાં ટોય પાર્ક ઉભુ કરવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતને રમકડા ઉદ્યોગ માટેનું હબ બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે. આ તકનું બીડુ ઝડપવા મોરબી વોલ કલોક મેન્યુફેકચર્સ એલાયન્સ આગળ આવ્યું છે. સિરામીક અને વોલ કલોક બાદ હવે, રમકડા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્ર્વભરમાં ડંકો વગાડવા મોરબી તત્પર થયું છે. મોરબી વોલ કલોક મેન્યુફેકચર્સ એલાયન્સ અને અંજતા-ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગ ડાયરેકટર જયસુખભાઈ પટેલે આ માટે સરકાર સમગ્ર માંગ કરી છે. મોરબીમાં ટોય પાર્ક ઉભુ કરવા રજૂઆત કરી છે. અને આ માટે ૧૦,૦૦૦ ચોરસ મીટર જમીન ફાળવવા તો મોરબીમાં જીઆઈડીસી બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને પત્ર લખી સૂચનો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમન કી બાતથ કાર્યક્રમમાં રમકડા ઉદ્યોગના વિકાસને લઈ વાત રજૂ કરી હતી પીએમ મોદીના આ રાષ્ટ્રજોગ સંબોધનથી છેડાયેલી રમકડાં ઈન્ડસ્ટ્રીને વેગવંત બનાવવાની વાતનું બીડુ સૌ પ્રથમ ગુજરાત સરકારે ઝડપી આ તરફ કામ કરવા મહત્વના નિર્ણયો લીધા છે. જે મુજબ ગાંધીનગરમાં નટોય પાર્કથ ઉભુ થવાનું છે તાજેતરમાં ઉદ્યોગકારો સાથેની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ટોયપાર્કને લઈ મહત્વની ચર્ચા કરી હતી અને આ માટે અહેવાલ તૈયાર કરી ઝડપથી સરકારને સોંપવા આદેશ કર્યા હતા. રૂપાણી સરકારના આ પ્રયાસોથી રમકડા ક્ષેત્રે ઝંપલાવવા ઘણા ઉદ્યોગકારો પ્રોત્સાહિત થયા છે. જેમાનું એક મોરબી વોલ કલોક મેન્યુફેકચર્સ એલાયન્સ છ.

રમકડા ઉદ્યોગની વાત કરીએ, તો ભારતમાં અનેકવિધ પ્રકારનાં રમકડાઓ બને જ છે. પરંતુ યોગ્ય આંતરમાળખાકીય સુવિધા અને સરકારી પ્રેરકબળનાં અભાવે નાના, લઘુ ઉદ્યોગો મરણ પથારીએ પડયા છે. ભારતની સંસ્કૃતિ મુજબ, રમકડા એમાં પણ કલાકૃતિ, કોરણી વાળા માટી, લાકડાના રમકડા એક અલગ જ નામના ધરાવે છે.પરંતુ સુવિધાના અભાવે આ પ્રકારનાં રમકડા લુપ્ત થઈ રહ્યા છે. અને આની જગ્યા ઈલેકટ્રોનિકસ રમકડાએલીધી છે. જોકે, આ ઈલેકટ્રોનિકસ રમકડામાં પણ ભારત પાછળ નથી પરંતુ માળખું સુવ્યવસ્થિત ન હોવાના કારણે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર ન મળવાના કારણે તો બીજી તરફ ચાઈનીઝ રમકડાની આયાત થવાને કારણે દેશનું ઘરેલું ઉત્પાદન ઠપ્પ થયું છે. ૮૦ ટકાથી વધુ રમકડા ચીનમાંથી આયાત થાય છે. આપણા દેશમાં જ અઢળક તકો રહેલી છે. પરંતુ આ વણવપરાયેલી તકોનો યોગ્ય ઉપયોગ ન થવાથી મસમોટું નુકશાન નીવડી રહ્યું છે. જેને હવે, નાથવા અને ઘરેલું ઉત્પાદન વધારી આર્થિક ગતિવિધી મજબુત કરવાની સાથે સાથે રોજગારી પણ ઉભી કરવા સરકાર મથામણ કરી રહી છે.

આ માટે કેન્દ્ર સરકારે નઆત્મનિર્ભર ભારતથ અભિયાન શરૂ કરાવ્યું છે. જે અંતર્ગત દેશ તમામ ક્ષેત્રે સ્વાવલંબી બને અને આયાતનો રેશિયો ઘટી નિકાસ વધે તેમાટે પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં હવે, રમકડા ઉદ્યોગનો પણ સમાવેશકરાવી આ ક્ષેત્રે ચીની આયાત રોકવા પર ભાર મૂકાયો છે.

મોરબી વોલ કલોક મેન્યુફેકચર્સ એલાયન્સ અને અંજતા-ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડીરેકટર જયસુખભાઈ પટેલે મોરબીમાં જ રમકડા પાર્ક બનાવી શહેરના નાના ઉદ્યોગકારોને તક આપવા કેન્દ્રને રાજય સરકારને રજૂઆત કરી છે. આ ઉપરાંત, મોરબીમાં જીઆઈડીસી બનાવવા પણ માંગ કરી છે. અબતક સાથેની ખાસ વાતચીતમાં જયસુખભાઈ પટેલે જણાવ્યું છે કે રમકડાં ઉદ્યોગના વિકાસ થકી જણાવ્યું છે કે, રમકડાં ઉદ્યોગના વિકાસ થકી રાજયમાં રોજગારીની મોટી તકો ઉપલબ્ધ થશે. રોકાણની સાથે સાથે રોજગારીનું પણ સર્જન થશે. ૮૦ ટકાથી વધુ રમકડા ચીનમાંથી આયાત થાય છે. જેના પર રોક લગાવવી જરૂરી બની છે. આ આયાત પર ડયુટી વધવી જોઈએ જેના કારણે આયાતી ચીની રમકડાનાં ભાવ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે વધશે અને અંતે રમકડશનાં ઘરેલું ઉત્પાદનની માંગ વધશે. સરકાર અત્યારે માત્ર રોકાણ પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ આ સાથે ગંભીર બની રહેલા રોજગારીના પ્રશ્ર્ન પર પણ ધ્યાન કેળવવું જોઈએ ઘર આંગણે રમકડાં ઉદ્યોગના ઉત્પાદનથી અન્ય દેશો પરની નિર્ભરતા ખત્મ થશે તો આ સાથે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને અંતે દેશના અર્થતંત્રમાં વેગ આવવાથી જીડીપી પણ વધશે.

જયસુખભાઈ પટેલે વધુમાં જણાવતાં કહ્યું કે, અત્યારે એવો અભિગમ કેળવાયો છે કે મસમોટી કંપનીઓને નાની ચીજ વસ્તુઓનાં ઉત્પાદનમાં રસ નથી અને અર્થતંત્રની આધારશિલા ગણાતી એવી આ નાની વસ્તુઓનાં ઉત્પાદનમાં રસ ધરાવનારા પાસે યોગ્ય સુવિધા ન હોવાથી પરિણામ ઉપજતુ નથી રમકડા ક્ષેત્રે ભારતમાં વિપુલ તકો રહેલી છે. માંગ છે તો તેની સામે ઉત્પાદનની તકો પણ છે જ પરંતુ માત્ર તેને યોગ્ય ઢાંચો આપવાની જરૂર છે. ચીન સ્થાનિક કિંમતો કરતા અનેકગણી ઓછી કિંમતે રમકડા વેચે છે. આ જ પરિબળ ભારત માટે નુકશાન કારક છે. ચીની રમકડાનાં ભાવ જ સ્થાનિક ભાવ થાય અથવા તેના કરતા પણ ઓછી કિંમત અંકાય તેવા પ્રયાસ કરવા જોઈએ જેથી કરીને સ્થાનિક લોકો ઘરેલુ ઉત્પાદન ખરીદવા તરફ આકર્ષાય.

રોકાણ નહીં પણ રોજગારી પર ધ્યાન કેન્દ્રીત કરી નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા જરૂરી

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલાં આત્મનિર્ભર અભિયાન અંતર્ગત દેશને સ્વાવલંબી બનાવી દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધવાના પુરજોશમાં પ્રયાસો થઈ રહ્યાં છે. તો બીજી તરફ પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવા સરકાર વિદેશી ભંડોળ પર વધુ ભાર મૂકી રહી છે. પરંતુ શું માત્ર વિદેશી રોકાણ થકી સર્વાંગી વિકાસ શક્ય છે ?? વિદેશી ભંડોળ થકી “સંપૂર્ણ આત્મનિર્ભરતા પામવી શકય છે ?? ના, આ લક્ષ્યાંકોને સાકાર કરવા વિદેશી રોકાણોની સાથે સાથે ઘરેલું ગતિવિધિઓને પણ તેજ બનાવતી આવશ્યક છે. મોરબી વોલ કલોક મેન્યુફેકચર્સ એલાયન્સના જયસુખભાઈ પટેલે આ તરફ ધ્યાન દોરતાં જણાવ્યું છે કે, રોકાણ નહિ, પણ રોજગારી પર ધ્યાન કેન્દ્રીત કરી સરકારે લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. રમકડાં ઉદ્યોગનો વિકાસ કરવાની સરકારની યોજના આવકાર્ય છે પણ આ માટે ત્વરીત અને સક્રિય પગલાં લઈ કામ કરવું જરૂરી છે. હાલ કોરોના મહામારીના આ સમયમાં બેરોજગારીનો પ્રશ્ર્ન વધુ વિકટ બન્યો છે. રોજગારીના પ્રશ્ર્નો નિવારવા ઘરેલું ઉત્પાદન વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મોરબી વોલ કલોક મેન્યુફેકચર્સ એલાયન્સ અને અંજના–ઓરેવા ગ્રુપ ઓફ કંપનીની વાત કરીએ તો આ સાથે ૩ લાખ જેટલા લોકો સંકળાયેલા છે અને રોજગારી મેળવે છે. પ્રતિ દિવસે ૧૦ લાખ ઘડિયાળ ઉત્પાદિત કરી વિશ્ર્વમાં નંબર વન સ્થાન પર છે. વિશ્ર્વભરના ૪૦ જેટલા દેશોમાં પ્રોડકટસની નિકાસ થાય છે.

ગુજરાતમાં રમકડા ઉદ્યોગના વિકાસ માટે અજંતા-ઓરેવા ગ્રુપના સરકારને સૂચનો

મોરબીમાં રમકડાં ઉદ્યોગના વિકાસ માટે અંજના-ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલે કેન્દ્ર અને રાજય સરકારને પત્ર લખી દસ હજાર ચો.મીટર જમીન ફાળવવા રજૂઆત કરી છે. તો આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રમકડા ક્ષેત્રે ભારતને સ્વાવલંબી કેવી રીતે બનાવી શકાય?? આ માટે આડે આવતા અડચળોને દુર કરી કેમ સફળતાં મેળવી શકાય?? તે માટે સરકારને સૂચનો કર્યા છે જે નીચે મૂજબ છે. ચીન તથા અન્ય દેશોમાંથી થતી આયાત કોઈપણ સંજોગોમાં બંધ થવી જોઈએ જો આમ થશે તો જ ભારત ટોપ ઈન્ડસ્ટ્રીમાં આત્મનિર્ભર બની શકશે. આયાત પર રોક લગાવવા સરકારે રમક્ડા જેવા કે, ઈલેકટ્રીકલ્સ પ્લાસ્ટીક મીકેનીકલ ફીનીસ પ્રોડકટ રેડી ટુ સેલ હોય તેનું વેલ્યુએશન નીચે મુજબ કરવું. ઈમ્પોર્ટ કરેલા રમકડાનું કુલ નેટ વજનજેટલા કેજી હોય તેની વેલી રૂા.૨૫૦ કિલો ગણીને એસેસેબલ વેલ્યુ કાઢવી. જો આ કિંમત કંપનીએ જાહેર કરેલ કિમંત કરતિઅછી ઉપરનાં કેલ્યુલેશન કરતા ઓછી હોય, તો ડયુટી કેલ્કયુલેશન ડિકલર કરેલ વેલ્યુ ઉપર કરવું.

Loading...