Abtak Media Google News

દિલ્હી એઈમ્સમાં સફળ સર્જરી: હજુ બે ઓપરેશન બાદ સામાન્ય જીવન જીવી શકશે

 એઈમ્સ ઈન્સ્ટીટયૂટે સાબિત કરી બતાવ્યું છે કે ડોકટર ભગવાનનો રૂપ છે. મંગળવારના રોજ ૨૨ કલાકના સતત પ્રયાસથી તેમણે માથાથી જોડાયેલા બેલડા બાળકોની સર્જરી કરી હતી જે સફળ રહેતા તેમની મહેનત રંગ લાવી હતી. ઓડિસાના કંધમાલ જિલ્લાના ગરીબ ખેડુતને આંગણે થયો માથાથી જોડાયેલા બેલડા, જગા અને બાલિયાનો જન્મ તેમના માતા-પિતાની પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે હેલ્થ મિનીસ્ટરને મદદ માટે અરજી કરી તે અરજી સ્વિકારી સરકારે જગા અને બાલિયાનો પુરેપુરો ખર્ચો ઉપાડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ એઈમ્સના ડોકટરો દ્વારા આ કોનજોઈન્ટ ટવીન્સને સર્જરીથી અલગ કરાયા હતા. આ સર્જરી સોમવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થઈ હતી તો મંગળવારે સવારે ૬:૩૦ સુધી ચાલી હતી. જેમાં ખાસ ડોકટરોની ટીમ સાઈનઈન્ક્રામેન્ટ ભાગ અલગ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આટલી મોટી સર્જરી બાદ વધુ પ્રમાણમાં લોહી વહી જવાની સમસ્યા થઈ ન હતી. ડોકટર દિપક ગુપ્તા જે આ ન્યુરોસર્જન ઓપરેશનમાં ડો.એ.કે.મહાપાત્રા સાથે હતા. તેમણે જણાવ્યું હતું કે સર્જરી બાદ બન્ને બાળકોનું સ્વાસ્થ્ય સારુ હતું પરંતુ તેમના માટે પડકાર હતો કે જુડવા બાળકો ૨૭ મહિનાના હતા જેની નાડીયો જે મગજ અને હૃદયમાં બ્લડ સરકયુલેશન કરે છે તેને અલગ કરવી. તેમની હાલ સફળ સર્જરી કરી દેવામાં આવી છે પરંતુ આવતા ત્રણ મહિનામાં વધુ બે સર્જરી કરવી પડશે. જોકે હાલ જગા અને બાલિયાને મેડિકલ સુપરવિઝનમાં રાખવામાં આવશે. ડોકટરો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકોને જલ્દી રીકવરી આવી જાય. કારણકે બીજા હજુ બે ઓપરેશન બાદ તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ જશે અને સામાન્ય માણસ જેવી જિંદગી જીવી શકશે. એઈમ્સના ન્યુરોસર્જરીના હેડે જણાવ્યું હતું કે આ સર્જરીનું પ્લાનીંગ છેલ્લા ૨ મહિના પહેલા જ થઈ રહ્યું હતું. જેના પ્લાનીંગના અલગ અલગ સ્ટેજ માટે ૪૦ ડોકટરોને નિયુકત કરવામાં આવ્યા હતા. સામાન્યતરે આ પ્રકારના કેસ ખુબ જ રેર હોય છે. વિશ્ર્વભરમાં આ પ્રકારના ૫૦ કેસોની સર્જરી કરવામાં આવી છે. પરંતુ તેમાના અમુક જ સફળ જાય છે. જે સર્જરી સફળ જાય તે એક મેગા અચીવમેન્ટ કહેવામાં આવે છે. ઓડિસાના ચીફ મિનીસ્ટર નવીન પાટનૈક અને હેલ્થ મિનીસ્ટર પ્રતાપ જીનાએ આ મામલે અંગત રસ ધરાવ્યો હતો. ભારતમાં એક માથાથી જોડાયેલા જોડીયા બાળકો જે ૨૦ વર્ષના છે તે હજુ સર્જરી વગર જીવે છે. કારણકે તેમના કેસમાં વધુકોમ્પ્લેક્ષ છે. તો બીજી તરફ ન્યુ યોર્કના હોસ્પિટલમાં ૧૩ મહિનાના જોડિયા બાળકોની સર્જરી સફળ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.