Abtak Media Google News

વાસ્તુશાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરા છે ત્યારે તેને અનુસરવું ખોટું નથી: મિશ્રા

મઘ્પપ્રદેશમાં છેલ્લા ૧૪ વર્ષોથી  કોંગ્રેસે દરેક ચુંટણીમાં ગુમાવવાનો વારો આવ્યો છે અને પાર્ટી વિચારે છે કે આ બધુ શા માટે થાય છે ? ત્યારે તેના માટે કોઇ રાજકીય કારણ નહી પરંતુ વાસ્તુ દોષના કારણે આવું થાય છે.

કોંગ્રેસ પાર્ટીના હેડકર્વાટર ઇન્દીરા ભવન માટે ખાસ વાસ્તુ નિષ્ણાંતની સલાહ લેવામાં આવી હતી. જયાં કોંગ્રેસ ૨૦૦૩ થી કાર્ય કરે છે. ત્યારે પાર્ટીના રેસ્ટ ‚મ તથા ઓફીસ બેરર કે જે ત્રીજો માળે આવેલા છે. તેની દિશા ખોટી હોવાનું વાસ્તુ નિષ્ણાંતો જણાવતા તે માટે ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી છે.

મઘ્યપ્રદેશના ચીફ પ્રવકતા કે.કે.મીશ્રાએ જણાવ્યું હતું કે આ ફેરફાર દ્વારા તેઓ બીજેપીને આગામી ચુંટણીમાં હરાવવા માજ્ઞે સક્ષમ બની જશે. બસ થોડા દૈવિક ફેરફારો કરવા જરુરી છે.

વાસ્તુશાસ્ત્રએ હિંદુ ધર્મની જૂની પરંપરા છે કે જેના મુજબના નિર્માણ દ્વારા ખાસ પ્રકારના લાભો નજીકના ભવિષ્યમાં થાય છે. અને માઠા પરીણામો સામે રક્ષણ આપે છે એવી માન્યતા છે. ત્યારે કોંગ્રેસ લિડરના મતે કોંગ્રેસ ભવનમાં વાસ્તુદોષ છે માટે અમે તેના દ્વારા નિવારણ કરીએ તે કોઇ ખોટી બાબત નથી કારણ કે અમે ધર્મમાં માન્યતા રાખીએ છીએ.

ભાજપના સિનીયર નેતાઓનો વિજય સામે કોંગ્રેસ નેતાઓ પણ વાસ્તુના સહારે રક્ષણ મેળવી અને વાસ્તુ દ્વારા ભૂલો નિવારી સારા પરીણામ મેળવશે. એવું કોંગ્રેસના નેતાઓ ભલે માનતા હોય પરંતુ ભાજપના સીનીયર નેતાઓ કહે છે કે આ રીતે કોંગ્રેસ રક્ષતી મેળવી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.