આજી ડેમ પાસે બનનારૂ અર્બન ફોરેસ્ટ હશે અફલાતુન

રાજકોટવાસીઓને ટ્રાફિક અને પ્રદુષણથી મુકત એક રમણીય અને કુદરતી સૌંદર્યનાં સાનિઘ્યમાં હળવા-ફરવા લાયક સ્થળ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં આશરે ૪૭ એકર જમીન પર રૂા.૭.૬૮ કરોડનાં ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અર્બન ફોરેસ્ટ માટે સિવિલ વર્ક માટે ખર્ચ મંજુરીની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. અર્બન ફોરેસ્ટમાં સાયકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીનાં સ્ત્રોતનું નવિનીકરણ, બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ એરીયા, એકઝીબીશન એરીયા માટે પ્લેટફોર્મ, જુદા-જુદા પ્રકારનાં પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરી બનાવવામાં આવશે બાથવે, ઓપન એર થિયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર રાઈટસ, આકર્ષણ એન્ટીગ્રેઈડ, વિશાળ એરીયા પાર્કિંગ અને જુદા-જુદા પ્રકારનાં પ્લાન્ટેશન માટે બોકસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

રાજકોટવાસીઓને ખુબ જ નજીકનાં દિવસોમાં નયનરમ્ય અને અફલાતુન ફરવાલાયક સ્થળ પ્રાપ્ત થશે.

Loading...